________________ પ્રાચીના 1. વિકૃતાનના સ્વરૂપ : આ પ્રકારે એ સ્પષ્ટપણે વ્યાલ જેવું કે સિંહમુખ જેવું લાગતું નથી પણ એ આસુરીરૂપે વિકૃતાનન જેવું લાગે છે. 2. સિંહમોહરા પ્રતીતીકર રૂપઃ શરૂઆતના સ્વરૂપે એ નિર્વિવાદ દૈત્ય સ્વરૂપ મુખ જણાય છે. જેમાં સમય જતાં વિશિષ્ટશૈલીવાળુ (stylize) સિંહમુખ પ્રતીતીકર મુખ તૈયાર થયું. જે ચોક્કસ સ્વરૂપ સાધારણ સિંહમોહરુ, આંખો, કાન અને એવું રૂપ-રૂપાંકન બન્યું. ડૉ. સાંકળિયાના મત મુજબ કીર્તિમુખ કે ગ્રાસમુખ રૂપાંકનોનો ક્રમિક વિકાસ ગુપ્તકાલથી છે. 28 આ માટે એમણે મધ્યપ્રદેશના ભૂમરાના ગુપ્તકાળના કીર્તિમુખ અને અજંટાની વાકાટકકાલની ગુફાઓમાં કંડારેલ કીર્તિમુખ આકૃતિઓનો આધાર લીધો છે. 29 તો ડૉ. આર. એન. મહેતાએ દેવની મોરીના નમૂનાને આધારે એ ક્ષત્રપકાલથી શરૂ થયાનું કહ્યું છે.૩૦ દેવની મોરીના ઉત્પનીત પુરાવશેષોમાં પકવેલી ચોરસ ઇંટો પ્રાપ્ત થઈ છે. જે પૈકી બે પર વિલક્ષણ વિકૃતાનન આસુરી માનુષીના બે ચહેરા અંકીત છે.૩૧ તો અન્ય પર કેટલાંક પશુમુખ અંતર્ગત એક વાઘ કે સિંહ આકૃતિ જોવા મળી છે. શક્યતઃ ક્ષત્રપકાલીન આવા નમૂનાઓ માંથી જ કીર્તિમુખ સ્વરૂપ વિકાસ પામી ઘડાયું હોય. (જુઓ ચિત્ર-૧૬) ઉપરોક્ત બાબતને સત્ય ગણીએ તો દેવની મોરીની ક્ષત્રપકાલીન કૃતિઓને સૌથી પ્રાચીનતમ નમૂનાઓ ગણવામાં હરકત નથી અને નવમી-દસમી શતાબ્દી પર્વતના મહત્તમ નમૂનાઓ આ ગ્રંથ લેખકના માનવા મુજબ વિકૃતાનન આસુરી-માનુષી મોહરા જેવા છે. એ પછી છેક અગિયારમાં શતકમાં એમાં ફેરફાર થઈ વિશિષ્ટશૈલીયુક્ત(stylization)ને કારણે એનું કલામાં ચોક્કસ સિંહ મોહરા પ્રતિતીરૂપ બન્યું. કદાચ સુશોભનાર્થે આ રૂપાંકન બન્યું હોય. હવે મુક્તાગ્રાસ કે મુક્તાવશાલ રૂપાંકનો દેવ-પ્રાસાદો અને શક્તિમંદિરો પર અચૂક અંકીત થવા લાગ્યા જે સિંહમોહરા જેવા આકૃત થયા. વિકૃતાનન આસુરી માનુષી મોહરા જેવું શેડાના મુક્તાગ્રાસનું ૭થી ૮મી સદીનું ઉદાહરણ અગત્યનું છે. (જુઓ ચિત્ર-૧૭) કાયાવરોહણના સુથારના ઓવારા પાસેની બહુચર્ચિતદ્વારશાખ આવાં કલાત્મક સુશોભનો મણિકોશમાં કાઢેલાં છે. આ અન્વયે મધુસૂદન ઢાંકીનું મંતવ્ય રજૂ કરવું ઉચિત માન્યું છે. “આ સુશોભનોમાં વ્યાલની રૂઢીગત પણ સરુચિભરી કેશવાળી, સ્કંધ પરનો સવાર ત્રાસ અને વરાલાદિનું સંયોજન સંતુલન સારુએ ભર્યુંભર્યું પૂર્ણતાને આરે શિલ્પીક શોભનકલાની ચરમસીમાવાળુ અને સામર્થ્યના પ્રતીકરૂપ લાગે છે.”૩૨ ગુજરાતની શૈલોત્કીર્ણ ગુફાઓ અને દેવાલયોની વ્યાલ આકૃતિઓઃ ભરૂચ જિલ્લાના દેરોલ ગામથી અગાઉ મોટો ખંડિત સ્તંભશીર્ષનો સાંચી સાથે સરખાવી શકાય એવો ભાગ મળ્યો હતો. જેને મૌર્યકાલીન માનવામાં આવે છે પણ પૂરતા પુરાવાને અભાવે એ અનુમૌર્યકાલીન હોવાનો સંભવ છે. શુંગોનું આ પ્રદેશમાં રાજ્ય હોવા બાબત ખાસ પ્રમાણો ન હોવાથી