________________ કૂકડો ગુજરાતના દેવાલયોની વ્યાલ આકૃતિઓ 24. કુકુટ કુફ્ફટ 25. - 26. - હંસ હંસ(નર) Gander સિપી મોર ગરૂડ-વિજwા 28. - ગરૂડ ? જતું વિરાલિકા ઉપરોક્ત યાદી જોતાં ત્રણે ગ્રંથોમાં સિંહ, હાથી, રીંછ અને વાંદરો એમ ચાર પ્રકાર સરખા છે. સમરાંગણસૂત્રધાર અને રૂપમાલામાં વાઘ, ગેંડો અને હરણ એકસરખા છે. પ્રથમ બે પુસ્તકોમાં મહિષ, અશ્વ અને પોપટ(નાનો) Parrakeet તથા કુક્ટનાં નામ એકસરખા છે. અપરાજિતપૃચ્છા અને રૂપમાલામાં સર્પ અને મયૂરના નામ સરખા મળ્યાં છે. સમરાંગણસૂત્રધારમાં ઉલ્લેખીત વરૂ, શ્વાન, ખર, પહાડી બકરો-lbex તથા 2િધ વગેરે અપરાજિતકારે આપેલાં નથી તે જ પ્રમાણે અપરાજિતપૃચ્છામાં નિર્દિષ્ટ વૃષ(બળદ) ઘેટુ, નર, હંસ અને કિટુ (જંતુ) વગેરે નામ સમરાંગણસૂત્રધારમાં મળતા નથી. આ જ રીતે રૂપમાલાએ આપેલાં રીંછ, બિલાડી ? હિંસુમારીણી (વ્હલવર્ગનું સસ્તન પ્રાણી) કે ગરૂડ ? નામોનો ઉલ્લેખ પ્રથમ બેય ગ્રંથોમાં મળતો નથી. જ્ઞાન રત્નકોશ (અનુસોલંકીકાલીન ગુજરાતનો ગ્રંથ) નામનાં શિલ્પગ્રંથમાં વ્યાલને માટે વાલક શબ્દ વાપર્યો છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, અને રાજસ્થાનના સલાટ-શિલ્પીઓ એને વિરાલિકા કહે છે. હેમચન્દ્રના બારમી શતાબ્દીના ત્રિશષ્ઠીશલાકાપુરુષ ગ્રંથમાં તથા ઇ.સ. ૧૪૧૨માં રચાયેલ વર્ધમાન સૂરીના આચાર દિનકરમાં વ્યાલ માટે વાલા શબ્દપ્રયોગ કરેલો છે. સાથે સાથે એ જૈનયક્ષી ભ્રકુટીનું વાહન હોવાનું એમાં જણાવ્યું છે. 22 વ્યાલને દ્રવિડ પ્રદેશમાં ચાલી કે દાળી નામથી ઓળખવામાં આવે છે. 23 દક્ષિણ ભારતમાં કેટલાંક એને વિરાલ કે વિરાલિકા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના શિલ્પીઓની જેમ જ કહે છે. તો ઓરિસ્સામાં બિદાલા શબ્દપ્રયોગ છે. વૃક્ષાર્ણવમાં વ્યારાલિકા શબ્દ જૈન પરિકરના અર્થમાં છે. અને સમરાંગણ સૂત્રધાર અને અપરાજિતપૃચ્છામાં વ્યાલ શબ્દનો વપરાશ છે. 25 ગુપ્તકાલમાં રચાયેલ અમરકોશમાં વ્યાલનો નિર્દેશ મળે છે. જયારે જ્ઞાનરત્નકોશ કીર્તિમુખ કે ગ્રાસ માટે નીચે મુજબની વિગત આપે છે. 24 गमानी गजरीपुसुकरास्वपी करनाऊ भ्रिकुटी कुटीला मांजरनेत्र महिषास्यश्रुगेन ग्रासो कीर्तिमान-युक्तो પ્રાથમિક રીતે મૂળ સિંહના મુખ સાથે ક્રૂર ભ્રમરો, ભૂંડના કાન, બિલાડીની આંખો તથા મહિષ(પાડા)ના છંગ (શીંગડા) એવું કીર્તિમુખ કે ગ્રાસનું વર્ણન છે. જે બાલમુખને મળતું આવે છે. એક મત અનુસાર કીર્તિમુખની પશ્ચાદભૂમાં ગમે તે પૌરાણિક ભૂમિકા હોય તો પણ તે સ્પષ્ટતઃ વ્યાલમુખ છે. 27 જો કે પ્રાપ્ત નમૂનાઓને આધારે જોતાં લાગે છે કે કીર્તિમુખનું સ્વરૂપ બે પ્રકારે જોવા મળે છે.