________________ પ્રાચીન ઉક્ત માન્યતા-તર્ક (hypothesis)ના આધારે ગ્રંથલેખકની દોરવણી હેઠળ, રાજય પુરાતત્ત્વખાતાની દક્ષિણ-વર્તુળ, સુરતના પુરાવિદ્દોની ટીમ (હાલ દક્ષિણ-વર્તુળનું અસ્તિત્વ રહ્યું નથી.) દ્વારા દક્ષિણ ગુજરાતની નર્મદા અને કીમ નદીઓના ખીણપ્રદેશનું સર્વેક્ષણ હાથ ધરાયું હતું. ભાગતરાવ, મહેગામ અને હાસનપુર જેવી ઉત્તર હડપ્પીય (Late Harappan) વસાહતોના ઉખનન અગાઉ થઈ ચૂક્યાં હતાં. જે આધારે અહીંના પ્રદેશ વિસ્તારની પુરાતત્ત્વીય સ્થળતપાસ ખાતાકીય બુહદ્ કાર્યક્રમ હેઠળ જ થઈ હતી. 1. ઘૂંટેલા લાલ વાસણો (Burnished Red Ware) 2. ઘૂંટેલા કાળા વાસણો (Burnished Black Ware) 3. લાલ અસ્તરવાળા વાસણો (Red Slipped ware) 4. રંગીન ઓપવાળા વાસણો (Glazed ware) રંગીન ઓપવાળા વાસણો પીળા, ભૂરા અને લીલા રંગના છે. જયારે પુરાવશેષોમાં શંખની બંગડીઓ - chank bangles અને પંચમાર્ક સિક્કો પણ મળી આવ્યો હતો અને આથી જ લાગતું હતું કે સાવાલવાળી વસાહત આ પહેલાંના સમયની હોવા અંગેની પૂરેપૂરી શક્યતા છે. આ શક્યતાના તર્ક આધારે નિષ્કર્ષ અર્થે પ્રાયોગિક ધોરણે scrapping-ખનન હાથ ધરાયું. હાલમાં તો વિમોદના પુરાતત્ત્વીય ટિંબા પર કોઈ જ માનવ વસાહત નથી. અપવાદરૂપે સ્થાનીય કોળીઓની પારંપારિક ખોડીયારમાનું આધુનિક નાનું મંદિર બાંધેલું છે. હાલના વિરોદ ગામના પૂર્વપશ્ચિમે 1.5 કિ.મી.દૂર આ ટિંબો (mound) આવેલો છે. પુરાતત્ત્વીય ટિંબાનું વર્ણન: ટિંબાનું માપ 200 મી. X 150 મી.નું છે. ટિંબો પશ્ચિમથી પૂર્વ તરફ સાધારણ ઢળતો છે. જમીન તળથી ઊંચામાં ઊંચી જગાનું માપ 6 મી. થી 8 મી.નું છે. જયારે ઢાળને કારણે પૂર્વ તરફની ઓછામાં ઓછી ટોચમર્યાદા 4 મી.ની છે. ટિંબાના દક્ષિણ-પશ્ચિમે નાનકડું જળાશય આવેલું છે. રેવાજીના ભરતીના સતત વહેણને લીધે ટેકરાના પૂર્વભાગમાં ભેજવાળી જમીન (marshy Land) બનેલી છે. તો ટિંબાના ઉત્તર બાજુથી વહેતી નર્મદા આગળ તરફ પશ્ચિમ બાજુએ જાય છે. આ તરફ આગળ 8 કિ.મી. દૂર કંટિયાજાળ ગામ પાસે નર્મદાનો સાગર સંગમ જોવા મળે છે. અગાઉના સર્વેક્ષણમાં પ્રાપ્ત થયેલાં મૃદુભાષ્કો જેવાં જ મૃત્પાત્રો પ્રાથમિક કાર્યમાં પણ સંપ્રાપ્ત થયાં. આ અતિરિક્ત વિશેષ કહી શકાય એવાં ચીનદેશના લાક્ષણિક મીંગવંશના મનાતા ઠીંકરો પણ મળ્યાં. Light bottle green રંગના આ મૃત્પાત્રોને પુરાતત્ત્વીય પરિભાષામાં અંગ્રેજીમાં crackled ware કહેવામાં આવે છે. જેનો અદ્યાપિ કોઈ ગુજરાતી પર્યાય નથી. સર્વપ્રથમ ગુજરાતમાં કેકલ્ડવેર