________________ 31 વિસોદ....એક પુરાતત્ત્વીય વસાહત 1. પકવેલી માટીનો પાસો (Terracotta Dice) ઉક્ત જણાવેલ પાસો પ્રાપ્ત થયો છે. જેના પર અત્યારના આધુનિક પાસા જેવા 1,2,3,4 અને 5,6 ગણતરી માટેના દરેક બાજુએ છીછરા કાણાં છે. જે તત્કાલના વિસોદવાસીઓ વાર-તહેવારે કે અન્યથા જુગટુ રમવાના શોખીન હોવાના પ્રમાણો આપે છે. 2. વૃષભાકાર માદળિયું વૃષભાકાર અત્યંત જીર્ણ નૂકશાનગ્રસ્ત માદળિયું મળ્યું છે. જે નિઃસંદેહ તત્કાલના લોકોની ધાર્મિક માન્યતા અને રીતરીવાજો પર પ્રકાશ ફેંકે છે. હવે વિમોદના સમયાંકન અંગે વિચારીએ. જેમાં સાહિત્યિક અને અભિલેખિક પ્રમાણો મળેલાં ના હોય, એ સંપૂર્ણ રીતે પુરાવસ્તુકીય પ્રમાણો પર આધાર રાખવો પડે. અહીંથી પ્રાપ્ત લાલ ચળકતાં વાસણો (R. P. M.) અને ચીનના મીંગવંશના Crackled ware મૃત્પાત્રો આપણને સહાયરૂપ બને છે. જે આધારે કહી શકાય કે અહીંના પ્રથમ વસાહતીઓ શરૂઆતના ઐતિહાસિક યુગમાં (Early Historical Period) વસ્યાં હતા અને તેમણે મધ્યયુગ પર્યત ઇશુના ૧૫માં તથા ૧૬માં શતક સુધીમાં તો વ્યાપાર-ઉદ્યોગ દરિયાપારના દેશોના સંપર્ક અને આર્થિક વ્યવહારોથી ખૂબ ખૂબ સમૃદ્ધિ મેળવી હતી. આ પછી એટલે કે ૧૬માં સૈકા પછી વસાહતીઓ સ્થળ છોડીને જતાં રહ્યાનું સમજાય છે. ત્યારબાદના નવીન ફરીથી વસવાટના કોઈ ચિહ્નો નથી અને સ્થળ ભેંકાર છોડી દીધેલું લાગે છે. વિદ્યાગુરુ પ્રો.ડો. સૂર્યકાન્ત ચૌધરીનો સ્થળ પરની ચર્ચાવિચારણા અર્થે લેખક આભારી છે. તેમજ વિસોટ પ્રોજેક્ટમાં સહાય અર્થે તત્કાલના સહાયકો સર્વશ્રી જે.પી. ત્રિવેદી, દિલીપ રાઠોડ, એમ.પી. ચોકવાલા, બી. સી. પટેલ અને જે. એમ. ગોસાઈ વગેરેનો આભાર માનું છું. સાથે સાથે વિસોદના ગ્રામજનોના કાર્ય દરમ્યાનનો ઉત્સાહ, સહકાર અને અતિથિ સહકારથી જ કાર્ય સફળ થયું છે. પાદટીપ: 1. RPCV, Gandhinagar, 2005, pp 427-28. 2. અંગ્રેજીમાંથી ગુજરાતી કરણના પર્યાય બનાવતાં અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.