________________ પ્રાચીન ભીંતચિત્ર પરંપરાએ ફેસ્કો (Frescoe) અને ટેમ્પરા(Tempera) પદ્ધતિઓ વપરાશમાં હતી. ચિત્રાલેખન પહેલાં લીસી ભૂમિકર્મ થતું. પ્રથમ ટાંકણાથી કોચી કાઢવામાં આવતું. પછી એ પર પાષાણ વાટી તૈયાર કરેલ ભૂકી, કાષ્ટવેર, ડાંગર, કૂશકી, છાણ અને માટીનો લેપ લગાડવામાં આવતો ત્યારબાદ ચૂનાનું અસ્તર ચડાવવામાં આવતું. આટલી વિધિ બાદ લેખની વડે ગેર-ખાન અને ખનીજદ્રવ્યો નિર્મિત રંગો પુરવામાં આવતાં ચિત્રકામ અને રસાયણીક દ્રવ્યો વગેરેની વિગતો વિષ્ણુધર્મોત્તરપુરાણના ચિત્રસૂત્રમાં મળે છે.૧૪ અંજતા અને બાઘની સુરૂચિકર સુરેખ વિકસિતકલાના અસ્ત પછી આવી ઉચ્ચકલા જોવા મળતી નથી. બાદમાં એ અપભ્રંશરૂપે જૈનકળામાં દેખાઈ. પશ્ચિમ ભારતનાં ગુજરાત-રાજસ્થાનમાં એનો વિશેષ પ્રભાવ હતો. ઇસ્વીસનની સોળમી શતાબ્દીમાં તિબેટીયન ઇતિહાસકાર તારાનાથે પ્રાચીન પશ્ચિમ ભારતીય શૈલીનો ચિત્રકલા અને શિલ્પ અન્વયે ઉલ્લેખ કરેલો છે. મધ્યકાલે પશ્ચિમ ભારતીય શૈલીનું ક્રમશઃ અપભ્રંશરૂપ થતાં ભીંતચિત્રોનું માધ્યમ બદલાતાં એનું સ્થાન તાડપત્ર કે કાગળ લીધું અને આ માધ્યમે એ લઘુચિત્રકળા (miniature Painting) તરીકે ઓળખાઈ. જેમાં તીર્થકરોની સન્મુખ આકૃતિઓ સિવાય અન્ય કૃતિઓમાં દોઢ આંખ દોઢચમી ચક્ષુઓ ચિત્રોમાં બતાવવામાં આવ્યાં. મુઘલકાલે તો પશ્ચિમ ભારતીય લઘુચિત્રકલાનો હ્રાસ શરૂ થયો અને હવે દોઢ આંખને બદલે એક ચક્ષુ લંબગોળ કે મત્સાકાર અધમુખદર્શનવાળા સોળમી સદીના પ્રારંભથી દેખાય છે. હવે ચિત્રમાં સ્થૂળતા દેખાય છે. મરાઠાકાલે સ્વામીનારાયણ સંપ્રદાયે ચિત્રકલાનો પુનઃવિકાસ કર્યો અને ભીંતચિત્રોમાંથી અગાઉ લઘુચિત્રકલાની પોથીઓમાં સમાઈ ગયેલી ચિત્રકલા પુનઃ આ હસ્તપ્રતોમાંથી બહાર આવવા લાગી અને છબીચિત્ર, ફલકચિત્રો તેમજ ભીંતચિત્રોનું નિર્માણ થવા લાગ્યું. હવે આ ભીંતચિત્રોમાં વિસ્તાર આયોજન લયબદ્ધતા અને રેખાઓનું સામર્થ તેમજ જીવંતતા અંજતા-બાધ જેવું રહ્યું નહીં. તો પણ લઘુચિત્રકલાની અસર સ્પષ્ટ વરતાય છે. જો કે ગુજરાતથી વધુ રાજસ્થાનમાં એ વિકાસ વધારે હોવાનું સ્વીકારવું જોઈએ. રવિશંકર રાવળના શબ્દોમાં કહીએ તો, અજંતાયુગ આથમી ગયા, પછી ચીંથરેહાલ બનેલી ચિત્રકળાને સમાજના ઊંચાનીચા થરોમાં અનેક પ્રકારે સ્થાન અને સંરક્ષણ મળ્યું. એના છૂટા છૂટા નમૂના રાજસ્થાન અને ગુજરાતના મકાનોની ભિત્તિએ, તો કોઈ કોઈ દેવાલયોમાં પણ આલેખાયેલા છે. જેમાં જાણીતી કથાઓ કે લોકપ્રિય નાયક-નાયિકાનાં કાલાંઘેલાં સ્વરૂપો ઠાંસી દીધા છે. 15 સલ્તનતકાલે ખાનમસ્જિદ ધોળકા, સૈયદસાહેબના રોજા-સરખેજ અને ચાંપાનેરના ઉત્પનીત તત્કાલની કેટલાંક મકાનોના ભીંત પરના ચિત્રાવશેષો મળ્યાં છે. આ જ પ્રમાણે ડૉ. હરિલાલ ગૌદાનીએ સાબરકાંઠામાં કોઈ એક મંદિરના વિતાને સંવત ૧૬૧૨માં ચિત્ર દોર્યાનો ઉલ્લેખ કરેલો છે.'' મુઘલકાલે ગુજરાતમાં જૈન-હિન્દુ પ્રાસાદો, મહેલ, હવેલીઓમાં ભીંતચિત્રો જોવા મળે છે. જામનગરના દરબારગઢમાં યુદ્ધચિત્રો આલેખાયેલાં છે. ઈસ્વીસન ૧૫૯૧માં ધ્રોળ નજીક ભૂચરમોરીમાં જામ સત્રસાલ અને મુઘલ સુબેદાર વચ્ચેના યુદ્ધપ્રસંગનું દશ્ય છે. જેમાં હિન્દુ-મુસ્લીમ યોદ્ધાઓના પહેરવેશ, તોપ અને શસ્ત્રોનું સચોટ આલેખન છે.૧૭