________________ મધ્ય અને અનુમધ્યકાલીન ગુજરાતનાં ભીંતચિત્રો 53 આ લાટ ચિત્રકારો અંજતા-ઇલોરાના ચિત્રસર્જકોના પૂર્વજો હોવાની સંભાવના છે. જે ડૉ.મંજુલાલ મજમૂદારે વ્યક્ત કરેલી છે. પાટણનરેશ કર્ણદેવે કર્ણસુંદરીનું ભીંતચિત્ર જોયાનું કશ્મીરી કવિ કલ્હણે કર્ણસુંદરી નાટિકામાં વર્ણન કરેલું છે તો મુનિરામચન્દ્રમણિએ કુમારપાલે બંધાવેલ જૈનાલયો -પ્રાસાદ-ચૈત્યોની વિગતો કુમારવિહારશતકમાં આપી છે. 11 હેમચન્દ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં સ્થૂલિભદ્ર અને કોશાવારાંગના સહશયનકક્ષે અને કાભિત્તિએ ચિત્રીત મૈથુન દશ્યોનો ઉલ્લેખ કરેલો છે. 12 એ પરથી લાગે છે કે તત્કાલે ગણિકાઓ શયનકક્ષમાં કામ, શૃંગાર, સંભોગ આસન દશ્યો ઉત્તેજના અર્થે ચિતરાતા હશે. બાધગુહાચિત્રો : આગળ બોધગુહાનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરેલો છે. આ ગુફાઓની ખોજ ૧૮૧૮માં તત્કાલીન બોમ્બે (હાલ મુંબઈ) મિલીટરીની એસ્ટાબ્લિશમેન્ટના લેફ્ટનન્ટ ડેન્જરફીÒ કરી હતી. બૌદ્ધધર્મ, ભગવાન તથાગત તથા એમની પૂર્વજન્મની જાતકકથાઓ, તત્કાલનું માનવજીવન વગેરે ટેમ્પરા પદ્ધતિએ ગુફાચિત્રોમાં આલેખીત છે. કમનસીબે હવામાન, ધસારા અને સાચવણી અભાવે, આજે બાધગુફાચિત્રો નષ્ટતાને આરે આવી ચૂક્યાં છે. આ પરિસ્થિતિમાં પણ ગુફા 4 અને ૫ની બહારી ભિત્તિએ સૌથી સારી સ્થિતિમાં ચિત્રો હોઈ એને માવજત-રક્ષણથી બચાવી શકાય. આજ ભીંતની નીચેની બાજુએ જાતકકથા ચિત્રો અસ્પષ્ટ છે. તેમ છતાં પાણી છંટકાવથી રેખાંકનો અને રંગનો ખ્યાલ આવી શકે છે. ચાર નંબરની ગુહાપ્રવેશદ્વાર આગળથી ચિત્રમાલીકા શરૂ થાય છે. તદ્અનુસાર પ્રારંભના દશ્યમાં બે સન્નારીઓનું ચિત્રણ છે. જેમાં એક કલ્પાંત કરતી, તો બીજી એને સાંત્વના આપતી બતાવી છે. સાંત્વના આપતી સખી-સુંદરી એ કટિપ્રદેશના ઉપર કોઈ ઉત્તરિય પરિધાન કરેલું નથી. આથી આ કામિનીની સુડોળ દેહયષ્ટિ, અને ઉન્નત વક્ષઃ સ્થળ વગેરે સુરુચીપૂર્ણરીતે દર્શાવ્યાં છે. બીજા ચિત્રમાં ચાર પુરુષ આકૃતિઓ હોઈ, એ પૈકી દેવાંશી લાગતા બે પુરુષોએ મુકુટ ધારણ કરેલાં છે. વધુમાં એકના મસ્તકે છત્ર પણ ધરવામાં આવ્યું છે. જે એને રાજવી તરીકે બતાવે છે. બેયના અલંકારો અને ચિત્રરંગ આયોજન ધ્યાનાકર્ષક છે. જમણી તરફના ત્રીજા ચિત્રમાં બે માનવવંદ કાઢેલાં છે. પ્રથમમાં નભવિહારી છે પુરુષઆકૃતિઓ છે. તો નીચેના દશ્યમાં કાઢેલી સ્ત્રીઆકૃતિઓ મનોહર છે. જે પૈકી એક સુંદરીના કરમાં વીણા ધારણ કરેલી છે. ચિત્ર અત્યંત ભાવપૂર્ણ છે. ચોથુ ચિત્ર હલ્લીસકનૃત્યનું સર્વોત્તમ ઉદાહરણ છે. જેમાં ડાબીબાજુ સાત સ્ત્રીઓ અને નર્તક કાઢેલાં છે. જેમાં ત્રણ યુવતીઓ દાંડીયા સાથે નૃત્યરત છે. અન્ય બે મંજીરામૃદંગથી સાથ આપે છે. તો બીજા દશ્યમાં છ સ્ત્રીઓ અને એક નર્તક છે. આગળની જેમજ અહીં પણ ત્રણ સુંદરીઓ દાંડીયા રાસ તો અન્ય બે મંજીરા-મૃદંગથી સાથ આપી રહી છે. ગુહાશ્રય-૫ અંતર્ગત પ્રાણીચિત્રના ઉત્તમ ઉદાહરણ સમા ગજરાજ અને પાણીદાર અશ્વનું આલેખન છે. જે નગરોત્સવ અને રાજસવારીના પ્રસંગો લાગે છે. અંતમાં કહી શકાય કે બાધચિત્રોમાં માત્ર પ્રકાશ-છાયા પ્રસંગો લાગે છે. અંતમાં કહી શકાય કે બાલચિત્રોમાં માત્ર પ્રકાશ-છાયા આયોજન જ નથી પણ દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણનો સફળ પ્રયોગ છે. 13