________________ મધ્ય અને અનુમધ્યકાલીન ગુજરાતનાં ભીંતચિત્રો 55 કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર)માં દામનગર પાસેના અઠારમી શતાબ્દીના પાંડરશીંગા નામના શિવાલયનો ઉલ્લેખ જરૂરી છે. મંદિરમાં દોરાયેલા દશ્યોમાં રામાયણ, ભાગવત, યમલોક અને સમુદ્રમંથન વગેરે છે. જેમાં રામ-લક્ષ્મણે મુકુટ ધારણ કરેલો છે. પણ વિભીષણને માંગરોળી પાઘડી સાથે દર્શાવ્યા છે. તો અપ્સરાઓ પાંખોવાળી જોવા મળે છે. ચિત્રમાં ગમે તેટલાં માનવી સમાવવા એમના કદને બદલી નાખવાનો કલાકારનો અભિગમ ધ્યાનાકર્ષક છે. ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા કેટલાંક દેવાલય વિતાનો ચિત્રોથી અલંકૃત છે. મહેસાણા જિલ્લાના દેલવાડાના જૈનમંદિરની છત પર તીર્થકરો, લક્ષ્મી, અંબિકા, સરસ્વતીના ચિત્રો દોરેલાં છે. 19 સિહોરના રાજમહેલમાં અમરેલી નજદીક આવેલ ચિતળગામ આગળ થયેલ યુદ્ધ દશ્યો ચિત્રીત છે. એક ચિત્રમાં યુદ્ધ માટે તત્પર સૈનિક આતાભાઈ ગોહીલનું છે. તેમણે ભાલો ધારણ કરેલો હોઈ, આગળ એક સૈનિક રાજદંડ સાથે ચાલી રહ્યો છે.૨૦ સિહોરના રામજી મંદિરના ચિત્રો પણ સો વર્ષથી વધુ પુરાણા છે. આ ચિત્રોમાં મહારાષ્ટ્રીયન અસર તો વરતાય છે. પણ સ્ત્રીઓએ સૌરાષ્ટ્ર પહેરવેશ પરિધાન કરેલો છે. આ ચિત્રોમાં નાગદમન, રામલીલા, રામ-રાવણ યુદ્ધ, ગજેન્દ્રમોક્ષ અને પ્રહલાદ વગેરે કાઢેલાં છે. શ્રી રામસિંહ રાઠોડે અગાઉ કચ્છમાં ભૂજની દ્વારકાનાથ જાગીરના મહંતશ્રીના આવાસે બળુકી રેખાઓમાં કાઢેલાં ભીંતચિત્રો જોયાનું જણાવેલ છે. જે ચૂનાથી ધોળાઈ જતાં નષ્ટ થઈ ગયાં છે. અંજારમાં મેકર્ડોના બંગલાની મુખ્યખંડની ચારે દિવાલો રંગીન ચિત્રોથી સુશોભીત છે. ભૂજથી ઉત્તરે આવેલાં બિબ્બરના દેવમંદિરો, ભુજથી કેરાના રસ્તે ભારાપર ગામે સુજાબાના દરબાર ડેલીમાં, અહીંની જ શાળાની ડેલીમાં હજુ રેખાંકનવાળા ભીંતચિત્રો સચવાયેલા જોવા મળ્યાં છે. 23 માંડવી પાસેના ભંડારાની ડેલીમાં બળુકીરેખા પ્રાબલ્યવાળા ચિત્રો છે. તો અબડાસા અને તેરા હવેલીમાં ભાવપૂર્ણ અને સુરેખ ચિત્રકામ છે. સં.૧૯૨૯ની વિઝણ હવેલીમાં શ્રીકૃષ્ણ અને દેવના ગૌધનના અતીવ સુંદર ચિત્રો છે. 24 ટૂંકમાં કચ્છી ભીંતચિત્રોમાં રામાયણ, મહાભારત, કૃષ્ણલીલા, દેવદેવી, વૃક્ષો, પશુ-પક્ષીઓ, ફૂલવેલ-ભાત પ્રાણીઓમાં ખાસ તો ઊંટ અને અશ્વનું આલેખને થતું. ક્વચીત બાલ કાઢેલા દેખાય છે તો રામલીલા પ્રસંગ પણ બતાવેલા છે. મધ્યગુજરાતના ખેડા જિલ્લાના સલુન્દ્રા ગામે પરબડીના ગોખ તરીકે ઓળખાતાં સ્થાનકે નંદીઆરુઢ શિવ ચિત્રીત છે. દ્વિભુજ દેવના જમણા હસ્તમાં ડમરૂ અને ડાબા કરમાં ત્રિશૂલ ધારણ કરેલાં છે. મુખભાવ ક્રોધાન્વિત હોઈ, પગ આંટી મારેલા બતાવ્યાં છે. તો પરબડીની બીજી બાજુએ હનુમાનજી ચિત્રીત છે. જે પર લોકકલાની અસર સ્પષ્ટ વરતાય છે. 25 વડોદરાના તાંબેકર હવેલીના તેમજ ભૂજ(કચ્છ)ના આયના મહેલના ભીંતચિત્રો પ્રસિદ્ધ છે. આ અતિરિક્ત પાટણ, ખેરાળુ, વડનગર અને વિસનગર જેવા શહેરોમાં ભીંતચિત્રો જોવા મળે છે. અંગ્રેજોના શાસનકાલમાં ગ્રામ્યવિસ્તારે ઘરશોભા અર્થે દિવાલ પર ગેરુ રંગે ચિત્રો દોરવાની પ્રથા ચાલુ રહી છે. જે અંતર્ગત રામાયણ, મહાભારત અને પૌરાણિક પ્રસંગોના ચિત્ર દશ્યો રાજમહેલ, હવેલી અને ધર્મશાળામાં ભીંતચિત્રો તરીકે જોવા મળે છે. ભીંતચિત્રો અર્થે પાર્શ્વનાથ ચિંતામણી દેરાસર, સુરત જાણીતું છે. અહીં રંગમંડપના ભારપટ્ટો પર