________________ કલેશ્વરી સ્મારક સમૂહ કલેશ્વરીના દસમા સૈકાના કોઈ અજ્ઞાત પ્રાસાદના દિકપાલ ઈન્દ્ર, યમ, વાયુ, અનંત, અપ્સરા, શક્તિ, ગણેશ, દુર્ગા, મહિષાસુરમર્દિની અને ઘંટાકર્ણ વગેરે મનોહર શિલ્પો આનર્ત સ્કૂલની મહાગુર્જરશૈલીના હોઈ, તેમને મુનિબાવા - થાન, કેરા મંદિર - કચ્છ, અને અંબિકા મંદિર જગતરાજસ્થાનનાં શિલ્પો સાથે સરખાવી શકાય છે. પાદટીપ : 1. કલેશરી શબ્દ વ્યુત્પત્તિ કલાક્ષી અગર કલા + ઇશ્વરી અથવા ક્લેશ + હરી એટલે ક્લેશ-સંતાપનું હરણ કરનાર એવો અર્થ શ્રી ગાંધીએ આપેલો છે. જુઓ : રમણલાલ એચ. ગાંધી, કલેશરી, કુમાર, 1953, 5.371. 2. ઉપર્યુક્ત, પૃ. 370 3. R. N. Mehta, Kalesvari, JOIB, Vol XXIV : No-3-4, March-June, 1975, p.436 4. રવિ હજરીસ અને મહેતા, કલેશ્વરી સ્મારક સમૂહ, ગુજરાત, વર્ષ-૩૧, અંક-૧૮, તા.૨-૯-૧૯૯૦, પૃ.૩૩. કલેશ્વરીના અત્યંત સુરેખ સ્મારકોના પ્રથમવાર આધુનિક ડ્રોંઈગ અને વિગતો અર્થે જુઓ : Maulik Hajarnis 2014 Raval. Tracing Footprints of a Buyone Era : Kalesvari complex, Lavana AURA', Annual Research Journal of PIAR, Volume I, May 2013 "Inheritance Imprints", Pg. 35-52, Vadodara. 5. ૧૯૬૬-૬૭ના દાયકામાં સ્થળની સાફસફાઈ, પુરારક્ષણ વગેરે કાર્યો હાથ ધરાયા અને આમ વર્ષોવર્ષ અનુકૂળતા મુજબ માવજત-પુરારક્ષણકાર્યો થતા રહે છે. સ્મારકોને રક્ષિત ગુજરાત રાજય શિક્ષણ અને મજુર વિભાગના તા.૬.૧૧.૧૯૬૯ના ક્રમાંક જીએચએસએચ-૯૪૬. એ એચઆર ૧૦૬૭-૬૮૪૫૮-૬૯.મ ના ગુજરાત રાજય રક્ષિત સ્મારકોના જાહેરનામાંથી સંરક્ષિત જાહેર કરાયા. જુઓ : (સંકલન) રવિ હજરનીસ, ગુજરાત રાજ્ય રક્ષિત સ્મારકોની યાદી, તા.૩૧મી ડિસેમ્બર, ૧૯૯૨ની સ્થિતિ પર આધારીત.