________________ 50 પ્રાચીના ચક્ર અને અન્ય બે હસ્તમાં ત્રિશૂલ તેમજ ખટ્વાંગ રહેલા છે. જમણા એક હાથમાં કપાલ ધારણ કરેલું છે. જ્યારે બીજો નૃત્યમુદ્રામાં છે. એક વામ અર્ધખંડિત કર ગજહસ્તમુદ્રામાં છે. પ્રસ્તુત પ્રાસાદ છ પૂર્ણ અને દસ ભિત્તસ્થંભો પરના સમતલ છાદ્યયુક્ત છે. એક સ્તંભ પર ઘસાયેલ લેખ હોઈ તેમાં લુણાવાડાના યુવરાજે જીર્ણોદ્ધાર સંવત 1605 (ઈ.સ.૧૫૪૯) માં કરાવ્યાનો ઉલ્લેખ છે. ઘુંમટવાળા શિવમંદિરની પાછળ દક્ષિણે વેળુકા પાષાણમાંથી નિર્મિત સોપાન શ્રેણીવાળો ચોરસઘાટનો સુરેખ કુંડ છે. કુંડની દીવાલોમાં ગવાક્ષોની રચના કરેલી છે. જેમાં શિવ, વિષ્ણુ અને નૃત્યવૃન્દ વગેરે મૂર્તિઓ છે. પાણીથી ભરેલાં આ મનોહર કુંડના જળમાર્ગમાં પાણીને શુદ્ધ કરવા અને કચરો ગાળવા ગળણી વગેરેની સ્થાપત્યકીય રચના કરેલી છે. કુંડનું દશ્ય કુંડ પ્લાન અને સેકશન કુંડની સામે નાની ટેકરી પર શિકારમઢી કે હવામહેલ અગર બંગલા નામથી ઓળખાતી કંપાઉન્ડ સાથેની ઇમારત આવેલી છે. લુણાવાડાના રાજવી વખતસિંહ બાવાજીએ મોટા રૂમ જેવી ઇમારતમાં પૂર્વકાલીન સ્થાપત્યના પથ્થરોનો ઉપયોગ કરેલો છે. જે અંતર્ગત એમાં દસમી શતાબ્દીના પૂર્વકાલીન મંદિરની માતૃકાઓ વારાહી, ચામુંડા, વૈષ્ણવી, મહિષમર્દિની, નૃત્યગણેશ અને કામશિલ્પોની પટ્ટિકા વગેરેથી સ્પષ્ટ થાય છે. દ્વારશાખ પણ પ્રાચીન મંદિરની હોઈ એના લલાટબિંબે ગણેશ કાઢેલા છે. રૂમની અંદરની બાજુએ પણ ચૈત્ય-સુશોભનો જડેલાં છે. જે પણ સમકાલીન જણાયા છે. કલેશ્વરી માતાના મંદિરના સ્તંભ પરના જીર્ણોદ્ધારના સંવત 1605 પરથી શિકારમઢી કે બંગલાની ઇમારત પણ ઇ.સ.ના ૧૬માં સૈકામાં બંધાઈ હોવાનું લાગે છે. ખરતા પથ્થરમાંથી નિર્મિત સાસુની વાવ અને વહુની વાવ ટેકરી નીચેની સ્મારકોમાં આવેલી નંદા પ્રકારની બે વાપી છે. પ્રથમ વાપીમાં ઊતરતા સોપાનશ્રેણીની બેય બાજુની ભીંતમાં એક એક ગવાક્ષની રચના કરેલી છે. આ ખત્તકોમાં નવગ્રહ, માતૃકાઓ, દશાવતારો અને શેષશાયી વિષ્ણુ અને માતૃકાપટ્ટ કંડાર્યા છે. વાપી સ્થાપત્ય અને શિલ્પશૈલી જોતાં, બન્ને વાવ નિર્માણ ચૌદમા/પંદરમાં શતકમાં થયાનું લાગે છે. કલેશ્વરીમાં ઉજવાતો ગોકુલઅષ્ટમીનો મેળો આ પછીથી શરૂ થયો હશે. શિકારમઢી પાછળ મોટી ઊંચી ટેકરી પર ત્રણ સ્મારકો આવેલાં છે. જે ભીમની ચોરી, અર્જુનની ચોરી અને ત્રણ પ્રવેશદ્વારવાળા મંદિર તરીકે ઓળખાય છે. ભીમની ચોરીએ શિવાલય છે. હાલ એના શેષ બચેલા ભાગો શૃંગારચોકી, મંડપના કક્ષાસનનો ભાગ, જગતી, ગર્ભગૃહ અને મંડોવરનો નીચલો ભાગ વિદ્યમાન છે. શિખર અસ્તિત્વમાં નથી. પ્રવેશ દ્વારશાખના ઉદુમ્બર સચવાયેલ છે. તો અર્જુનની ચોરી નામે ઓળખાતા મંદિરના ચોરસ ગર્ભગૃહનો નીચલો ભાગ, ચોરસ મંડપની પીઠિકા અને દ્વારશાખ જળવાયેલી છે. દ્વારશાખ પરનાં શિવનાં સ્વરૂપો તેને શિવમંદિર ઠેરવે છે. ઉદુમ્બરના ગ્રાસમુખ અંકન નોંધનીય છે. ત્રણ પ્રવેશદ્વારવાળું મંદિર તરીકે ઓળખાતા દેવાલયના આજે તો માત્ર અર્ધાભિત્તી સ્તંભ અને મંડપના અભિરી સ્તંભભાગ જ વિદ્યમાન દેખાય છે. જયારે કાળના ગર્તમાં ઉપલો ભાગ વિલીન થઈ ગયેલો છે. અહીં પ્રસ્થાપિત કરેલ મોટી સ્ત્રી-પ્રતિમાના ગોઠણથી નીચેના પગ બતાવતા શિલ્પનો આંશિક ભાગ શક્યતઃ બહારથી લાવી પાછળથી મૂકેલો જણાય છે. કિંવદંતી મુજબ સ્થાનિકોએ હિડંબાના પગ તરીકે પૂજાય છે.