________________ ૧૯૮૧-૮૨ના ગુજરાતરાજય પુરાતત્ત્વખાતાના ઉત્તર વર્તુળના કાર્યક્ષેત્રમાં મહેસાણા જિલ્લા અને તાલુકાના દેલા ગામે અદ્યાવધિ અપ્રસિદ્ધ એવી વેળુકા પાષાણની દુર્ગામહિષાસુરમર્દિની પ્રતિમાં નોંધાઈ હતી. દેવીપ્રતિમા સ્થાનિકે કંઈક સમારકામ થયેલી હોય તો પણ અલૌકીક મોહક સૌંદર્ય અને લાવણ્ય કોઈ સિદ્ધહસ્ત કલાકારની કૃતી હોવાનું સિદ્ધ કરે છે. માર્કંડેયપુરાણ અનુસાર દુર્ગા કે મહાલક્ષ્મીએ દૈત્ય મહિષાસુરને હણ્યો. આથી એ મહિષાસુરમર્દિની કહેવાઈ. દુર્ગા શતનામસ્તોત્ર 108 નામ આપે છે. એના આવાસ વિભ્ય કે વિધ્યાચલ પરથી દુર્ગા વિધ્યાવાસીની પણ કહેવાઈ. એમની મળતી જુદી જુદી આખ્યાયિકાઓ પ્રમાણે પદ્મપુરાણ મુજબ મહિષાસુરનો નાશ વૈષ્ણવીથી થયો હતો. તો વળી મન્વતર વૈવસ્વત વિધ્ય પર્વત પર નિંદાએ દૈત્યમહિષાસુરનો વધ કર્યો હતો. વિષ્ણુધર્મોત્તર એમને ચંડિકા સ્વરૂપ, તો શિલ્પરન, મયદીપિકા અને રૂપમંડન જેવા પાછળના ગ્રંથો એમને કાત્યાયની સંબોધે છે. મહિષાસુરના હનન અંગે કાલિકાપુરાણ અને વામનપુરાણ પણ કિંવદંતી આપે છે. દેવીના પ્રતિમા વિધાન અર્થે અભિલક્ષિતાર્થ ચિન્તામણી, અગ્નિપુરાણ, મત્સ્યપુરાણ, વિશ્વકર્માશાસ્ત્ર), રૂપાવતાર' અને વાચસ્પભિધાન વગેરેમાં વિગતો પ્રાપ્ત થાય છે. ગ્રંથસ્થ આદેશો અનુસાર દેવી દસ કે વીસ બાહુવાળી બનાવવી જોઈએ. જે પૈકી એમના જમણી બાજુના હસ્તોમાં ત્રિશૂલ ખડ્ઝ, ચક્ર, બાણ અને શક્તિ, તેમજ વામાંગ બાજુના કરોમાં ઢાલ, ધનુષ્ય, પાશ, અંકુશ, ઘંટા અથવા પરશુ ધારણ કરેલાં હોવા જોઈએ. નીચે જેનું શિર વિચ્છિન્ન થયું એ દૈત્ય મહિષાસુર અને દેવીનું વાહન સિંહ બતાવવું જોઈએ. તો કેટલાંક ગ્રંથોમાં દેવ-દાનવ યુદ્ધ ચાલુ હોય, અને દેવી મહિષાસુરને હણતા હોય એ દર્શાવવાનો આદેશ છે. વળી કેટલાંક વર્ણનોનુસાર દેવ-અસુર સંગ્રામમાં મહિષાસુર વધ બાદ વિજયોત્સવ મનાવવાનું કહ્યું છે. આ બધા ગ્રંથોમાં આયુધોમાં નજીવો ફેરફાર જોવા મળે છે. માર્કડેયપુરાણની રચના ગુપ્તકાળની માનવામાં આવે છે. જો કે પ્રાપ્ત પ્રતિમાઓએ પહેલાંની એટલે કે ઇસ્વીસનના શરૂઆતના સમયથી મળે છે. કુષાણકાળની શરૂઆતની પ્રતિમાઓમાં વાહન સિંહનો અભાવ છે.૧૩ જો કે પ્રાચીનતમ ગણાતી નગર રાજસ્થાનની પ્રતિમામાં વાહન સિંહ સુસ્પષ્ટ છે.૧૪ કુષાણકાળની શરૂઆતની પ્રતિમાઓમાં દાનવ મહિષાસુર સંપૂર્ણ પશુરૂપે (Theriopomorphic Form) માં દર્શાવાય છે. જ્યારે ગુપ્તકાળે દેવી પ્રહારથી મહિષના વિચ્છિન્ન મસ્તકમાંથી બહાર માનવરૂપે