________________ 35 દુર્ગામહિષાસુરમર્દિની - દેલા ગામની એક અપ્રકાશિત પ્રતિમા આવે છે. સાહિત્યિક કેટલાક ગ્રંથો અનુસાર દેવદાનવ સંગ્રામમાં મહિષાસુરનું મર્દન કરી દેવી | વિજયી થયા. વિજયશ્રીને કારણે માતા આનંદિત થતાં ભાવવિભોર બની ગયા. દેલાની પ્રસ્તુત પ્રતિમામાં દેવીનું પ્રસન્ન ભાવપૂર્ણ સ્વરૂપ છે. દેલાની દુર્ગામહિષાસુરમર્દિની ચતુર્ભુજ પ્રયાલીઢાસને ઉપાસના માટેની ઉપાસ્યમૂર્તિ છે. દેવી મસ્તકના પાર્વે આછી રેખાઓવાળુ સાદુ ઉપસાવેલ ભાતનું ભામંડલ શોભે છે. જેની ઉપર આજ પ્રકારની રેખાઓથી બન્ને છેડે મકરમુખના આલેખન છે. દેવીની સેંથી સાથેની મનોહર કેશરચના અને મધ્યેની વાંકડિયા કેશલટો, વિશાળ ભાલ, ચૂસ્ત કટિવસ્ત્ર અને સુડોળ સુકોમળ દેહ સૌંદર્ય ગુપ્તકલાની યાદ આપે છે. પણ ઉલ્લેખનીય દેવીમુકુટ છે. સામાન્ય રીતે નાયિકા કે દેવીપ્રતિમાઓમાં કેશ ઊભા ઓળીને અંતે ધમ્મીલ મુકુટમાં સમાવિષ્ટ કરેલાં હોય છે. જ્યારે અત્રે ચર્ચિતદેલાના શિલ્પમાં દેવીના આકર્ષક કેશગુંફન પર જાણે સહજપણે મૂકેલો હોય, એમ શિરે ધમ્મીલ મુકુટ ધારણ કરેલો છે. 29 મોટા તેજપૂર્ણ નેત્રો, સ્ટેજ ખંડિત નાસિકા, કણે શોભતા ગ્રાહકુંડળ, ચિંબૂકી, ભરેલા ગાલ અને ભાવપૂર્ણ મુખ, સાહિત્યમાં વર્ણાત પૂર્ણચંદ્રમા જેવું લાગે છે. પણ બધામાં શિરમોર સમુ મિત ઓપતાં ઓષ્ટનું આલેખન સુહાસીની ઉપમાને સાર્થક ઠેરવે છે. અલંકારોમાં સુવર્ણ કેયૂર, કડાં અને કલ્લા ધારણ કરેલાં છે. સુવર્ણ ક્રિસેરી સાદી પટ્ટિકાથી કટિવસ્ત્રને બાંધેલું છે. કંઠે રૈવેયક અને બીજો સ્તનયુગ્મ વચ્ચેથી સરકતો પ્રાચીન લઢણનો હાર નાભી સમાનાન્તર વામ બાજુએ કલાત્મક ઝોક આપે છે. ચતુર્હતે દેવીના જમણા એક કરમાં ખગ્ન ધારણ કરેલું છે. તો બીજા હસ્તે માતા ત્રિશૂલ પ્રહાર કરી રહ્યાં છે. વામબાજુના એક હાથમાં ઘંટા રહેલી છે. બીજા બાહુથી મહિષપુચ્છ પકડી પ્રચંડ આવેગથી દેવી દૈત્ય શરીરને ઊંચું નિઃસહાય કરી નાખે છે. તો બીજી તરફ દેવી દક્ષિણપાદે અત્યંત જુસ્સાપૂર્વક જાણે મહિષાસુરને રગદોળી રહ્યાં છે. અને આ તરફ જ દાનવનું વિચ્છિન્ન શિર પડેલું છે. દેવીના સૌંદર્યપૂર્ણ દેહલાલિત્ય અને સુડોળત્વ એટલું તો નમણું છે કે શરીર ઝોકને લીધે કટિ નીચે બેય બાજુ ચામડીની ત્રણ સુરેખ વલ્લીઓ પડી છે જેને લીધે શિલ્પમાં વાસ્તવિક જીવંતતા ભાસે છે. ભાવપૂર્ણ દેવીમુખ, ઉન્નત સ્તના, સિંહ જેવી પાતળી કટિ, કદલી સમાન ઘુંટણથી ઉપલો ભાગ જંધા તેમજ આ અતિરિક્ત પ્રાદેશિક કલાઘટક તત્ત્વોનું સંયોજન વગેરે તમામ ગુપ્તકલાની યાદ આપે છે. અહીં તત્કાલની રાજકીય પરિસ્થિતી વિચારીયે તો પૂર્વ ગુજરાતમાંથી તોરમાણના તામ્રપત્રો મળી આવ્યાં છે. જે આશરે છઠ્ઠી શતાબ્દીના આરંભે કે એ પહેલાં જ ગુપ્તસત્તા ગુજરાતમાંથી તૂટી ગયાનું દર્શાવે છે. હવે એ સ્થાન અન્ય સત્તાઓ લેતી જણાય છે. આ રાજકીય પરિસ્થિતીમાં તારાનાથે વર્ણવેલી મરુદેશના શર્ગધરે શરૂ કરેલી પ્રાચીન ભારતીય પશ્ચિમ શૈલી (School of Ancient West)નો વિકાસ થયાનું સમજાય છે. ગુપ્તકાળમાં જેમ આગલા યુગની અસર હતી એ જ રીતે પછીના સમયકાલે ગુપ્તકલાની સ્વાભાવિક અસર વર્તાય. આ અનુસંધાને દેલાનું વિરલ શિલ્પ ઉક્ત જણાવેલ આગવી વિશિષ્ટતા સાથે મૂલવવું જોઈએ. આ વિશિષ્ટતા એટલે અસાધારણ મોટુ મસ્તક, અલંકારો અને પ્રાચીન શિલ્પોમાં શૈલીનો અગત્યનો નમૂનો છે. ઉપરોક્ત તમામ બાબતોને લક્ષમાં લેતાં દેલાની દુર્ગામહિષાસુરમર્દિનીની મનોહર પ્રતિમાને સાતમી શતાબ્દીના ઉત્તરાર્ધ કે આઠમા શતકના પૂર્વાર્ધ મૂકી શકાશે.