________________ બે દેવી શિલ્પ મસ્તકો 39 પ્રસ્તુત દેવી મસ્તક છોટીખાટુના શિલ્પોનું સમકાલીન કે કંઈક વહેલું છે. તેને સાતમાં સૈકાના અંતભાગે કે આઠમાં શતકના પ્રારંભે મૂકી શકાય. (જુઓ ચિત્ર-૨૧) દેવી મસ્તક - ધોળકા : દેવમસ્તક પ્રાપ્ત થયેલું હતું. માપ 0.28 X 0.16 સે.મી. છે. એ સોલંકીકાલીન કલાનો અગત્યનો નમૂનો છે. દેવી શિરે જટામુકુટ શોભે છે. એ કેશ-ગુંફન મળે કોઈ અલંકરણ છે. જે ઘસાયેલ હોઈ સ્પષ્ટ નથી. કપોલના ભાગે ચાર સરીનું અને વચ્ચે પણ રત્નમણ્ડિત પટ્ટિકાનું આભરણ છે. દેવીના કેશ ઊભા ઓળેલા અને અંતે ઊંચા જટામુકુટમાં સમાવિષ્ટ કરેલાં છે. બેય તરફના કર્ણભાગ તૂટેલાં છે. આથી કાનના આભૂષણ અંગે કહી શકાય નહીં. ચોરસ ચહેરો, ભરેલા ગાલ, એક પર એક બિડેલા અઘરો હોવા છતાં મુખ પર પ્રસન્નભાવ સ્પષ્ટ છે. નાસિકાનો નીચલો ભાગ ઘસાયેલો છે. કપાળે ચોકટઘાટનો ચાંદલો કરેલો છે. નયનો કીકીયુક્ત હોઈ અડધે સુધી પાંપણ કાઢવામાં આવી છે. એમા ઉપરના ભાગે ઉપસાવેલ ભાતની ભ્રમરપટ્ટિકા છે. જેને વાવગામની લકુલીશ પ્રતિમાના ચક્ષુઓ પરની ભ્રમરપટ્ટિકા સાથે સહેજે સરખાવી શકાય છે. ચીબૂકીનું બહુ સુંદર આલેખન છે. સાધારણ રીતે પાર્વતી અને બ્રહ્માણીને જટામુકુટ હોય પરંતુ બ્રહ્માણી બહુતયા ત્રિમુખી દર્શાવાય છે. અહીં સ્પષ્ટતઃ એક મુખ છે. આથી સંભવતઃ પ્રસ્તુત દેવમુખ પાર્વતીનું હોઈ શકે. આજ જગ્યાએથી અન્ય ખંડિત શિલ્પો પણ મળેલાં. જે હિન્દુધર્મના હોવાથી ઉપરોક્ત માન્યતાને સમર્થન મળે છે. કલા શૈલીને આધારે પ્રસ્તુત દેવી મુખને અગીયારમી સદીના અંતભાગે કે બારમા સૈકાની શરૂઆતમાં મૂકી શકાશે. પાદટીપ : 1. પ્રસ્તુત શિલ્પખંડો આ શોધલેખના સહલેખક અને પૂર્વ હવાલાના પુરાતત્ત્વ નિયામક શ્રી મુ.હ.રાવલે શોધેલા હતાં. જુઓ વિદ્યાપીઠ, જાન્યુ-ફેબ્રુઆરી 1982, સળંગ, અંક-૧૧૫, પૃ.૫૦, ચિ.૧ અને 2 2. Umakant Shah, Some Surya Images from Saurashtra, Gujarat and Rajasthan, Bulletin of the Baroda Museum and picture Gallary, Vol.18, 1966, pl.18. ASTERL Hollol કોલેજવાળી અને વડોદરા સંગ્રહાલયના સંગ્રહની આ આદિત્ય પ્રતિમા હાલ ક્યાં છે. તેની કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. 3. R. C. Agrawala, Pratihar Sculptures from Chhotikhatu, Rajasthan, Bulletin of the Oriental Institute, vol.23 No.1-2 September-December 1973, page 72 to 74 4. Ibid-plate-I 5. ગુશિસએવિ. પૃ.૭ લેખકનું નિવેદન 6. રવિ હજરનીસ, પુઅક, પૃ.૭૫, ચિત્ર-૧૪