________________ મોઢેરાના મહાગુર્જર શૈલીના શિલ્પખંડો 47 1. ચામરધારી અને કુમાર પ્રથમ શિલ્પખંડઃ સમગ્ર શિલ્પખંડ કોઈ દેવાલય દ્વારશાખનો? કે પછી પ્રતિમાંના પરિકર? ભાગનો જણાયો છે. કોઈ સિદ્ધહસ્ત કલાકારે એને ત્રણ ભાગ કુશળતાપૂર્વક બતાવ્યો છે. ટોચના પ્રથમ ભાગે લતિશિખર દૃશ્યમાન છે. જે ચંદ્રશાલા અલંકરણ અને આમલક સાથેની આકૃતિ છે. જેનું ચાપોત્કટ કાલનાં શિખરોની નાની પ્રતિકૃતિ જેવું સ્વરૂપ છે. શિખરકૃતિ નીચે છાઘની રચના કરેલી છે. છાદ્ય પછીથી, બે નાની ગોળ ખંભિકાઓયુક્ત ગવાક્ષ કાઢેલો છે જે શિલ્પખંડનો વચલો-મધ્યનો વિસ્તાર છે. આ ગવાક્ષ મધ્યે ચામરધારીની ઉભા સ્વરૂપે અતીવ સુંદર પ્રતિમા છે. જેના મુકુટ, ચહેરા અને સમગ્ર દેહયષ્ટિને અગાઉ પ્રસિદ્ધ થયેલાં ચામરધારી સાથે સહેજે સરખાવી શકાય છે. જો કે તે ચામરધારીની જેમ મસ્તિષ્ક પાછળ પ્રભામંડળ નથી. અહી અનુચરે જમણા કરમાં ચામર ગ્રહેલું છે. તો વામહસ્ત ગૌરવપૂર્ણ રીતે થાપા પર ટેકવેલો છે. એના ઊભા રહેવાની ભંગી સમગ્ર શિલ્પની મોહકતામાં પણ કલાત્મક છે. કણે ગોળ કુંડળ અને કંઠ્ય એકાવલી દેખાય છે. ચામરધારીનો લંબગોળ શો ચહેરો અને એ પરનું મોહક સ્મિત મનોહર છે. ટોચના શિખરાકૃતિભાગ નીચેના છાઘની જેમ મધ્યભાગના આ ગોખ નીચે પણ છાદ્ય બતાવેલ છે. જ્યાં નીચેથી તૃતીય અને અંતિમ ભાગ શરૂ થાય છે. તૃતીય ભાગે પણ અગાઉની જેમ જ ગોળ થાંભલીવાળો ખત્તક કાઢેલો છે. જેની મથાળે ચંદ્રશાલા અલંકરણ છે. ખત્તક મંડિત અહીં દ્વિબાહુ કુમારની અતીવ સુંદર બેઠા સ્વરૂપની આકૃતિ કાઢેલી છે. જે ગધિકા પર અર્ધપર્યકાસનસ્થ આસનસ્થ છે. જમણા ઉભડક પાદ પર સહજતાથી મૂકેલો જમણો હસ્ત અને વામ વાળેલાં ચરણ પર સિધો જ ટેકવેલો ડાબો કર વગેરે ભંગી આકર્ષક છે. શિર પરનું અલક અને સ્મિત ઓપતું મુખારવિંદ નોંધપાત્ર છે. આભુષણોમાં કણે ગોળ મોટા કુંડળ, છાતી બંધ અને ચપટો રૈવેયક ધારણ કરેલાં છે. (જુઓ ચિત્ર-૮) 2. વિષ્ણુપ્રતિમા પ્રથમ શિલ્પખંડની જેમજ આ શિલ્પકૃતિ પણ મંદિર દ્વારશાખ કે પરિકરનો ભાગ લાગે છે. વિષ્ણુ ચતુર્ભુજ હોઈ, મોહકપણે ત્રિભંગે ઊભા સ્વરૂપે બતાવ્યાં છે. પ્રતિમા બે ભાગમાં તૂટેલી છે. દેવશીર્ષ પાછળ પ્રાચીન શિલ્પોમાં જોવા મળતું ગોળ સાદુ ભા-મંડલ બતાવ્યું છે. દેવના ઉપલા જમણા હસ્તમાં ગદા અને નીચેના કરમાં પદ્મ ગ્રહેલું છે. જ્યારે ડાબા ઉપરના હાથમાં ચક્ર અને જાંઘ પર આકર્ષક રીતે ટેકવેલાં નીચેના બાહુમાં શંખ ધારણ કરેલો છે. દેવના અલ્પ અને સાદા દેખાતા આભૂષણોમાં મોટા ગોળકુંડળ, ચપટો કંઠહાર, બાહુબલ, કડા, ઉપવીત અને વનમાલા વગેરે ગ્રહેલાં છે. આ અતિરિક્ત મુકુટ નીચેની સુવર્ણપટ્ટિકામાં સુબદ્ધ કરેલા કેશ, સાધારણ ચોરસ થવા જતો ભરેલા ગાલ અને સ્મિત ઓપતો ચહેરો, વિશાળ ભાલ અને કંઈક અંશે ભારવાળા નયનો વગેરે ધ્યાનાકર્ષક છે. વસ્ત્રોની સાદાઈ અને પારદર્શકપણે ઉલ્લેખનીય છે. દેવશીર્ષ પાછળનું ચન્દ્રપ્રભામંડળ, મુખમંડળ અને દેહયષ્ટિની શૈલીને અગાઉ પ્રસિદ્ધ થયેલ ચામરધારી સાથે સરખાવી શકાય છે.