________________ 45 શરૂઆતના ખ્રિસ્તકાલથી નોર્મનકાલ સુધીનું યુરોપિયન ચર્ચ-સ્થાપત્ય વિખ્યાત છે. પાંચમી શતાબ્દીનું ગલા પ્લાસિડિયા (Galla Placidia) ક્રોસ આકારનું છે. મધ્યયુગનાં ઘણાંખરાં કથીડ્રલ (મુખ્ય દેવળો) ચર્ચ, ક્રોસ આકારના બાંધવામાં આવતાં હતાં. આ કાલમાં યુરોપમાં અન્યત્ર સેક્શન સ્થાપત્ય દષ્ટિગોચર થાય છે. જે એકદમ સાદગીપૂર્ણ હતું. ઇંગ્લેન્ડમાં નોર્મન વિજય પહેલાંના મકાનો અને અન્ય સ્થાપત્ય આ શૈલીમાં જોવા મળે છે. તત્કાલીન ચકાનો અને અન્ય સ્થાપત્ય મહેલો વગેરે કાષ્ઠમાંથી નિર્મિત હતાં. કાઇ એ પાષાણની સરખામણીમાં ના ટકે એવું Perishable Material ગણાય છે. ભારતમાં આપણે ત્યાં વૈદિક સંસ્કૃતિનું કાષ્ઠ-સ્થાપત્ય આ કારણે જ જોવા મળતું નથી. સ્વાભાવિક છે, કે ઇંગ્લેન્ડમાં કાષ્ઠ-સ્થાપત્ય ખાસ ઉપલબ્ધ ન હોઈ નષ્ટપ્રાય છે. તેમ છતાં ઉપલબ્ધ પ્રમાણોને આધારે કહી શકાય છે, કે અહીંના ખ્રિસ્તી દેવળો શરૂઆતની ઇસાઈકલા અને બાયઝેન્ટિયમ ચર્ચ કરતાં એકદમ સાદાં હતાં. ખાસ તો સ્તંભશીર્ષ સુશોભનોવિહીન સાદાં હતાં. દેવળોમાં કે અન્યત્ર મોઝાઈક શણગારનો તો સદંતર અભાવ હતો. ઈ.સ.૧૦૬૬નો ઇંગ્લેન્ડમાં નોર્મન વિજય મહત્ત્વનો હતો. નોર્મનોએ સેક્શન શૈલીથી વિપરીત અલંકારપૂર્ણ નોર્મન સ્થાપત્યનું નિર્માણ કર્યું. અન્યત્ર આ કાલમાં રોમનેસ્ક(Romanesque) શૈલી પ્રચલિત બની, જે એક મત મુજબ નોર્મન શૈલી જ હતી. જ્યારે અન્ય અભિપ્રાય અનુસાર રોમનેસ્ક કલા કોઈ એકાદ દેશ-રાજય કે પ્રદેશમાં શોધવામાં આવી નથી પરંતુ એનો વિકાસ ક્રમે ક્રમે થયો છે અને તે લગભગ સરખા અરસામાં જ ઇટાલી-રોમ, ફ્રાન્સ, જર્મની અને સ્પેનમાં ઉદય પામી હતી. મતલબ કે જયાં નોર્મનોનું રાજય ન હતું ત્યાં પણ આ શૈલી તેના પૂર્ણ વિકસિત સ્વરૂપમાં જોવા મળે છે. તે પ્રાચીન રોમના સ્થાપત્ય જેવી કે તેની સરખી હોવાથી રોમનેસ્ક કહેવાઈ. ઇંગ્લેન્ડમાં ભવ્ય અને ચિત્તાકર્ષક કથીડ્રલ નોર્મનોએ બાંધેલાં છે. નોર્મન સ્થાપત્ય મોટી મોટી દીવાલો, સ્તંભો અને તે પરની કમાનો માટે પ્રસિદ્ધ છે. દેવળનાં મુખ્ય દ્વાર અને બારી/ખિડકીઓ વગેરે ટોચથી વૃત્તાકાર રહેતાં, મધ્યનો ભાગ અને ગાયકવૃન્દની બેઠક, ઉપાસકોની બેય તરફ બેસવાની જગ્યા તેમજ મધ્યેના રસ્તાથી વૃત્તાકાર રહેતાં. મધ્યનો ભાગ અને ગાયકવૃન્દની બેઠક, ઉપાસકોની બેય તરફની બેસવાની જગ્યા તેમજ મધ્યેના રસ્તાથી અનિવાર્ય રીતે અલગ રહેતી. નોર્મનો એમનાં દેવળોની ભીંતો અને છત, કમાનોની હાર અને નાની અર્ધ-થાંભલીઓથી સુશોભિત કરતા. તત્કાલીન દરહામનું મુખ્ય દેવળ એનું સર્વોત્તમ ઉદાહરણ છે. મધ્યયુગના આરંભ પહેલાં ખ્રિસ્તી દેવળો યુરોપમાં સર્વોપરી હતાં. આર્થિક અને રાજકીય ક્ષેત્રે ચર્ચનું અસાધારણ વર્ચસ્વ રહેતું. આ ધાર્મિક સંસ્થાઓ દ્વારા થતું શૈક્ષણિક કાર્ય પ્રશંસનીય હતું. સમગ્ર યુરોપનું સાંસ્કૃતિક ઐક્ય દેવળને કારણે હતું. રોમનેસ્કકલા અગિયારમી શતાબ્દીમાં આવિષ્કાર પામી. અને બારમા સૈકામાં તો તેનું સ્થાન પ્રાફ-ગોથિક કે ગોથિકકલાએ લીધું હતું. સંદર્ભ સાહિત્ય : 9. Volbach, W. F., Early Christian Art, London, 1961 2. William Collin, our World Encyclopedias, London, 1970