________________ 44 પ્રાચીના ઇસુની શહાદત પછીના ત્રણ સૈકા સુધીમાં ખ્રિસ્તી ધર્મનો સમગ્ર યુરોપમાં ફેલાવો થઈ ચુક્યો હતો. તેમના શિષ્યોમાં ઉલ્લેખનીય સંત પીટર અને સંત પોલ હતા. આ સંતોએ વિશાળ રોમન સામ્રાજયના વિવિધ પ્રદેશોમાં ભ્રમણ કરીને ધર્મનો ફેલાવો કર્યો હતો. સંત પોલ સામ્રાજયમાં ખ્રિસ્તી દેવળો બંધાવ્યાં હતાં. આ શરૂઆતનાં બંધાયેલાં દેવળનું સ્વરૂપ કયું? એ સમજવું જરૂરી છે. શરૂઆતનાં ખ્રિસ્તી દેવળો રોમનકલા અને સ્થાનિક શૈલીઓની એકરૂપતા રૂપ-સામ્યતામાં નિર્માણ થયાં. એ યાદ રાખવું આવશ્યક છે, કે ખ્રિસ્તી દેવળોના ક્રમિક વિકાસમાં ભિન્ન ભિન્ન સ્થાનિક કક્ષાનું પણ આગવું પ્રદાન હતું. કારણ કે આ વિકાસગાથા જુદા જુદા સ્વતંત્ર દેશો છતાં રોમન સામ્રાજ્યના ઘટક સમાન દેશોમાં દેખાય છે. આપણે જાણીએ છીએ તેમ ગ્રીસ, રોમ-ઇટાલી, ફ્રાન્સ, સ્પેન કે ઇંગ્લેન્ડ આ સામ્રાજ્યના ઘટક હતા, જેથી મૂળ આત્મા-પ્રવાહ રોમ હોવા છતાં સ્થાનિક કલાઅંશો ભિન્ન રીતે એકરૂપતા પામ્યા હતા. ખ્રિસ્તી ધર્મના સ્વીકાર અગાઉ રોમનો મૂર્તિપૂજક હતા. તેથી સ્વાભાવિક રીતે તત્કાલીન દેવળો રોમન દેવતાવાળાં (Pagan Gods) હતાં. ઇ.સ. ૩૧૩માં રોમન સામ્રાજ્યમાં ખ્રિસ્તીઓએ પૂજા અને અન્ય અધિકારો મેળવી લીધાં. આમ હવે ખ્રિસ્તી ધર્મ રાજાશ્રય પામ્યો. જેને કારણે હવે ખ્રિસ્તી દેવળો અસ્તિત્વમાં આવ્યાં. મોડલ તરીકે ખ્રિસ્તીઓએ સ્વાભાવિક રીતે જ રોમન દેવતાઓનાં મંદિરોને બદલે બસિલિકા સ્વરૂપને પસંદ કર્યું. આ બસિલિકા શું છે? જે સમજવું આવશ્યક છે. બસિલિકા એટલે બે બાજુએ સ્તંભોની હાર અને છેવટે અન્તમાં કમાન (Arch) અને ઘુમ્મટવાળો ઓટલાયુક્ત લંબચોરસ મોટો ઓરડો. આ પ્રકારના મોટાં રૂમ ખાસ ન્યાયાધીશો માટે વપરાતાં. શરૂઆતનાં ચર્ચ સ્થાપત્યની દ્રષ્ટિએ બસિલિકા સ્વરૂપનાં બંધાતાં. જેમાં દેવળના મધ્ય ભાગની બેય તરફ સ્તંભોની હાર હતી. બેય તરફ ઉપાસકોની બેસવાની જગ્યા અને મધ્યમાં આવવા જવા માટે રસ્તો. છેવટે પૂર્વ દિશામાં વેદી, જે ઘણુંખરું કોઈ સંતના કબર સ્મારક પર બનતી. પૂર્વ તરફની દીવાલ અર્ધવૃત્તાકાર બનાવવામાં આવતી. જેને Apse એટલે દેવળનો પૂર્વ તરફનો અર્ધવૃત્તાકાર છેડો કે કમાનવાળો અધવૃત્તાકાર ગોખ કહી શકાય. આ અર્ધગોળાકાર ભીંતો વેદીની પાર્થમાં રહેતી. રોમમાં આવેલ સંત પોલનું ભવ્ય દેવળ બસિલિકા સ્વરૂપનું છે. વિશ્વખ્યાત વેટીકનનું સંત પીટર દેવળ પણ આ જ પ્રકારનું છે. ઉપરોક્ત ચર્ચ-સ્થાપત્ય કેટલેક સ્થળે મોઝાઈક (Mosaic) સુશોભનવાળાં છે. મોઝાઇકકલામાં સંગેમરમરના કે રંગીન કાચના નાના નાના ટુકડાઓ જોડીને ચિત્રાકૃતિની રચના કરવામાં આવે છે. જેનો વિષય બાયબલ કથાનક, સંતો ને શરૂઆતનાં ચર્ચદેવળના અગ્રણીઓ વગેરે હતા. આ કાલમાં કેટલાંકચર્ચ વૃત્તાકારે બાંધવામાં આવ્યાં જેનો ખાસ ઉપયોગ ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશ પામનારની સંસ્કારવિધિ (Baptism) માટે થતો. આગળ બાયઝેન્ટિયમ ચર્ચ-સ્થાપત્યની ચર્ચા જોઈ ગયા છીએ. તેમાં સ્થપતિઓએ તેમનાં ચર્ચ, ઘુમ્મટ અને ટેકો આપતા સ્તંભો કમાન સુશોભનો સાથે ઊભાં કર્યાં હતાં. આ દેવળોમાં આરસપહાણ અને મોઝાઈક સુશોભનોનો સારો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાયઝેન્ટિયમ કલાનું સર્વોત્કૃષ્ટ સ્થાપત્ય સાન્તા સોફિયા” કૉન્સેન્ટિનોપલ હાલના ઇસ્તંબુલ શહેરમાં આવેલું છે. તદુપરાંત રેવેનામાં ઘણાં જ આકર્ષક ખ્રિસ્તી દેવળો આવેલાં છે. ઇશુના પાંચમા-છઠ્ઠા સૈકાનાં આ દેવળો મોઝાઇકકલા માટે ખૂબ