________________ કાયાવરોહણની દિપાલ અગ્નિપ્રતિમા 41 છે.૧૨ પણ અદ્યાપિ ગુજરાતમાંથી દસમી અગીયારમી શતાબ્દીથી વહેલી કોઈ અગ્નિની પ્રતિમા હજુ મળેલ નહોતી. ગુજરાતના મંદિરોના મંડોવર પર દિપાલ અગ્નિ કંડારેલા છે. કનૈયાલાલ દવેએ આવી પ્રતિમાઓ સિદ્ધપુર, ડીસા, મણુંદ, સુણક, ગળતેશ્વર અને મોઢેરાથી નોંધેલી છે. તો આખજ અને દ્વારકાથી પ પણ આ પ્રકારની મૂર્તિઓ નોંધાયેલી છે. આટલી વિવેચના બાદ, કાયાવરોહણનું ઓછું જાણીતું, ખંડિત પણ મહત્ત્વનું શિલ્પ પ્રસ્તુત છે. આ દિપાલ અગ્નિ કોઈ અજ્ઞાત મંદિરના સ્થાપત્યરૂપ-મંડોવરનું હોવાની શક્યતા છે. દેવ વેણુકા પાષાણમાંથી કંડારેલા સમપાદમાં ઊભા સ્વરૂપે છે. દેવમુખ આગથી ઘસાયેલ અને તૂટેલું હોવાથી ખાસ વિગતો ઉપલબ્ધ નથી. પરંતુ ડાબા ચશુભાગ અને અસ્પષ્ટ દેખાતો કુર્ચાલ લાંબો ભાગ સમજી શકાય છે. શીર્ષ પાછળનું ભા-મંડલ વૃત્તાકાર સાદુ, તેમજ કણે શોભતાં ગોળ કુંડલો પ્રાચીન ઢબના છે. મસ્તિષ્કના ધારણ કરેલ જટામુકુટથી લઈ કંઠ સુધી બેય તરફ પ્રભાવલીના આગળના ભાગે અગ્નિજવાળાઓ સુંદર રીતે દર્શાવી છે. જેમને મોઢેરાના સૂર્યમંદિરની દિક્પાલ અગ્નિની આ પ્રકારની જવાળાઓ સાથે સરખાવી શકાય છે. કાયાવરોહણના દિક્પાલ અગ્નિની જવાળાઓ નવ હોઈ, સંભવતઃ નવગ્રહની સૂચક હશે. દેવે બે સેરી મણીમાળા, યજ્ઞોપવીત, વનમાલા, મેખલા અને નૂપુર જેવા આભુષણો ધારણ કરેલાં છે. તો અગ્નિએ પરિધાન કરેલ ટૂંકી ધોતી અને વચ્ચેનો ગોમૂત્રિકઘાટનો સુરેખ છેડો પણ પ્રાચીન પ્રતિમાઓની પરંપરાનો છે. બેય ભૂજાઓ સ્કંધના નીચેના ભાગથી ખંડિત છે. આથી આયુધો અંગે કહી શકાય નહીં. દેવના જમણા ચરણ પાસે અત્યંત ઘસાયેલ પાર્ષદની આકૃતિ દૃષ્ટિગોચર થાય છે. એ ઉપરના ભાગે ખંડિત વાહન મેષનો મુખ્ય ભાગ સ્પષ્ટ દેખાય છે. તો દેવના ડાબા પાદ પાસેની આકૃતિ સંપૂર્ણ નષ્ટ થયેલી છે. કાયાવરોહણનું અગ્નિનું શિલ્પ બેઠી દડીના સાધારણ બાંધાવાળુ, ભરાવદાર છાતી તેમજ વિશાળ સ્કંધ અને અલંકારો વગેરેને ધ્યાનમાં લેતા એ પ્રાચીન પશ્ચિમ ભારતીય શૈલી (Ancient School of West)નો અગત્યનો નમૂનો છે. આ પ્રાચીન પશ્ચિમ ભારતીય શૈલી મરુદેશના શાર્ગધરે શરૂ કરેલી હોવાનું તારાનાથે જણાવ્યું છે.૧૬ ઉક્ત તમામ કારણોસર પ્રસ્તુત શિલ્પને સાતમા સૈકાના અંતભાગે કે આઠમા શતકની શરૂઆતમાં મૂકી શકાય૭ અને આથી જ ગુજરાતની તમામ જ્ઞાત દિપાલ અગ્નિની પ્રતિમાઓમાં તેને સૌથી પ્રાચીન હાલ ગણવામાં હરકત નથી. પાદટીપ : અગાઉ નકુલેશ્વર મહાદેવ, કાયાવરોહણના પટાંગણમાં મૂકેલાં પ્રાચીન શિલ્પોને એએસઆઈ દ્વારા એમના ચોકીદાર ક્વાર્ટર અને એ પાસે તૈયાર થઈ રહેલાં મ્યુઝિયમના મકાન પાસે પ્રદર્શિત કરાયેલાં છે. જે સમૂહમાં અત્રે ચર્ચિત દિપાલ અગ્નિપ્રતિમા છે. જે લેખકને બતાવવા માટે લેખક એ. એસ. આઈના ચોકીદાર શ્રી બોસ્કર તથા અન્વેષણમાં જોડાવા માટે સન્મિત્ર અને એમ.એસ. યુનિવર્સિટી ઑફ બરોડાના પ્રાચીન ઇતિહાસ અને પુરાવસ્તુવિદ્યા વિભાગના પૂર્વ વડા પ્રો. ડૉ. વિ. એચ. સોનવણેના ઋણી છે. 2. રવિ હજરનીસ, લકુલીશની એક અપ્રસિદ્ધ પ્રતિમા, વિદ્યાપીઠ, જાન્યુ-ફેબ્રુઆરી, 1981, પૃ.૪૦