________________ 9. કાયાવરોહણની દિપાલ અગ્નિપ્રતિમા કાયાવરોહણ (કારવણ) ગામે લેખકને દિપાલ અગ્નિપ્રતિમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના ચોકીદાર ક્વાર્ટર અને મ્યુઝિયમના બંધાતા મકાન પાસે પ્રદર્શિત અને સંરક્ષિત શિલ્પ-સમૂહમાં જોવા મળી હતી. કાયાવરોહણ વડોદરાથી દક્ષિણ-પશ્ચિમે આશરે ઓગણીસ કિ.મી. દૂર આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. શિવના અઠ્ઠાવીસમા અવતાર ભગવાન લકુલીશનો જન્મ કાયાવરોહણ સ્થળે થશે એમ વાયુપુરાણ (અ.૨૮)માં કહ્યું છે. પ્રાચીનકાળથી મધ્યકાલ સુધીની પકવેલી માટીની આકૃતિઓ, પાષાણની નાની મોટી મૂર્તિઓ, સિક્કાઓ તેમજ ઉત્પનન દ્વારા પ્રાપ્ત પુરાવશેષો ઇત્યાદિ આ સ્થળેથી મળેલા છે. ટૂંકમાં અતીતનો પ્રાચ્યકલાનો અમૂલ્ય ભંડાર કાયાવરોહણ સાચવીને બેઠું છે.' અગ્નિનું સ્થાન વૈદિકદેવોમાં મહત્ત્વનું છે. એ માનવ અને દેવ વચ્ચે કડીરૂપ છે. જે યજ્ઞના હવિને દેવતાઓ સુધી પહોંચાડે છે. ઋગ્વદ અનુસાર અગ્નિ ત્રણરૂપે દેખાય છે. પૃથ્વી પર એ અગ્નિ,વાદળોમાં વીજળી અને આકાશ મળે સૂર્યરૂપે જોવા મળે છે. એ પૂર્વ દિશા અને દક્ષિણ દિશા મધ્યેના વિદિશાનો અધિપતિ છે. આથી જ વિદિશાનું નામ પણ આગ્નેયી છે. આધ્યાત્મિક રીતે અગ્નિ શિવના અપર સ્વરૂપે છે. જેમાં વાગ્દડ, ધનદંડ અને વજદંડ એ એમની ચાર દાઢરૂપે, લાંબી દાઢીએ દર્ભ છે. તો રથ સાથે જોડાયેલાં ચાર પોપટ એ ચારવેદ ગણાય છે.' અગ્નિના રૂપવિધાન કે મૂર્તિવિધાન માટે અભિલક્ષિતાર્થ ચિન્તામણિ (વિ.૩, અં.૧, 776780), પૂર્વકારણાગમ (પટલ-૧૪), વિષ્ણુધર્મોત્તર (નં.૩, અ.૫૬, 1-3), રૂપાવતાર (અં.૪૬૦), મત્સ્યપુરાણ (અ.ર૬૦, શ્લોક-૯ થી 12), શ્રીતત્ત્વનિધિ (પા.૧૦૫), શિલ્પરત્ન (અ.૨૫-૧) અને સુપ્રભેદાગમ (પટલ, 41) વગેરેમાં માહિતી મળે છે. આ બધામાં જણાવ્યાં અનુસાર અગ્નિના સામાન્ય રૂપે ચાર બાહુ બે મુખ, ત્રણ પાદ અને સાત જિહ્યા છે. અમરકોશમાં અગ્નિના 34 નામ મળે છે. 10 અગ્નિપુરાણ (અ.૫૩-૧૯, અ.૬૯-૨૭) મુજબ તે મેષ પર આરુઢ છે. એને જવાલારૂપ સાત જિલ્લા છે અને એમનાં ચતુર્ભુજ હસ્તોમાં અક્ષમાલા, કમડલું અને શક્તિ રહેલી છે. તેમજ ચારે તરફ જવાળા બતાવવામાં આવે છે. આપણા દેશમાં અહિચ્છત્રાની દિક્પાલ અગ્નિની મળેલી ઇ.સ. 350 આસપાસની ગણાતી હોઈ એને જ્ઞાત પ્રતિમાઓમાં પ્રાચીનતમ ગણવામાં આવે છે. તો કંકાલીટીલાની મૂર્તિ ગુપ્તકાળની