________________ 34 પ્રાચીન આવિર્ભાવ પામતા મહિષાસુરનું (Anthropomorphic Form) આલેખન શરૂ થયું. જે દેવી મહાભ્યમાં વર્ણવેલા અર્ધનિષ્કાન્તરૂપનું હોવાનું વાસુદેવ શરણ અગ્રવાલનું મંતવ્ય છે." ગુપ્તકાળે શરૂ થયેલ આ અર્ધનિષ્ઠાન્તરૂપ મધ્યકાળ પર્વત તો અત્યંત પ્રભાવી રીતે પ્રચલીત થઈ ગયું. જે અદ્યાપિ પર્યત જોવા મળે છે. જો કે સાથે સાથે અગાઉનું પ્રાણીરૂપ (Zoomorphic Form) આલેખન એક મત અનુસાર દસમા શતક પર્યત ચાલુ રહ્યું હતું. જો કે આ લેખકે એના પ્રમાણો છેક ચૌદમી શતાબ્દી સુધીના જોયા છે.૧૭ શરૂઆતની અને મધ્યકાળની ચતુર્ભુજ મહિષાસુરમર્દિનીની પ્રતિમાઓમાં દેવી બહુતયા પોતાના વામાંગબાજુના એક બાહુથી પશુદૈત્યમુખ કે ગરદન દબોચતી બતાવાય છે. આજ રીતે જમણા એક હાથથી અસુર જાનવરના પૂર કે પૂઠભાગને ખૂબ આવેગપૂર્ણ રીતે દબાવતી બતાવાય છે. તો જમણો બીજો હસ્ત ગરદન કે પાછલા ભાગે ત્રિશૂલથી પ્રહાર કરે છે. વળી કેટલીક પ્રતિમાઓમાં પશુને પુચ્છથી જમણા એક હાથેથી અત્યંત ગુસ્સાથી ઊંચો કરી નાંખે છે અને વામકરથી ત્રિશૂલ પ્રહાર કરે છે. પ્રાપ્ત મૂર્તિઓના એક વિશિષ્ટ પ્રકાર અનુસાર, દૈત્યપશુનું મોટું પ્રતીકાત્મક મસ્તક બતાવવામાં આવે છે. આ વિચ્છિન્ન શિરે દેવીને સમભંગમાં કે દ્વિભંગ ઊભા સ્વરૂપે ભાવવિભોર થયેલાં બતાવવામાં આવે છે અને એમને ચાર, છે કે આઠ બાહુવાળા દર્શાવવામાં આવે છે. પ્રતીકાત્મક શીર્ષ અતિરિક્ત પ્રાણીદેહનો અન્ય કોઈ ભાગ કંડારવામાં આવતો નથી. જ્યારે અન્ય એક રીતે મહિષાસુરને મનુષ્ય શરીર ધડ પર પાડાના મુખ સાથે દર્શાવવામાં આવે છે. ઉક્ત બે પ્રકારમાં પહેલા પ્રકારે વિચ્છિન્ન મહિષાસુર મસ્તકે વિજય મનાવતા ઊભા સ્વરૂપનું દેવીનું પ્રતિમા વિધાન ચોળકળામાં જોવા મળે છે.૧૮ જે પલ્લવકળામાંથી ઉતરી આવ્યું છે.૧૯ જો કે ગુજરાતમાંથી ઉક્ત બેય પ્રકાર જેવી કોઈ જ મૂર્તિ મેળલી ન હોવાથી વધુ ચર્ચા અસ્થાને છે. ગુજરાતમાં મહિષાસુરમર્દિનીની કોઈ પ્રતિમા કુષાણ-ક્ષત્રપકાળ પહેલાંની મળી નથી. અમરેલી પાસેના ગોહિલવાડના ટીંબાના ઉખનનથી પ્રાપ્ત ઈસ્વીસનના ચોથા સૈકાની દેવીની ખંડિત પ્રતિમા સૌથી પ્રાચીન ગુજરાતની મહિષાસુરમર્દિની ગણવામાં હરકત નથી.૨૦ ચોથી શતાબ્દીના અંતભાગની કે પાંચમા શતકના પૂર્વાર્ધની વલભીની લીલા મરકત પાષાણની તો કારવણથી પ્રાપ્ત મહિષાસુરમર્દિનીની તકતી ગુપ્તકલાના નમૂનારૂપ પાંચમી સદીની હાલ મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરાના, પુરાવસ્તુવિભાગમાં સુરક્ષિત છે. આ અતિરિક્ત જુણેજર૩ (ઇ.સ.નો પાંચમો સૈકો), માસર (છઠ્ઠી સદી)૨૪, પીઠાઈ (સાતમુ શતક)૨૫, કાવી પ્રદેશની બે પ્રતિમાઓ હાલ ઇ.એમ.ઇ.સ્કુલ વડોદરામાં રક્ષિત હોઈ ૭માં૮માં સૈકાની ગણાય છે. આ સિવાય આ લેખકે પ્રસિદ્ધ કરેલ શામળાજીની પારેવા પથ્થરની ખંડિત ૬ઠ્ઠી-૭મી શતાબ્દીની પ્રતિમા ઉલ્લેખનીય છે.૨૭ ગુજરાતમાંથી દસ કે વીસ ભુજાવાળી પ્રતિમાઓ જવલ્લેજ મળે છે. યદ્યપિ રાણીવાવ પાટણની વીસ ભુજાળી પ્રતિમા સૌંદર્ય અને પ્રતિમાવિધાનની રીતે અજોડ છે. પાટણથી દસ હાથાળીમૂર્તિ પણ નોંધાઈ છે. 28 જો કે દેવીની ચતુર્ભુજ પ્રતિમાઓ સૌથી વધુ પ્રચલિત છે. બધા જ શિલ્પો સંપૂર્ણ રીતે ગ્રંથસ્ય નિયમોને અનુસરતા નથી. આગવી પ્રાદેશિક પરંપરાઓ આયુધો અને અન્ય છૂટછાટ એમાં ક્યારેક જોવા મળે. મોટાભાગે દેવી ક્રોધાન્વિત દર્શાવવામાં