________________ શામળાજીની દ્વિબાહુ ગણેશપ્રતિમા અનુસોલંકીકાલે અને આધુનિક સમયે પણ ગણેશપૂજામાં કોઈ ઓટ નથી. 12 ગાણપત્ય સંપ્રદાયનો ઉદ્દભવ પાછલા સમયનો હોય તો પણ ગણેશભક્તિ ખૂબ વહેલા કાળથી જોવા મળે છે. સાતમા-આઠમાં સૈકા પછી તો મંદિરોની દ્વારાશાખાઓના લલાટબિંદુએ ગણેશજી અચૂક દેખા દે છે. ભગવાન તથાગતે આનંદને નિર્વાણકાલે ગણપતિરુદયસ્તોત્રનો ઉપદેશ આપ્યો હતો. ઇ.સ.ના 1000 વર્ષ પછી તો જૈનધર્મમાં પણ ગણેશપૂજાનો મહિમા શરૂ થઈ ચુક્યો હતો. જે આજ પર્યત ચાલુ રહ્યો છે. 14 કોઈપણ ભારતીય પ્રદેશે ગણેશમૂર્તિઓ જુદા જુદા સમયકાલની જોવા મળે છે. વખત જતાં તો ગણેશપૂજા ભારતીય પ્રદેશ પુરતી સીમિત ન રહી પણ એ લોકપ્રિયતાએ નેપાલ, બર્મા(મ્યાનમાર), થાઈલેન્ડ, તિબેટ, પ્રશિયા, અફઘાનિસ્તાન અને મધ્યએશિયા સુધી વ્યાપક બની રહી એટલું જ નહીં, પણ ગણેશ હવે સમુદ્રપારના દેશો જાવા, બાલી, બોર્નઓ અને જાપાનમાં પ્રવેશ પામી ચૂક્યાં હતાં.૧૬ ગુજરાત પુરતું વિચારીએ તો સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ઝીણાંવાડી ગોપ ગામે હાલ પુરતુ તો જ્ઞાત દેવાલયોમાં ગોપ સૌથી પ્રાચીન છે. મંદિર શિખર ચન્દ્રશાલા અંકનબારીએ સ્થિત અર્ધપર્યકાસનસ્થ ગણેશ પ્રતિમાને ગુજરાતમાં સૌથી પ્રાચીન ગણવાનો એક મત હતો. ગોપ દેવાલયને ઢાંકી છઠ્ઠા શતકનું તો આર. એન. મહેતા ચોથી શતાબ્દીનાં અંતભાગનું ગણે છે. અન્ય વિદ્વાનોના મત વિસ્તારભયે આપ્યા નથી. પણ તમામનો સાર એ છે કે વિદ્વાનો મંદિરના સમય બાબતે એકમત નથી. પણ સર્વસાધારણરીતે એને પાંચમી સદીનું ગણી શકાય. જો આ તર્ક બરાબર હોય તો ગોપમંદિર ગણેશ પણ પાંચમાં સૈકા પહેલાંના નથી. હાથ ધરેલું હતું. પુરાવશેષોમાં બે નાની પકવેલી માટીની ગણેશની ખંડિત આકૃતિઓ સમયાંકને બીજીત્રીજી શતાબ્દીની મળી હતી. જો કારવણના પુરાવાઓને આધાર ગણીએ, તો ગણેશપૂજા બીજા-ત્રીજા શતકથી મતલબ કે ક્ષત્રપકાલથી અસ્તિત્વમાં હોવાનું કહી શકાય. પરન્તુ એએસઆઈનો ઉત્નનન હેવાલ અદ્યાપિ પ્રગટ થયેલો નથી અને આ લેખકને પણ આ બે નમૂનાઓ જોવા મળેલાં નથી. આથી આ અંગે હાલ કશું કહેવું વહેલું ગણાશે. વળી નાનકડી માટીની કૃતિઓ કદાપિ ઉપાસ્યપૂજા મૂર્તિઓ હોઈ ના શકે. આ જ પ્રકારની એક ખંડિત ગણેશાકૃતિ ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતાને સર્વેક્ષણ દરમ્યાન પ્રાપ્ત થઈ હતી. જે હાલ ખાતાના સંગ્રહમાં રક્ષિત છે. જે ઇશુના પાંચમા શતક પહેલાંની નથી.૧૭, ઉપરોક્ત સ્થિતિમાં ભારત બહારની અફઘાનીસ્તાનની ગણેશપ્રતિમાનો વિચાર થઈ શકે. 18 સાકરધાર-કાબૂલની આ મૂર્તિ ડૉ. ધવલકરના મતે ચોથા સૈકાની હોઈ તમામ જ્ઞાત શિલ્પોમાં સૌથી પ્રાચીન ગણેશપ્રતિમા ગણી શકાય.૧૯ મથુરાના લાલવેળુકા પાષાણના નગ્ન ગણેશ ગુપ્તકાલના પ્રારંભના છે. તે શરૂઆતની ગુપ્તકલાનો એક અતીવ સુંદર નમૂનો ભીંતરગાવનો છે. 21 શિલ્પપટ્ટ નાના શિશુબાળની જેમ લાડુ માટે લડતા ચતુર્ભુજ ગણેશ અને કુમાર એમાં કડાંર્યા છે. 22 ભમરાથી પ્રાપ્ત ગણેશ પાંચમા-છઠ્ઠા સૈકાના ગણાય છે. જેમાં ધ્યાનાકર્ષક બાબત એટલે ગણેશે ઘંટમાલા યજ્ઞોપવીતની જેમ ધારણ કરેલી છે.