________________ 5. ટોટુની વિરલ ગણેશ-પ્રતિમા ગણેશપૂજા અંગે ઘણું સાહિત્ય ઉપલબ્ધ હોઈ એનું પુનરાવર્તન કરવું ઉચિત ન લાગતાં માત્ર સંક્ષિપ્ત રૂપરેખા આપી છે. ઇશુની બીજી શતાબ્દીના અમરાવતી-તૂપના શિલ્પપટ્ટમાં ગજ-મસ્તકવાળી આકૃતિ જોવા મળી છે. ડૉ. સાંકળિયા મંડોર(રાજસ્થાન)ના શિલાપટ્ટમાંના માતૃકાઓ સાથેના શિવ અને ગણેશની આકૃતિને આધારે ગુપ્તકાલ સુધી ગણેશનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોવાનું, એટલે કે પાંચમા છઠ્ઠા શતક પહેલાંનો ગણેશપૂજાનો પુરાતત્ત્વીય પુરાવો ન મળતો હોવાનું જણાવે છે. સારનાથની અનુગુપ્તકાલીન બૌદ્ધકલામાં શિલ્પપટ્ટ પર ગણેશ, કાર્તિકેય, નવગ્રહ અને અન્ય હિંદુ દેવો સાથે જોવા મળે છે. વરાહમંદિરની બૃહત્સંહિતા (ઇસ્વીસનની છઠ્ઠી સદી)માં ગણેશપ્રતિમા બનાવવાના ઉલ્લેખ જોવા મળે છે, જે પરથી અનુમાન થઈ શકે કે ગણેશપૂજા એ પહેલાંથી અસ્તિત્વમાં હશે. ડૉ.એ. કે. નારાયણે જણાવ્યા અનુસાર ઇન્ડો-ઝિક સિક્કા પર ગણેશના નામ સાથેની ગણેશ-આકૃતિ જોવા મળે છે. આ ગ્રંથ લેખકે ક્ષત્રપકાલના અંતભાગની ઇ.સ.ના ૪થા શતકના ઉત્તરાર્ધની શામળાજીની દ્વિભુજ ગણેશ-પ્રતિમાનો એના સમયાંકનના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવવાના સૂચન સાથે ગણેશપૂજા ઇશુના ચોથા સૈકાના ઉત્તરાર્ધ પહેલાંથી પ્રચલિત હોવાનું અગાઉ એક લેખમાં પ્રતિપાદિત કરેલું હતું, જે માટે એમનો (પથિક-જાન્યુ.-ફેબ્રુ. 84, અંક-૪, પૃ.રથ-૨૩ પરનો) “શામળાજીની દ્વિભુજ ગણેશપ્રતિમા, સમયાંકન અને વિચારણા” લેખ વાંચવા ઠીક પડશે. અહીં, પ્રાચીન ગ્રંથના ચતુર્થ લેખ તરીકે પુન:પ્રસિદ્ધિ પામેલ છે. સર્વેક્ષણ દરમ્યાન સાબરકાંઠા જિલ્લાના બાયડ પાસેના ટોટુ ગામમાં ઘેરા-ભૂરા કે લીલાશ પડતા ભૂરા પારેવા પથ્થરમાંથી ઘડાયેલી ગુપ્ત અને અનુગુપ્તકાલીન પ્રતિમાઓનો સમૂહ જોવા મળ્યો છે. આ સમૂહમાં વિષ્ણુ, અર્ધનારીશ્વર, મહિષમર્દિની, નંદિ અને સપ્તમાતૃકાઓ, જેવી કે બ્રાહ્મી, માહેશ્વરી, ઍદ્રી, વૈષ્ણવી, વારાહી, કૌમારી, ચામુંડા અને સંરક્ષક ગણેશની પ્રતિમા છે. ઉપર્યુક્ત સમૂહ પૈકી ગણેશ-પ્રતિમાનું વિવેચન પ્રસ્તુત છે. માતૃકાઓ અને ગણેશ નૃત્યભંગીમાં જોવા મળે છે. આ નૃત્યગણેશ, માતૃકા-સમૂહના જ હોવાનું એની શૈલી બેઠક તેમજ શીર્ષ પાછળના મોટા ગોળ સાદા પ્રભામંડલ પરથી લાગે છે. ગણેશનું શીર્ષ હસ્તિમુખ જેવું વાસ્તવિક હોઈ નાનીશી આંખો, લાંબા પહોળા કર્ણપટલ અને જમણી તરફની સૂંઢ બતાવી છે. સૂંઢના મુખભાગે મોદક ગ્રહણ કરેલો છે. ચતુર્વસ્ત પૈકી ડાબા ઉપલા હસ્તમાં દંત, જ્યારે નીચેના વામ કરમાં પરશુ ધારણ કરેલ છે. જમણા નીચેના