________________ 6. નવા શોધાયેલા અને ઓછા જાણીતા શામળાજીના શિલ્પો શામળાજી' દેવની મોરી અને અમઝરાના પારેવા કે લીલામરકત પાષાણના (The dark blue on greenish blue schist stone) ક્ષત્રપ, ગુપ્ત અને અનુગુપ્તકાલીન શિલ્પોની શાસ્ત્રીય ચર્ચા થયેલી છે. ભૂતપૂર્વ ઇડર સંસ્થાનના શામળાજી, ટીંટોઈ, કુંઢેલ અને હરસોલ પ્રદેશની શિલ્પ કૃતિઓ અંગે ૧૯૩૬માં પી.એ. ઇનામદારે પ્રથમ ધ્યાન દોરેલું હતું. ઉક્ત શિલ્પ-સમુહ હિંમતનગરના સંગ્રહસ્થાનમાં હતો. ઇ.સ. ૧૯૫૩માં નાણાંને અભાવે આ સંગ્રહાલય બંધ થતાં, આ શિલ્પોને વડોદરા સંગ્રહાલયમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં આ શિલ્પ-સમૂહ આજે સુરક્ષિત છે. ગુજરાત રાજ્યનું પુરાતત્ત્વખાતુ અનેકોવિધ કાર્યો સાથે સર્વેક્ષણકાર્ય પણ કરે છે. આ કારણે નવીન શોધખોળ અને ઉપલબ્ધી થતી રહે છે. વખતોવખતની કાર્યવાહીને લીધે, શામળાજીથી કેટલાંક નવીન શિલ્પો સાંપડ્યા હતાં. પારેવા પથ્થરની આ પ્રતિમાઓ પુરાતત્ત્વખાતાના સંગ્રહમાં સુરક્ષિત છે.” નવીન ઉપલબ્ધીરૂપ શામળાજીના શિલ્પો અંતર્ગત તકતી પરની સૂર્યકતિ કાર્તિકેયની ત્રણ પ્રતિમાઓ (જેમાંની એક અર્ધ ઘડાયેલી), યક્ષ કે બોધિસત્વ અને મહિષમર્દિની૧૦ વગેરે છે. જેમની વિગતો અહીં પ્રસ્તુત કરી છે. 1. સૂર્યઆકૃતિ: તકતી (plague) પરની સૂર્ય આકૃતિમાં દેવ દ્વિબાહુ હોઈ, સમભંગ બતાવ્યાં છે. એમના શિરે ટોપાઘાટનો મુકુટ અને એ મળે અલંકરણ અંકન છે. આ શોભાંકન ધસાયેલ હોઈ એનું સ્વરૂપ સ્પષ્ટ નથી. ટોપઘાટના મુકુટને ભિન્નમાલથી પ્રાપ્ત ક્ષત્રપકાલીન વિષ્ણુપ્રતિમાના મુકુટ સાથે સરખાવી શકાય છે. અહીં પ્રસ્તુત સૂર્યઆકૃતિના મુકુટ પાછળ રેખાઓથી સૂર્યકિરણો બતાવ્યાં છે. દેવના ઊભા ઓળીને મુકુટમાં સમાવિષ્ટ કરેલા કેશનું ગુંફન અને બન્ને સ્કંધ પર ઢળતા બતાવેલ આ કેશ નોંધપાત્ર છે. ચોરસ મુખારવિંદ, ઉઘાડા નેત્ર જેના પર ઢળતી પાંપણ જોવા મળતી નથી. આદિત્યે હોલ બૂટ, વનમાલા અને અલંકૃત કમરબંધ ધારણ કરેલા છે. ટૂંકી ધોતી પર ઉત્કીર્ણ રેખાઓની ભાત છે. ક્ષત્રપકળાની અસર બતાવતી આ સૂર્યઆકૃતિવાળી તકતીને હાલ પાંચમી શતાબ્દીના પૂર્વાધમાં ક્ષત્રપ-ગુપ્તયુગના સંક્રાતિકાલમાં મૂકી શકાશે.૧૧ 2. કાર્તિકેયની ત્રણ પ્રતિમાઓ : શૈવસંપ્રદાયના અનુયાયીઓમાં કાર્તિકેયપૂજા પ્રચલિત હતી. કાર્તિકેય પૂજા ઇશુના બીજા