________________ વિસોદ...એક પુરાતત્ત્વીય વસાહત 19 ચાંપાનેર ઉખનનમાંથી પ્રાપ્ત થયાં હતાં. સમયાંકનની દૃષ્ટિએ એ ૧પમી શતાબ્દીના ઉત્તરાર્ધના કે ૧૬માં શતકનાં પ્રારંભના ગણાય છે. ટિંબાનો મધ્યસ્થ અને પશ્ચિમ બાજુનો ભૂભાગ ખાનગી માલીકીનો છે. ખનનકાર્ય પૂર્વથી શરૂ કરાયું. જ્યાં સૌથી ઊંચો ટોચનો ભાગ 5 મી. X 10 મી.નો હોઈ, એ પૂર્વ તરફ જાય છે. આ કારણે અહીં 4 મી.નો ઊંડો કાપ મૂકવામાં આવ્યો. 24422241 : (Stratigraphy) સ્તર 1 : જમીન પૃષ્ઠભાગે પ્રથમ-સ્તર-૧ છે. એ ઉપર અગ્રભાગે 4 થી 5 સે.મી.નું વનસ્પતિફૂગ કે માટીનું આચ્છાદન આવરણ છે. આખાયે સ્તર-૧નું માપ 34 સે.મી.થી 10 સે.મી. થવા જાય છે. જ્યારે થરની રચના નદી વહેણથી ઘસાયેલ નાની નાની ઠીંકરી એના ટુકડા + ઢીલી કથ્થઈ રંગની મટોડીથી થયેલી છે. સ્તર 2 : ઉપરના થરની જેમજ સ્તર-ર પણ કથ્થઈ માટીનું જ બનેલું છે. તેમ છતાં એ અગાઉ કરતાં વધુ ઘટ્ટ-કહી શકાય. મૃત્પાત્રો પણ અગાઉ જેવાં જ મળેલાં છે. અગત્યનું એટલે બન્ને થરો વચ્ચે 85 સે.મી. લાંબો X 20 સે.મી. પહોળો અસ્પષ્ટ ગાઢ (patch) રૂપે માટીનો પટ્ટો છે. જે સંભવતઃ ગારા-કાદવમાંથી નિર્મિત ભીંતના બચેલાં શેષ અવશેષ હોવાની સંભાવના દેખાય છે. ખનન સેક્શનમાં ત્રણ કાંણા પડેલાં સ્પષ્ટ જણાયા છે. જેને ઉત્નનન પરિભાષામાં insect holes તરીકે ઓળખવામાં આવે છે. જે નાના જીવજંતુઓની પ્રવૃત્તિના સૂચક છે. અહીં પ્રથમ 10 સે.મી.નું વૃત્તાકાર, દ્વિતીય થરની તળીએ આવેલું ત્રિકોણાકાર કે ત્રણકોણવાળું, અંતીમ તૃતીય ત્રાસું અને લંબગોળાકાર છે. આ ઉપરાંત સ્તર-(૨) જેના પર આવૃત્ત છે. ત્યાં ખાડો (pit) ખોદકામમાં જોવા મળ્યો છે. આ ખાડો સ્તર(૩)ને સીધો જ છેદ આપે છે. ખાડાનું માપ ઊં 23 સે.મી. x પહોળાઈ 23 સે.મી.નું છે. સ્તરની રચના મૃત્પાત્રોના ટુકડા અને ઢીલી માટી બતાવે છે. : થરનો જાડાઈવાળો ભાગ 41 સે.મી. અને પાતળો ભાગ 19 સે.મી.નો છે. થર ઘટ્ટ - compact છે અને એમાં અલ્પમાત્રામાં કોલસાના ભળેલા શેષ અવશેષ પણ સ્પષ્ટ થાય છે. વળી અદ્યાપિ પર્વતના કોઈપણ થર કરતાં વધુ મૃત્પાત્રો પણ જડી આવ્યા છે. આમ મોટા મૃદુભાસ્કોના ટુકડા કોલસાના અવશેષ અને રાખ વગેરે તમામ નિઃસંદેહ માનવ પ્રવૃત્તિ અને વસવાટના સૂચક છે.