________________ 3. વિસોદ...એક પુરાતત્ત્વીય વસાહત માંડ આઠસો-હજારની મુખત્વે કોળી જનસંખ્યા ધરાવતું વિનોદ ગામ અંતરિયાળે આવેલું પણ અતીતનો ભવ્યવારસો ધરબીને બેઠું છે. ગામનો સ્થાનિક ટિંબો અગત્યની પુરાતત્ત્વીય વસાહત છે. ગુજરાતમાં સૌથી મોટી મનાતી નર્મદાના ડાબા કાંઠે વસેલું ગામ પ્રાચીન ભરુકચ્છ-ભરૂચ જિલ્લાના હાંસોઠ તાલુકામાં આવેલું છે. પૂર્વેના ભવ્ય ગ્રામે આજે તો સ્વાથ્યસેવા, અન્નની કરિયાણા દૂકાનો અને શાકભાજી વગેરેનો પણ સદંતર અભાવ છે. સ્વાતંત્ર્યના આટલા વર્ષો બાદ પણ કોઈ સુવિધા નથી. ગામની પૂર્વ દિશાએ સૌથી નજદીકનું કતપોર ગામ 6 કિ.મી. દૂર છે. રાજ્યની બસ પરિવહન સેવા દ્વારા, હાંસોઠ-કટિયાજાળ માર્ગ પર કતપોર સુધી જઈ શકાય. કતપોરથી ખાનગી જીપ સેવા વિસોદ પર્વત મળી શકે. વિરોદના ગ્રામ લોકો મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલાં છે. આસપાસ મજૂરીકામે પણ તેઓ જતાં હોય છે. અચ્છા તરવૈયા અને સાહસિક ટંડેલ અને નાવિક તરીકે આ સાગરખેડુઓ વિખ્યાત છે. પુરાણો અને ઇતિહાસમાં નર્મદાનું આગવું સ્થાન છે. એનું બીજુ નામ રેવાજી છે. એ મધ્યપ્રદેશના અમરકંટક પાસે વિષ્ણુ પર્વતની હારમાળાના મૈઇકાલના ડુંગરોમાંથી નિકળે છે. પુરાણોમાં કહ્યું છે. त्रिभिस्सारस्वतं तोयं स सप्तरात्रेण यामुनं / / सद्यः पुनाति गांगेयं दर्शनादेव नार्मदम् // મનુષ્ય 3 દિવસ સરસ્વતી 7 દિન યમુના અને બાદમાં ગંગાસ્નાન કરીને પાવિત્ર્ય મેળવે છે. પરતુ નર્મદાના દર્શન માત્રથી, સ્નાન વગર એ પુણ્યશાળી બને છે. આથી ફલીત થાય છે કે ઉક્ત ત્રણે નદીઓમાં નર્મદા વધુ પવિત્ર છે. આ કારણેજ એની પરિક્રમા કરવામાં આવે છે. વળી એ માલવા અને ગુજરાતને જળમાર્ગે સાંકળે છે. નર્મદાના જમણાં કાંઠાનું પ્રાચીન ભરુકચ્છ (હાલનું ભરૂચ) બંદર, ખંભાતના અખાતથી માત્ર 25 કિ.મી. દૂરી પર આવેલું છે. સૌરાષ્ટ્રની હડપ્પન વસાહતો અને તત્કાલીન સિંધુ સંસ્કૃતિની કનેવાલ જેવી વસાહત નદીમુખ પ્રદેશમાં કે દરિયા નજદીકથી મળેલી હતી. ખાસ કરીને કનેવાલ ખંભાતના અખાત પાસે છે. આ તમામ બાબતોને લક્ષમાં લેતાં લાગતું હતું કે હડપન સમયની કેટલીક વસાહતો નર્મદાના મુખ પાસે, એના તટિય વિસ્તારમાં કે સાગરના સાન્નિધ્યમાં હોવી જોઈએ.