Book Title: Prachina
Author(s): Ravi Hajarnis, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ 16 પ્રાચીન 12. તત્કાલની ઉખનનકારોની ટીમમાં જાણીતાં પુરાવિદો સદૂગત ડૉ.ગ્રેગરી પોશેલ (અમેરિકા) અને એમની ટુકડી તથા રાજ્ય પુરાતત્ત્વખાતાના પુરાવિદ્દોમાં આ ગ્રંથ લેખક અને શ્રી વાય. એમ. ચિતલવાલા, શ્રી દિનકર મહેતા તેમજ સદૂગત શ્રી ધારસિહ બારોટ વગેરે હતાં. 12. કચ્છના ઉત્તર દિશામાં આવેલ મોટારણના ખડીરટાપુના ઉત્તર-પશ્ચિમે ધોળાવીરા ગામ આવેલું છે. એના એકાદ કિ.મી. દૂર કોટડા નામની હડપ્પન વસાહતનું આ સ્થળ છે. ચોમાસામાં પાણી ભરાઈ જતા એ બેટ બની જાય છે. આજે એ રણ હોય તો પણ એક મત અનુસાર આ રણપ્રદેશ ભૂભાગ પહેલાં દરિયાતળે ચાર મીટર હતો. જો આ સ્વીકારીએ તો ધોળાવીરા સિંધુસભ્યતાનું ધીકતું બંદર હોવાનું માનવું પડે. ઉખનનથી જાણવા મળ્યું છે, કે નગર ત્રણ ભાગે વહેંચાયેલું - (1) રાજમહેલગઢી વિસ્તાર (2) મધ્ય કે ઉપલું નગર અને (3) નીચલું નગર તમામની વિસ્તૃત વિગતો આપવી સ્થળસંકોચે શક્ય નથી. ટૂંકમાં હડપ્પીય નગરરચના, દુર્ગોની રચના, કિલ્લેબંધી, કલાકારીગરી, કોતરણીયુક્ત ખંભાવશેષો, જળસંગ્રહ અને પાણી નિકાલ આયોજન તેમજ એ માટે ખડકમાંથી કંડારેલ સ્થાપત્ય-એ વિશ્વનું સૌથી પ્રાચીન શૈલ-ઉત્કીર્ણ સ્થાપત્ય કહી શકાશે. આ અતિરિક્ત દુનિયાનું સૌથી પ્રાચીન સાઈનબોર્ડ અહીંથી મળ્યું છે. જે 10 અક્ષરોવાળુ-અક્ષરો 37 સે.મી. લંબાઈ 4 25 થી 27 સે.મી. પહોળાઈવાળા, અદ્યાપિ પર્વતના પ્રાપ્ત થયેલાં અક્ષરો કરતા સૌથી મોટી સાઈઝના છે. કમનસીબે સિંધુલિપિ હજુ વાંચી-ઉકેલી શકાઈ નથી. આથી સાઈનબોર્ડના લખાણની વિગતો તો હજુ વણઉકેલાઈ જ રહેશે. ધોળાવીરાની વિસ્તૃત વિગતો માટે જુઓ : R. S. Bisht, Dholavira Excavations : 1990-94 in Facets of Indian Civilization : Recent Perspective (Ed. J. P. Joshi, New Delhi, 1997 93. J. P. Joshi, Surkotada : A chronological Assessment, Purattattva No.7 pp.34-38, New Delhi, 1974 del 241: by the same author, Explorations in Kutch and Excavation at Surkotada and New light on Harappan Migration, Journal of Oriental Institute, Baroda Vol-22, No.2, pp.98-144, Vadodara-1972 14. R. S. Bisht, ઉપર્યુક્ત 15. એમ. ડી. વર્મા, શિકારપુર-ઉત્પનન : વિહંગાવલોકન, પથિક, વર્ષ-૪૦, અં.૧-૨-૩, ઓક્ટો-નવો-ડિસે, 1919, પૃ.૧૦ થી 15. 16. ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતા દ્વારા કુતાસી ઉત્પનન, પથિક-ઉપર્યુક્ત-પૃ.૯ 17. વાય. એમ. ચિતલવાલા, રોઝડી ઉત્પનન : એક સમીક્ષા, પથિક-ઉપર્યુક્ત અંક. પૃ. 6 થી 8 તથા જુઓ Possehl and Raval, Harappen Civilization and Rojdi, New Delhim 1989. 18. The National Institute of Oceanography, Goa And Government of Gujarat Gandhinagar ના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રના જામનગર મુકામે તા.૧૨ થી 14 ઓક્ટોબર ૧૯૮૭માં First Indian Conference on Marine Archaeology of Indian Ocean Countries બેઠક યોજાઈ ગઈ. જેમાં રાષ્ટ્રિય સંસ્થાનના સામુદ્રિક વિષયના તજ્જ્ઞો, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાના પુરાવિદો, આ લેખક તેમજ રાજય પુરાતત્ત્વ ખાતાના અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર સભાસદોને કાર્યક્રમ દરમ્યાન દ્વારકા બેટદ્વારકા લઈ જવામાં આવ્યા હતાં અને અહીં ચાલતા જલાન્ત પુરાતત્ત્વના દ્વારકા ઉત્પનન અંગે ડૉ.એસ.આર.રાવે વિશદ સમજ આપી હતી.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142