________________ 14 પ્રાચીન જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલી છે. જે હડપ્પા સંસ્કૃતિના વિવિધ સાંસ્કૃતિક તબક્કાની છે. રૂપેણ કચ્છના નાનારણમાં સમાઈ જાય છે. કચ્છની તમામ પરિપક્વ તબક્કાની વસાહતો સાગરકાંઠે કે નજદીકમાં સીમાન્ત આવેલી છે. આ બધા સ્થળોનો વિકાસ નિઃસંશય કાચામાલના પુરવઠા અને વ્યાપાર પર નિર્ભર હતો. નાગેશ્વર, લોથલ, કુંતાસી અને શિકારપુરના ઉત્પનનો આ વાતની પુષ્ટિ આપે છે. શહેરી કેન્દ્રો આસપાસ કે આજુબાજુના વિસ્તારો કાચામાલના પુરવઠા માટે હતાં. દૂરના અંતરે આવેલ શોર્ટમાઈએ લેપિસલાઝુલી માટે, બાબરકોટ સામુદ્રિક શંખલા અર્થે તો માન્ડા ઇમારતી લાકડાં કે કાષ્ટ અર્થે સંપર્કથી જોડાયેલાં હતાં. અદ્યાપિ પર્વતની શોધ અંગે સંક્ષિપ્તમાં કહીએ તો શરૂમાં મુંબઈ યુનિવર્સિટી, તત્કાલના દ્વિભાષી મુંબઈ રાજ્યના પુરાતત્ત્વખાતા તથા કેટલાંક વ્યક્તિગત પ્રયત્નોથી પુરાવસ્તુકીય તમામ કાર્યો થયાં હતાં. પછીથી હડપ્પા સંસ્કૃતિના અન્વેષણો-ઉત્પનનો ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતુ, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતુ, વડોદરાની મ.સ.વિશ્વવિદ્યાલયનો પ્રાચીન ઇતિહાસ અને પુરાવસ્તુવિદ્યા વિભાગ, ડેક્કન કોલેજ, પૂણે દ્વારા જ થયેલાં છે. તેમ છતાં અગાઉના સ્વાતંત્રોત્તર કાલ પહેલાંના વડોદરા રાજ્યના પુરાવસ્તુવિભાગ, ભાવનગર સંસ્થાન કે સૌરાષ્ટ્ર સરકારના પુરાતત્ત્વખાતાએ ઉલ્લેખનીય કાર્યો કરેલાં યુનિવર્સિટી સાથે, તેમજ પૂણેની ડેક્કન કોલેજ સાથે સંયુક્ત ઉપક્રમે કેટલાંક ઉત્પનનો હાથ ધરેલાં છે. જે તમામની યાદી સ્થળ સંકોચે આપી નથી. ગુજરાતના પુરાતત્ત્વમાં સિમાચિહ્નરૂપ એટલે સામુદ્રિક પુરાતત્વ કે જલાન્તપુરાતત્ત્વ-under water Archaeologyના મંડાણ. ગોવાની The National Institute of Oceanographyના એસ. આર. રાવે બેટદ્વારકા નજદીક હડપ્પા સંસ્કૃતિથી લઈ રોમન સંસ્કૃતિ સુધીના સમયકાલ ઇ.સ. પૂર્વ 1500 થી 1700 અને ઇસ્વીસનના બીજા શતક સુધીના પુરાવશેષો શોધી આપ્યા. આ અતિરિક્ત ઇ.સ. ૧૫૦૦ના સમયનો પાષાણનો કોટના ભગ્નાવશેષો પણ મહત્ત્વની ઉપલબ્ધી હતી.૧૮ ઉપરોક્ત નોંધપાત્ર કાય જોતાં સહેજે કહી શકાય કે મુંબઈ યુનિવર્સિટી અને એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરાને બાદ કરતાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ અને ભારતીય વિદ્યા અંગેની સંશોધન સંસ્થાઓએ આદ્ય ઐતિહાસિકકાલની અન્વેષણા-ઉત્પનનો જ નહીં, પણ પ્રાચીન વિરાસત-વારસા માટેની પુરાવસ્તુવિદ્યા (Archaeology) વિષય અંગે ઉદાસીનતા જ સેવી છે. પાદટીપ : 1. પ્રાગૈતિહાસ, આઘઐતિહાસ અને ઐતિહાસિક યુગની સંપૂર્ણ સમજ વાસ્તુ જુઓ: રવિ હજરનીસ, પુરાવસ્તુ અને કલા, અમદાવાદ, 2009, પૃ. 15 થી 38 પ્રાગૈતિહાસીકકાલીન વગડાના માનવચિત્રીત ગુફાચિત્રો એક મત અનુસાર લિપિના પૂર્વરૂપ કહી શકાશે. જુઓ : (સ) શેખ અને પંચાલ, લલિતકલાદર્શન, જ્ઞાન ગંગોત્રી સીરીઝ-ગ્રંથ-૨ દેશ્યકળા અંતર્ગત ગુલામ મહોમ્મદ શેખ લિખિત પ્રકરણ-ભારતીય પરંપરા, પૃ.૩