________________ આદ્યઐતિહાસિકકાલીન ગુજરાત 13 તેમજ ઉત્તરકાલીન તબક્કાના પ્રમાણો સહિત કિલ્લેબંધી અને સદર સ્થળ લશ્કરી થાણું હોવાનું સિદ્ધ કરી આપેલું. ધોળાવીરામાં 1990 થી 1997 સુધી રવીન્દ્રસિંહ બિસ્ત ઉત્પનન હાથ ધરેલું હતું. જેનાથી અનેક નવીન વસ્તુઓ પ્રકાશમાં આવી.૧૪ કચ્છના ઉત્તરે દેસલપર, પ્રબુમઠ અને સુરકોટડા કચ્છની પ્રાચીન ઉત્તરીય સામુદ્રિક સીમા દર્શાવે છે. તત્કાલે કચ્છનું મોટું રણ છીછરો દરિયો હોવાનો મત આગળ જણાવી ગયા છીએ. જો એને સત્ય ગણીએ તો જમીનમાર્ગ કરતાં સાગરપથે સિંધુધારકોનો પ્રવેશ વધુ સહેલો અનુકૂળ જણાય છે. આપણને એ તો જ્ઞાત છે કે મકરાણ (પાકિસ્તાન) નીચે સીધા જ કચ્છનો અખાત છે. જે પાર કરી પહોંચવું સિંધુસભ્યતાના વહેપારીવાહકો માટે નવાઈની વાત નહોતી. વળી હડપ્પનો તો સાહસિક દરિયાખેડુઓ હતાં, એ એમના દૂર પૂર્વના વહેપારથી સિદ્ધ થયેલું છે. આ માર્ગ અતિરિક્ત સિધાજ અરબી સાગર દ્વારા સૌરાષ્ટ્રના બંદરોથી ખંભાતના અખાત સુધીનો જળમાર્ગ પણ ઉપલબ્ધ હતો જ. અખાત નજદીક આવેલ લોથલ એ તો મહત્ત્વની બંદરીય વસાહત હોવાનું સિદ્ધ થઈ ચુક્યું છે. જે લોથલનો વહાણ લંગારવાનો ધક્કો પણ આ યાતાયાતને પુષ્ટિ આપે છે. લોથલની મુદ્રાઓ પૈકીની કેટલીક મુદ્રાઓ અને ઈરાનના અખાતની મુદ્રાઓનું સામ્ય સિંધુધારકોના સંપર્ક અને વહેપાર વ્યાપ બતાવે છે. તેમ છતાં, સિંધને લાગીને કચ્છનું રણ, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળગુજરાતની ભૂમિ વગેરેની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં જમીનમાર્ગે હડપ્પન પ્રવેશનો સંભવ પણ કાઢી નાંખવા જેવો નથી. આથી સિંધુસભ્યતા નિવાસીઓનો જળમાર્ગ પ્રવેશ કે ભૂમિપથથી આગમનના તથ્થાતથ્યમાં ન પડતાં બેય રસ્તે એમણે ક્રમે ક્રમે અનુકૂળ સંજોગો મુજબ ઉપયોગ કર્યો હોય એમ માનવું વધુ યોગ્ય જણાય છે. ધોળાવીરા પ્રાગૂ હડપ્પીય સંસ્કૃતિના પૂરાવાઓ પણ મળેલાં હોવાથી વળી એ વિશ્વની ચોથી કે પાંચમી ક્રમમાં આવતી મોટી હડપ્પન શહેરી વસાહત ગણાય છે. આથી અહીં એમનું આગમન થયું હોય. પબુમઠ અને દક્ષિણે સુરકોટડા અને શિકારપુરપનો વસવાટ અને પછી કચ્છનું નાનુરણ જોવા મળે છે. તો કુતાસી" (સૌરાષ્ટ્ર)નું દરિયાઈમાર્ગનું ધીકતું બંદર હોવાના પ્રમાણો પણ મળ્યા છે. તો બીજી તરફ મધ્યસૌરાષ્ટ્રની ભાદરકાંઠાની રોઝડી (શ્રીનાથગઢ) વસાહત આર્થિક રીતે ખૂબ સધ્ધર હોવાના પ્રમાણો પ્રાપ્ત થયેલાં છે. આ અતિરિક્ત જેનાં બારેમાસ પાણી મળી રહે, એ ભાદરના કાંઠે-મધ્યસૌરાષ્ટ્રમાં તરઘડા, વેગડી અને રંગપુર આવેલાં છે. તો દક્ષિણે લોથલ મહત્ત્વનું બંદર અને દક્ષિણે જ વેગડી અને રંગપુર આવેલાં છે. આમ દક્ષિણે લોથલ મહત્ત્વનું બંદર અને દક્ષિણ છેવાડે કિમકિનારે સીમાન્ત છાવણી ભગાતળાવ, નર્મદાઘાટીમાં મહેગામ અને તાપીનદી તટે માલવણ વગેરે હડપ્પા સંસ્કૃતિના અરબીસાગર પાસેના કેન્દ્રો હતાં. ઉપરોક્ત ચર્ચા બાદ ઉત્તરગુજરાતનું ચિત્ર જોઈએ. અહીં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ અને પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા 1986 અને ત્યારબાદ ૧૦૦થી વધુ સિંધુસભ્યતાના વસાહત સ્થળો શોધાયા. તમામ સ્થળો રૂપેણ, સરસ્વતી અને બનાસકાંઠે કે તેની નજદીકે આવેલા છે. જે હાલના સુરેન્દ્રનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા અંતર્ગત સમાવિષ્ટ છે. આ પૈકીની 36 જેટલી વસાહતો ઝુમખામાં રૂપેણ તટે, કચ્છના નાના રણની કોરે અને આગળ લખેલ બે