________________ 11 આધઐતિહાસિકકાલીન ગુજરાત છોડીને છેક મકરાણની નીચે દક્ષિણે કચ્છ-સૌરાષ્ટ્રમાં ઇ.સ.પૂર્વ ત્રીજી સહસ્ત્રાબ્દીમાં પ્રથમ કેમ આવ્યા. આ પસંદગીનું કારણ શું? એ તો આપણને જ્ઞાત છે, કે ગંગા-યમુનાના મેદાન પ્રદેશોમાં હડપ્પનોના વસવાટના પ્રમાણો પાછળના સમયના છે. આપણે જાણીએ છીએ કે હડપ્પનો ખૂબ સાહસિક અને સાગરખેડુઓ હતાં. દૂરપૂર્વના વહેપાર અર્થે કાચામાલનો પુરવઠો એ એમની પ્રાથમિક જરૂરીયાત હતી. તત્કાલે સિંધુખીણ વિસ્તાર અને મધ્યપૂર્વમાં અધકિંમતી પથ્થરોની માંગ ખૂબ હતી. આ અતિરિક્ત દરિયાઈ શંખલા રૂની પેદાશો અને ધનધાન્ય માટે ખેતી ઉત્પાદન વગેરે અગત્યના હતા. આ માટે સાહજિક અને સ્વાભાવિક રીતે ફળદ્રુપ એવો નદીઓનો પ્રદેશ આકર્ષણરૂપ હતો. અન્યથા પ્રાકૃતિક પરિબળો પણ એમને લાવવામાં કારણરૂપ હોઈ શકે. સિંધુસભ્યતાની કચ્છસૌરાષ્ટ્રની શરૂઆતની વસાહતો સાગરકાંઠે કે નજદીકમાં હોવા અંગે કોઈ શક નથી. જે આ અનુમાનને પુષ્ટિ આપે છે. સિંધુ સભ્યતા વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓ પૈકીની એક છે. જેના અદ્યાપિ પર્યંતના સંશોધનો નીચે મુજબનું ચિત્ર આપે છે. સિંધુ સભ્યતાનો ફેલાવો પૂર્વ-પશ્ચિમ 1600 કી.મી.નો હતો. એનો ઉત્તર દક્ષિણ વ્યાપ 1100 કી.મી.નો હતો. સુક્તાજનડોર બંદર એમનું પશ્ચિમ બાજુનું છાવણીરૂપ હતું. જે સિંધના દરિયાઈતટે આવેલાં મકરાણથી ઉત્તરે 50 કી.મી. દૂર ઇરાનની સરહદે આવેલું છે. તો યમુનાની પ્રશાખા હિન્ડોનકાંઠાનું આલમગીર પૂર્વીય કેન્દ્ર હતું. સિમલાની પહાડીઓની તળેટીમાં વસેલું રૂપર એમની ઉત્તરીય સીમા હતી. જ્યારે હડપ્પન સામ્રાજ્યની દક્ષિણ છેવાડે આવેલ ગુજરાતના ભરૂચ જિલ્લાના કિમતટ પરનું ભાગાતળાવ એ દક્ષિણબાજુની સીમા હતી. અત્યાર સુધીના શોધકાર્યથી એ જાણી શકાયું છે કે સિંધુસભ્યતા બે ભાગે ફેલાયેલી હતી. 1. બૃહદ્ સિંધ-પંજાબનો સિંધુખીણ વિસ્તાર અને ૨.સિંધુઘાટી બહારના પ્રદેશોમાં થયેલું હડપ્પન સંસ્કૃતિનું વિસ્તરણ. સિંધુ સભ્યતા શોધકાર્યની સંક્ષિપ્ત રૂપરેખાઃ સદ્ગત પી. પી. પંડ્યા ગુજરાત રાજય પુરાતત્ત્વખાતાના પ્રથમ નિયામક હતાં. એમનાં કાર્યકાલ દરમ્યાન આદ્ય-ઐતિહાસિકકાલના સ્થળોની શોધખોળનો સિલસિલો સૌરાષ્ટ્રથી શરુ કરાયો. જે ગુજરાતમાં યોજનાબદ્ધ સર્વેક્ષણનો પ્રારંભ હતો. રાજય પુરાતત્ત્વખાતાએ આ પછી મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરાના નવા શરૂ કરાયેલા પ્રાચીન ઇતિહાસ અને પુરાવસ્તુ વિભાગના સંયુક્ત સૌજન્યથી અમરા, લાખાબાવળ અને પ્રભાસપાટણ (સોમનાથ) જેવા સ્થળોએ ઉત્પનનો હાથ ધર્યા. આ પહેલાં ગુજરાતની પહેલી હડપ્પીય વસાહત રંગપુરની શોધ થઈ ચૂકી હતી. સદર સ્થળ પૂર્વ લીંમડી સંસ્થાન અને આજના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. અહીં ૧૯૩૪-૩૫માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણખાતા દ્વારા એ પછી મુંબઈ વિશ્વવિદ્યાલય અને ૧૯૪૭માં ડેક્કન કોલેજે ઉત્પનન કાર્યો હાથ ધર્યા હતાં. ૧૯૫૪માં સિંધુ સભ્યતાનો દક્ષિણ બાજુનો વિસ્તાર જોવાના આશયથી અન્વેષણ હાથ ધરાયું.