________________ આદ્યઐતિહાસિકકાલીન ગુજરાત ઉપરોક્ત અ થી ઉના તર્ક કે ધારણાઓ હવે સ્વીકારવામાં આવતી નથી. જેમકે : (અ) સભ્યતાનો અર્થ ગ્રામ્ય સંસ્કૃતિમાંથી નાગરી-શહેરીકરણ તરફ જવાની પ્રક્રિયા. આ અનુસંધાને પાકિસ્તાનના સિંધમાં કોટદીજી, આમરી, સરાહીયખોલા અને જલિલપુર તેમજ ભારતમાં કાલિબંગન, બાનાવાળી અને ધોળાવીરા જેવી હરપ્પન વસાહતોસ્થળોએથી પ્રાગૃહડપ્પીય સંસ્કૃતિઓ પણ મળી છે. ગુજરાતમાં પણ હડપ્પનોના આગમન પૂર્વે કચ્છ-સૌરાષ્ટ્રમાં પ્રા-હડપ્પીય વસાહતોના પ્રમાણો મળ્યાં છે. ભારતીય ઉપખંડે જોઈએ તો પાકિસ્તાનમાં બલુચિસ્તાન અંતર્ગત મહેરગઢ વસાહતે ઇસાપૂર્વ ૭,૦OOના સમયમાં નવ-પાષાણકાલીન પ્રાથમિક સંસ્કૃતિના લોકો વસવાટ કરતાં હતાં. આ જ રીતે સૌરાષ્ટ્રમાં નગવાડા, પાદરી અને પ્રભાસપાટણ (સોમનાથ) જેવા સ્થળો પ્રાગૂ હડપ્પીય સંસ્કૃતિના એંધાણ આપે છે. રોઝડી અને લોથલમાં હડપ્પીઓના નીચલા સ્તરે લાલ અબરખી વાસણ વાપરનારા લોકોનું અસ્તિત્વ મૌજુદ હતું. આથી સાબીત થાય છે કે, સિંધુ સભ્યતા પશ્ચિમ એશિયાથી આવી કે પછી શહેરીકરણ વિચાર સુમેરથી આવ્યાની વાત વજુદ વગરની છે. મતલબ કે એ પશ્ચિમની પૂર્વગ્રહમુક્ત માન્યતા હવે સ્વીકાર્ય નથી. (બ) સિંધુ સભ્યતા પહેલાં બે નગરોની સંસ્કૃતિ કહેવાતી હતી. કારણ તત્કાલે માત્ર મોહેંજો દરો અને હડપ્પાની જ શોધ થઈ હતી. પરંતુ સમય જતાં અન્ય નગર-સંસ્કૃતિના સ્થળો મળી આવ્યાં હતાં. હવે સિંધુ સભ્યતાના ઉક્ત બે શહેરો અતિરિક્ત લોથલ, ધોળાવીરા, રાખીગઢી, અને ગનવેરીવાલા જેવા અન્ય નગરોની શોધ થઈ ચૂકી હતી. વિશાળ વસાહતીય શોધખોળથી આ સંસ્કૃતિના વિસ્તૃત આર્થિક ફલક અંગે જાણમાં આવ્યું. જેથી આજે ઉક્ત બે નગરના આર્થિક ઢાંચા પર જ આર્થિક વ્યવહારો નિર્ભર હોવાની વાત અસ્વીકાર્ય બની ગઈ છે. (ક) આ જ પ્રમાણે સિંધુસભ્યતા નવા આવિષ્કાર રહિત અને 1,000 વર્ષ પર્યત સ્થિતિપ્રજ્ઞ રહી હોવાની વાત પણ માની શકાય નહીં. કારણ હવે તો પ્રા-હડપ્પન, પરિપક્વ હડપ્પન, ઉત્તરકાલીન હડપ્પન અને અનુહડપ્પન સ્થળોની શોધ આગળ એ માન્યતા ટકી શકે નહીં. (ડ) અગાઉનો તર્ક હતો કે આ સભ્યતાનો નાશ મહાપુરથી કે પછી આર્યોએ કર્યો હોવાની વાત પણ હવે અપ્રસ્તુત છે. કોઈપણ પ્રમાણો કે પૂરાવા સિવાયનો સભ્યતાનો નાટકીય અંત માની લેવો એ ચૂક છે. કોઈપણ સંસ્કૃતિનો ઉદ્ગમ, એનો વિકાસ, વિસ્તરણ અને અંતે હૂાસ-વિલય એ તો સતત પરિવર્તન પામતી એવી પરિવર્તીત પ્રક્રિયા છે અને આમ કુદરતી રીતે જ સિંધુ સંસ્કૃતિ ઉદ્ગમ પામીને વિકાસની ટોચે પહોંચી જઈને વિસ્તરણ પામતી ગઈ અને એ રીતે એ લય તરફ ઘસાતી ખેંચાતી પરિવર્તીત થઈ વિલીન પામી.