________________ પ્રાચીન સિંધપ્રાન્તના બારખાના જિલ્લામાં મોહેંજોડરો જેવા વિશ્વવિખ્યાત નગરસંસ્કૃતિવાળા સિંધુસભ્યતાના સ્થળોની શોધ થઈ ચૂકી હતી. એટલું જ નહીં પણ મોહંજોગરોમાં ખનનકાર્ય 1922-1927 દરમ્યાન જ્યોન માર્શલે અને પછી મેકેએ હાથ ધરેલું હતું. તો 1920-21 અને ૧૯૩૩-૩૪માં હડપ્પામાં માઘોસ્વરૂપવસે ખોદકામકાર્ય કરેલું હતું. બન્ને સ્થળો આઝાદી બાદ પાકિસ્તાનને ફાળે ગયા, એ પહેલા ઉક્ત સંશોધન થઈ ચુક્યું હતું. ઉક્ત ઉત્પનનો સ્તરબદ્ધ નહોતાં છતાં એનાથી એ સિદ્ધ થઈ ગયું કે બન્ને નગરસંસ્કૃતિવાળા સ્થળો પ્રાચીન સુમેર અને મિસરના નગરથી વધુ વિશાળ તત્કાલીન વખતના અત્યંત આધુનિક અને વૈવિધ્યસભર નગર હતાં. પુરાવિદોના મત અનુસાર મોહેંજોડરોની જનવસ્તી 35,000 થી 40,000 જેટલી હતી. બન્ને વસાહતોમાં 90 અંશે કાપતા ધોરીમાર્ગ, ઢાંકેલી વ્યવસ્થિત ગટરોનું આયોજન જેમાં અંતરે અંતરે ઉપર મુકેલા ઢાંકણા. આજની જેમ આધુનિક શહેરોની ગટર વ્યવસ્થા જેવા હતાં. અનાજ માટેના ગોદામ, જાહેર સ્નાનાગાર તેમજ ચોપાટકાર નગર રચનાવાળી આ વસાહતો બેજોડ હતી. મોહેજોડો અને હડપ્પા વચ્ચે 550 કી.મી.નું અંતર છે. તેમ છતાં એક જ સંસ્કૃતિનો પ્રસાર-વ્યાપ અને અંતે હૃાસ તમામ બાબતોની વિચારણા હવે જગત માટે અત્યંત આવશ્યક જરૂરીયાત બની રહી. જે માટે ખાસ શોધકાર્યની આવશ્યકતા હતી. ભારતીય પુરાવિદ્દોએ આથી દેશના સિમાડામાં પ્રાક, સમકાલીન અને અનુકાલીન સિંધુસભ્યતાના સ્થળોનું ખોજઅભિયાન યોજનામાં ગુજરાતથી શરૂઆત કરી. શોધકાર્યની વિગતો પહેલાં અગાઉના સિંધુ સભ્યતા અંગેની માન્યતાઓના તર્ક જોવા જરૂરી છે. આ નિકર્ષ કે તથ્થાતથ્યનો આજે તો સ્વીકાર કરવામાં આવતો નથી" જેમકે : (અ) સર મોર્ટિમર વ્હીલર માનતા કે સિંધુ સંસ્કૃતિ પશ્ચિમ એશિયાના સુમેરથી શહેરીકરણ Urbanizationનો વિચાર લાવી. આથી શહેરીકરણનો વિચાર બહારી કલ્પના છે. (બ) સિંધુ સભ્યતાના મોહેંજોડો અને હડપ્પા-બે નગરો આધીન કે તેમને કેન્દ્રસ્થાને રાખી આર્થિક વ્યવહારો થતાં મતલબ કે આ બે નગરો પર અર્થકારણ નિર્ભર હતું. (ક) એક હજાર વર્ષ પર્યત સિંધુ સભ્યતા નવા આવિષ્કાર રહિત-સ્થિતિ પ્રજ્ઞતાયુક્ત રહી. (ડ) ઈન્દ્રને ઋગ્વદમાં પુરંદર સંબોધન છે. આનો આધાર આપી વહીલર આર્યોને સિંધુ સભ્યતાના વિધ્વંસક નાશ કરનાર કહે છે. શાબ્દિક અર્થે પુરંદર શહેર-કિલ્લાનો વિનાશ કરનાર થાય છે. આ અતિરિક્ત મહાપુર પણ સંભવતઃ એક વિનાશનું કારણ મનાતું. (ઇ) સિંધુ સભ્યતા ઇસાપૂર્વ 2350 થી 1500 સુધીનો સમયગાળો ધરાવતી હોવાની માન્યતા. (ઉ) સિંધત્યાગ પછી, હડપ્પનોએ એક સાથે જ કચ્છ-સૌરાષ્ટ્ર બાજુ હિજરત કરી અને સ્થળાંતરીત વિસ્તારો એ કારણે વિસ્તરણ પામ્યા અને એમાંથી નાની નાની વસાહતોનો ઉદય થયો.