________________ 2. આદ્ય-ઐતિહાસિકકાલીન ગુજરાત જે સમયકાલથી લિખિત સ્વરૂપનું લખાણ મળે એ સમયથી ઇતિહાસ (ઇતિ+હ+આસ) શબ્દ વપરાય છે. આપણે જાણીએ છીએ કે માનવ અતીતનો શરૂઆતનો સમયપટ નિરક્ષરતાલ છે. એ લાંબો અને વિસ્તૃત હોવાથી એને પ્રાગૈતિહાસિક યુગની સંજ્ઞા મળેલી છે. આ પછીનો સમય આદ્યઐતિહાસિક કાલ કહેવાય છે. એ અંતર્ગત સિંધુ સભ્યતા, એ અતિરિક્ત અન્ય તામ્રાશ્મકાલીન પ્રાફ અને સમકાલીન તેમજ અનુકાલીન સંસ્કૃતિઓ, વેદકાલીન શ્રુતિસાહિત્ય સમય વગેરેનો સમાવેશ થાય છે. તો ઇસ્વીસન પૂર્વ છઠ્ઠી શતાબ્દીથી ઐતિહાસિક કાલની શરૂઆત થાય છે.' સિંધુસભ્યતાના સમયથી આપણને એટલે કે સૌથી પ્રાચીન પાંચ હજાર વર્ષ પૂર્વેના લિખિત નમૂનાઓ મળે છે. હડપ્પન મુદ્રાઓ અને મૃત્પાત્રો પર સિંધુલિપિમાં લખાણ મળે છે. આ લિપિ ભાવાત્મક અને ચિત્રાત્મક હોવાનું માનવામાં આવે છે. અદ્યાપિ પર્વતના સંશોધનથી સમજાયું છે, કે લિપિના 288 ચિહ્નો છે. જેમાં પ્રાણીઓ અને રોપાઓના સંખ્યાબંધ ચિત્રો છે. જે સાંકેતિક હોવાનું પણ કહેવાય છે. પ્રાચીન મિસર-મિશ્ર (હાલનું ઇજીપ્ત)ની જેમ આપણને કોઈ સહાયરૂપ દ્વિભાષી લેખ મળેલો નથી. આથી હજુ સુધી તો સિંધુલિપિ ઉકેલવાના કોઈપણ દાવા વિશ્વસ્તરે માન્ય નથી થયાં. મતલબ કે અદ્યાપિ સિંધુલિપિ ઉકેલવાની અસમર્થતા જ ગણાય છે. આ પરિસ્થિતિમાં લેખિત પ્રમાણો હોવા છતાં, આ સમયગાળાને આદ્ય-ઐતિહાસિક કાલમાં જ મૂકવામાં આવે છે. આ કાલની સીમાચિહ્નરૂપી શોધ એટલે ધાતૂની શોધ છે. આથી આ સમયકાલે અગાઉના પ્રાગૈતિહાસિકયુગના અશ્મ નિર્મિત ઓજારો સાથે તામ્ર-કાંસ્યમાંથી ઘડાયેલા હથિયારોનો વપરાશમાં ઉમેરો થયો. નવીન ધાતુશોધથી આ સમયકાલને તામ્રાશ્મકાલ (chalcolithic Age) પણ કહેવામાં આવે છે. ઋગ્વદનું શ્રતિસાહિત્ય મૌખીક પરંપરામાં છે. એ લિપિબદ્ધ નથી. એમાં સમયકાલ પણ સહસ્ત્રોથી મપાય છે. એટલે કે નિશ્ચિતકાલ નિર્દેશ નથી. આ કારણોસર વેદકાલીન સંસ્કૃતિ સમયને પણ આદ્ય-ઐતિહાસિક કાલમાં જ સમાવિષ્ટ કરાય છે. આટલી સંક્ષિપ્ત ચર્ચા પછી સિંધુસંસ્કૃતિ શોધ અને એ અંગેના સંશોધન અંગે જોઈએ. એ તો સર્વેને જ્ઞાત છે કે આઝાદી પહેલાં ભારત અખંડ હતું અને સ્વતંત્રતા મળ્યા બાદ એના ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર દેશ બન્યાં. તત્કાલે પંજાબ પ્રાન્તના મોન્ટગોમરી જિલ્લામાં હડપ્પા અને