________________ શિકારી રંગોત્સવ સંગીતની સંક્ષિપ્ત વિગતો બાદ, ટૂંકમાં રંગભૂમિ કે થિયેટરની વિગતો જોઈએ. અંગ્રેજી શબ્દ થિયેટર શાબ્દિક અર્થે નાટકશાળા, નાટ્યગૃહ, રંગભૂમિ, વ્યાખ્યાનખંડ કે શસ્ત્રક્રિયા થાય. વળી ધી (The) પ્રત્યય લગાડતાં યુદ્ધ કે સંઘર્ષની જગ્યા અર્થ પણ થાય છે. આ રીતે ચિત્રીત ગુહાશ્રયો પાસેના સ્થળો પ્રાકૃતીક મુક્તકાશી શિકારી સભ્યતાના રંગોત્સવ સ્થળોને સૌથી પ્રાચીન રંગભૂમિ સ્થળો ગણવામાં હરકત નથી. મધ્યાંતરયુગના ભારતીય શૈલચિત્રોમાં પશુચિત્રણ વાસ્તવિક્તાની સમીપ આકર્ષક રીતે થયું છે. આ પૈકી ઉત્તર ભારતમાં બાયસન, ગજરાજ, બારસીંગા, ગેંડો, કાળિયાર-હરણ વગેરેનું બાહ્યરેખાંકનથી અને એક્સ રે ભાતથી થયું છે.૧૬ જળમાં ક્રીડા કરતો પાડો, હાથી અને બાયસનના સમકાલીન ડ્રોંઈગ દક્ષિણના શૈલાશ્રય ચિત્રોમાં પણ મળ્યાં છે. આ તમામમાં નોંધનીય અદૂભૂત પ્રચંડકદ ધરાવતાં મત્સ્ય, કુર્મ અને વરાહ છે. આ પરથી સમજાય છે કે વૈદિકકાલના મત્સ્ય, કર્મ અને વરાહ અવતારના મૂળ તો મધ્યાંતરયુગમાં પડેલાં છે.૧૮ તે સમયે પશુઆલેખન આબેહુબ વાસ્તવિકતા નજદીક હોય, તો પણ માનવ નાનાકદમાં, એ અત્યંત તકલાદીપણે પ્રાણીને ભાલો મારતો દેખાય છે. આવા ભંગૂર પુરુષાકાર સામે નારી નિરૂપણ એકદમ સ્પષ્ટ સ્થિર દેહાકૃતીમાં કરેલું છે. 21 શરૂઆતમાં તો માનવને લાકડી જેવા આકારે બતાવેલો છે. (જુઓ ચિત્ર-૩) કોઈ ચોક્કસ સમયકાલે પશુ અને સ્ત્રી દેહો ભારેખમ દેહવાળાં બતાવવાની ચાલ શરૂ થઈ અને ત્યારથી જ દેહાકૃતીઓને અલંકૃત કરવાનું શરૂ થયું. અને સમય જતાં સ્ત્રી શરીરે ભાત (design) દોરવાનું પ્રચલીત થયું. આ તમામ મધ્યાંતરયુગની લાક્ષણિકતા કહી શકાશે. પણ આ કાલના પશુચિત્રણની જેમ માનવ આકૃતિઓ ક્યારેય એક્સ રે શૈલીમાં બતાવી નથી. એનો મતલબ કે ચોરસ નારીદેહે મથેના કોઈ અંગ-ઉપાંગો બતાવેલા નથી. આ તમામ ચિત્રણ માનવજીવની કહી જાય છે. શરૂઆતમાં સ્ત્રી-પુરુષ નગ્ન છે. પછીથી એ અલંકૃત કરવાનું શરૂ થયું અને નૃત્યને અનુરૂપ પોષાક, છેક કુષાણકાલથી જોવા મળે છે.૨૩ નૃત્ય સંદર્ભે ઉત્તર ઓસ્ટ્રેલિયાના મિમિશેલચિત્રોનો ઉલ્લેખ જરૂરી છે. માન્યતા અનુસાર આદિવાસીઓ આ ચિત્રોમાં પૂર્વજોની છબીને નિહાળે છે. જે એમની માન્યતા મુજબ પૂર્વજપૂજા, આત્મા ઉપાસના કે ભૂત આરાધના હોઈ શકે. 24 આ બાબતે ભારતીય શૈલચિત્રોના સંદર્ભે વાકણકરના મત અનુસાર પૂર્વજો આત્મા કે ભૂત માન્યતા મુજબ શિકાર માટેના પશુ સંસ્કારવિધિઓ પારંપારિક રહેતી અને તેમાં ભૂવો (wizard) સર્વોચ્ચ દોરવણી આપનાર રહેતો. (જુઓ ચિત્ર-૪) સમૂહ આખેટ નૃત્યોમાં પ્રચંડકદના પશુ મળે છે. જે પૂજનવિધિ માટે કે શિકારનો ભય ઓછો કરતા હોય તેમ લાગે છે. એકલ દોકલ માનવની ભય ઊભો કરતી માનસિકતા દૂર કરી જોમ પ્રેરતી શિકારી પાર્ટીની કોઈ ટ્રેનીંગ કેમ્પ ઉજવણી પણ કહી શકાય. ભયાવહ મંત્રગાન-સંગીત સાથેના જોશીલા નૃત્યો સંદર્ભે અત્યારના આદિવાસી ડાંગીનાચનો ઉલ્લેખ જરૂરી છે. 24 જેમાં યુવા-યુવતીઓ અને અન્ય નૃત્યકારો ગાય છે “અમને તાલ–રા, અને જોશમાં ઝુમવા-નાચવા દો, અને થાકી ના જઈએ માટે સાથે