________________ પ્રાચીન અતિરિક્ત પુરાવશેષો, કલાના નમૂનાઓ અને ગુફાચિત્રો વગેરે અભ્યાસ અર્થે પુરાવસ્તુનો ઉબંરો ઓળંગીને કલાના ઇતિહાસક્ષેત્રે પ્રવેશ પામી ચૂક્યાં છે." ભારતીય ગુહાચિત્રો સ્પેનના અલ્લામીરા, ફ્રાન્સના લેચ્છોશ કે આફ્રીકાના બુશમેન ચિત્રોથી વધુ પ્રાચીન, સમકાલીન, કે વિશાળકાય ના હોય તો પણ એ આદિજીવનીનું પ્રતિબિંબ છે. એના પારંપારિક, ધાર્મિક અને રોજબરોજના રીતરીવાજોનું અત્યંત ગતિમય કથનીનું ખળખળ વહેતું ઝરણું છે. વિશાળ ગિરીકંદરાઓ મધ્યેની આશ્રયસ્થાનરૂપ ગુહાઓ, આસપાસની ગાઢ અરણ્યની ઝાડી-વનસ્પતિ, શસ્ત્રો અને સૌથી અગત્યનું એટલે તત્કાલનું પશુજગત વગેરે આ પ્રાગૈતિહાસિક કલાકાર ને ખરબચડા પાષાણના કેનવાસે ઉતારવા પ્રેરણારૂપ હતાં. શરૂઆતમાં ચિત્રો દોરવા વનસ્પતિ રસ, માટી અને ચરબીનો ઉપયોગ થયો હતો. સમય જતાં કુદરતી ખનીજમાંથી કળીચૂનામાંથી મેળવાયેલો લાલ, ભૂરો, કાળો, શ્વેત અને પીળારંગનો વપરાશ થયો હતો. ખડકચિત્રોમાં રંગ જે તે સમયકાલની શૈલી પર નિર્ભર છે. ખનીજને પાવડર રંગ બનાવી પાણીમાં જરૂર મુજબ ભેળવી દેવાતો અને કુછડા જેવી પીંછીથી તેમજ જરૂર પડે અંગૂઠા સમીપની આંગળીથી ચિત્ર આલેખન થતું. વાકણકરે શૈલીઓ આધારે શૈલચિત્રોને વિભાજીત કર્યા છે. તે તમામ વિવરણ અસ્થાને છે. પરતુ ટુંકમાં એ અંતર્ગત ત્રીજી શૈલીમાં માનવ ચિત્રણ છે. જે પશુ આખેટ, નૃત્ય કે અન્ય સંઘર્ષ કે યુદ્ધ દશ્યોમાં બતાવ્યો છે. જે અંતર્ગત પંચમઢીમાં સફેદ કળીચૂનામાંથી અને આજ સ્થળે વપરાયેલ કાળો અને જાંબલી રંગ મેગ્નેશીયમ ઑક્સાઈડમાંથી બનાવાયા છે. ભીમબેઠકાની ચિત્ર વિથિકાઓમાનો લાલ, પીળો, નારંગી કે ભૂખરો રંગ લોહયુક્ત ગઠ્ઠામાંથી નિર્માણ થયેલો છે. 10 ગુજરાતના તરસંગમાંથી જયાં ચિત્રોને આલેખવામાં આવતા એ જગ્યાએ ગુહાશ્રયની ગોળ-ખાડા જેવી પૃષ્ઠભાગની સપાટી પર રંગબુન્દોના કણ પ્રાપ્ત થયા છે. લાલરંગના શેષ બુન્દો અને ચિત્રનો ગેરુરંગ એક જ હોવાનું સિદ્ધ થયેલું છે. જે તત્કાલીન મધ્યાંતરકાલીન રંગ ઉદ્યોગના પ્રમાણ આપે છે. સૌથી પ્રાચીન ભારતીય ગુફાચિત્રો પ્રાગૈતિહાસીકયુગના મધ્યાંતરકાલના છે. જેનો સમયકાલ ઇ.સ.પૂર્વ 5,000 થી ઈ.સ.પૂર્વ 2,000 આંકવામાં આવેલો છે. આ પારંપારિક ચિત્ર નિર્માણ પ્રવૃત્તિ પછીથી નવાશ્મકાલમાં, તામ્રામકાલમાં, ઐતિહાસિકકાલમાં, મધ્યયુગે કે આધુનિકકાલે પણ ચાલુ રહી હતી. ગુફાચિત્રોના બધા વિષયોમાં શિરમોર તો એનાં નાચ-ગાન દૃશ્યો કહી શકાય જે થતાં હશે ત્યારે કોઈક પ્રકારની આદાનપ્રદાન માટેની બોલી અસ્તિત્વમાં હોવી જોઈએ અને નિઃસંદેહ વાદ્ય-સંગીત અને મંત્રબોલીના સથવારે જોશીલા ભયાવહ આપેટનૃત્યો થતાં હોવા જોઈએ. સૃષ્ટિ રચના સાથે સંગીતનો ઉગમ છે.૧૨ ગાયન-વાદન સાથેનો નૃત્યનો સમાહાર એટલે સંગીત. સંગીત રત્નાકરની પરિભાષા અનુસાર જીત વાદ્ય તથા નૃત્યં યં સંગીતપુરાતે " અર્થાત્ જેમાં ગીત, વાદ્ય અને નૃત્ય સમન્વિત હોય એ સંગીત.૩ આપણા આખેટનૃત્યો આજની આ પરિભાષા મુજબ યથાર્થ ઠરે છે. સંગીતકલાનો હેતુ નાદબ્રહ્મની આરાધના છે. નાદથી, બ્રહ્મને અનંતને પ્રાપ્ત કરવાનો અને પ્રાપ્તિ પછી વ્યક્ત કરવાનો આશય છે. ઋગ્વદનું શ્રુતિ સાહિત્ય મૌખિક પરંપરામાં છે. 15