________________ પ્રાચીન મહુડો પીવા દો.”૨૭ જે પરથી આ લેખકને લાગે છે કે તત્કાલીન શિકારી સભ્યતાના તમામ જોશીલા નૃત્યો ચોક્કસ પણે મદિરા સેવન કે નશાની હાલતમાં થતાં હોવા જોઈએ. જેથી થાક ના લાગે. ભારતીય ગુફાચિત્રોમાં સૌથી વધુ પ્રમાણમાં અને વારંવાર ચિતરેલા નાચ દશ્યો ઉત્તરીય કર્ણાટકના ગંગાવરી હોસ્પેટ ક્ષેત્રે જોવા મળ્યાં છે. જે સ્થળ મહત્ત્વનું હોવાના પ્રમાણ આપે છે. સિમલા ટેકરી ભોપાલ, સીંગનપુર, મોદી અને ભીમબેઠકાના તમામ સમયકાલમાં નૃત્યચિત્રોના આલેખન છે. પરંતુ બધામાં પંચમઢીના આખેટ નૃત્યનું નવાસમકાલીન ચિત્ર અગત્યનું છે. કારણ અહીં પ્રથમવાર મધ્યાંતરકાલ પછીના અને નવાસમકાલના ફેરફારવાળા માનવઆકારો દૃષ્ટિગોચર થાય છે. 28 અગાઉના લાકડી - Stick like માનવના પ્રશિષ્ટશૈલીવાળા આકારો કે સ્થિર સ્ત્રી દેહાકૃતિઓ ને બદલે હવે ત્રિકોણાકાર કે ત્રણખૂણિયાવાળા મનુષ્યઆકારો દેખા દે છે. તો ત્યારબાદના તામ્રાશ્મયુગીન શૈલાશ્રયચિત્રોમાં સ્ત્રીનું ચિત્રણ ભાગ્યે જ જોવા મળે છે. (જુઓ ચિત્ર-૧) અંતમાં પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ સીમા પ્રાન્તના ગંડવ સ્થળે ચિત્રીત એકચિત્ર બહુ ચર્ચિત છે. વિદ્વાનો અને સ્ત્રી અપહરણનું દૃશ્ય ગણે છે. (જુઓ ચિત્ર-૭) જે અંતર્ગત યુગલ હોઈ, યુવતીએ ઘાઘરો અને શિરે ત્રાસી લાંબી ટોપી જેવી અસાધારણ પોષાકમાં બતાવી છે. તો પુરુષે પણ ઝભ્ભો? અને મહિલા જેવી જ ટોપી કે ટોપ ધારણ કરેલો છે. વિશેષમાં પુરુષની બે ભૂજાઓ પૈકી ડાબોકર સ્ત્રીની કટિ પર છે. તો જમણો હસ્ત કોણીથી વાળી ઉર્ધ્વ તરફ સમતોલન અર્થે લીધો છે. મતલબ કે આ નૃત્ય અનુરૂપ પરિસ્થિતિ છે. જ્યારે યુવતીના બેય હાથ પણ નૃત્યતાલ અનુરૂપ દેખાય છે. જે સ્પષ્ટ રીતે તત્કાલીનનું કોઈ યુગલ નૃત્યનો પ્રકાર હોઈ, એ ઇ.સ. પૂ. પ્રથમ શતાબ્દીના સમયનું મનાય છે. 29 સમાપનમાં આખેટનૃત્યોમાં કે ભૂવાનાચમાં મધ્યાંતરકાલે (Mesolithic Age) દેખાતા શસ્ત્રોની વાત કરીએ તો તત્કાલના ધતૂષ્યબાણ ભાલો અને કુહાડી સ્પષ્ટ રીતે જુદા તરી આવે છે. તીર-કમાનમાં તીરનાં શરાં કે ટોચ નીચે તરફ Upside down ચિત્રીત હોય છે. (જુઓ ચિત્ર-૪ અને 6) આ પ્રકાર નવાગ્યકાલ અને પછી જોવા મળતો નથી. તામ્રામકાલીન અને ઐતિહાસિકકાળના ચિત્રોમાં શૈલીભેદ મુશ્કેલ હોય તો પણ ઘણા બૌદ્ધ પ્રતીકો ચિત્રોમાં સુસ્પષ્ટ છે. સમગ્ર શૈલચિત્ર પરંપરાનો ઇતિહાસ જોતાં સમજાય છે કે પ્રભાવશીલ પરંપરા મુખ્ય પ્રવાહ છે અને સમયે સમયે અન્ય સાંસ્કૃતિક ઘટકો એ પ્રવાહે સમન્વિત થતાં રહે સામ્યતા અને વિસંગવાદિતા સાથે અને પ્રાગૈતિહાસકથી માડી પરંપરા છેક સુધી પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે. જેના અનુસંધાન તો, છેક આજના આદિવાસી નાચમાં પણ દેખાય છે. જે પરથી લાગે છે કે પ્રાગૈતિહાસિક નૃત્યકલાકારો અને નાટ્યકલાકારો એ આજના આદિમ સંસ્કૃતિઓના પૂર્વજો હોઈ શકે છે. અંતમાં આ જોશીલા નાચગાન સંશોધન, સર્વેક્ષણ અને ઉત્પનન અત્યંત આવશ્યક છે. તેમ છતાં કહી શકાય કે અગ્નિની પરિકમ્મારૂપે થતા નાચ કોઈ ધાર્મિક સંસ્કાર વિધિ બતાવે છે અને એ જાતિની જનમંડળીઓ કે જે તે સ્થળે અસ્થાયી વિચરતી ટોળકીઓ દ્વારા થતાં હોય. વાઘોમાં પાવો કે લાકડા નળી જેવું ફૂંકણીયું (pies) અને શૃંગી-શિંગડુ ફૂંકતા હોય. (જુઓ ચિત્ર-૫) આ અતિરિક્ત ગુફા કે શૈલાશ્રય