________________
વ્રતરસ્થાપનાવતુક/ સંકલના
(૮) “વિચાર” – વળી સાધુએ પોતે ગ્રહણ કરેલ વ્રતોના પાલન માટે અત્યંત ઉપયોગપૂર્વક અર્થપદની વિચારણા કરવી જોઈએ. સંયમજીવનમાં અનાભોગાદિથી પણ સેવાતા સૂક્ષ્મ અતિચારો અનિષ્ટ કેમ કરે છે? અને તે સેવાયેલા અતિચારોનું સમ્ય વિધિપૂર્વક શોધન કરવામાં ન આવે તો ઘણા અતિચારોવાળા વર્તમાનના સાધુઓનું ચારિત્ર મોક્ષનું કારણ ન બને. તેમ જ સૂક્ષ્મ પણ અતિચાર વિપાકમાં અતિરૌદ્ર છે, તેથી સાધુએ અતિચારોની આલોચનામાત્રથી નહીં, પરંતુ સંવેગપૂર્વકની આલોચનાથી શુદ્ધિ કરવી જોઈએ, અન્યથા ઘણા અતિચારોથી દૂષિત થયેલું ચારિત્ર પણ નરકાદિપાતનું કારણ બને છે, ઇત્યાદિનું અનેક યુક્તિઓથી સ્પષ્ટીકરણ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત દ્વારમાં સંયમના વિચાર’ નામના આઠમા ઉપાયમાં કરેલ છે.
(૯) “ભાવના” – પૂર્વમાં વર્ણવેલ વ્રતપાલનના સર્વ ઉપાયોનું અવલંબન લઈને સંયમના યોગોમાં પ્રવર્તતા પણ સાધુને ક્યારેક કર્મદોષને કારણે સ્ત્રી આદિ વિષયક રાગાદિ થવાનો સંભવ રહે છે. તેથી સાધુએ તે રાગાદિ ભાવોનું ઉમૂલન કરવા અર્થે ભાવના ભાવવી જોઈએ, અથવા શાસ્ત્રમાં સાધુને આ પ્રકારની ભાવના કરવાની વિધિ બતાવેલ છે, તેથી પણ સાધુએ ભાવનાનું અવલંબન લઈને પોતાના આત્માને અત્યંત ભાવિત કરવો જોઈએ. તેથી જે-જે વિષયમાં સાધુને રાગ-દ્વેષાદિ ભાવો થતા હોય, તે દરેક વિષયક પ્રતિપક્ષ ભાવન કરવા માટેનાં કયાં સ્થાનો છે ? તેનું વિસ્તારથી વર્ણન ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના ભાવના” નામના નવમા ઉપાયમાં કરેલ છે. જે સાધુ તે વર્ણન મુજબ ભાવનામાં ઉદ્યમ કરે છે, તેઓનો સંયમનો પરિણામ સ્થિર-સ્થિરતર થાય છે, અને ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે. માટે સાધુએ અત્યંત સંવેગપૂર્વક શાસ્ત્રવિધિ અનુસાર ભાવના કરવી જોઈએ, જેથી ક્લિષ્ટ કર્મોનો ક્ષય થાય અને સંયમની શુદ્ધિ વધે.
(૧૦) વિહાર' – સાધુએ સર્વત્ર અપ્રતિબદ્ધ થઈને નવકલ્પી વિહાર કરવો જોઈએ. ક્યારેક કોઈક કારણે સાધુ દ્રવ્યથી નિયતવાસ કરે તો પણ ભાવથી તો ક્યારેય નિયતવાસ ન કરે. તેથી દ્રવ્યથી અને ભાવથી વિહાર કરવા વિષયક ઉચિત વિધિ ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના દશમાં ‘વિહાર' નામના ઉપાયમાં દર્શાવેલ છે.
(૧૧) “યતિકથા' – સાધુઓ સ્વાધ્યાયાદિથી શ્રાંત થયા હોય, અને પોતાનું માનસ નવું નવું શ્રાધ્યયન કરવા માટે સમર્થ ન જણાય ત્યારે, સંવેગને વધારનારી પૂર્વના મહાપુરુષોની કથા કરે છે, અને તે મહાપુરુષોના નિરતિચાર ચારિત્રની અનુમોદના કરે છે, જેથી તે મહાપુરુષોનું દઢ સત્ત્વ સ્મૃતિમાં આવવાથી પોતાનામાં પણ તે પ્રકારનું સદ્વર્ય ઉલ્લસિત થાય અને પોતાના આત્માનું સંયમમાં સ્થિરીકરણ થાય. ઇત્યાદિનું સ્વરૂપ પ્રસ્તુત દ્વારમાં ગ્રંથકારે સંયમના ‘યતિકથા' નામના અગિયારમા ઉપાયમાં બતાવેલ છે.
આ રીતે ત્રીજા યથા પત્મિયતવ્યનિ દ્વારમાં વ્રતપાલનના ૧૧ ઉપાયોનું વિસ્તૃત સ્વરૂપ દર્શાવ્યા પછી ગ્રંથકારે ગાથા ૯૦૮થી ૯૧૨માં તે સર્વ ઉપાયોનું ઔદંપર્ય બતાવેલ છે. તેનાથી સૂક્ષ્મ બોધ થાય છે કે આ ૧૧ ઉપાયોના સેવનના બળથી સાધુઓ પોતાને પ્રાપ્ત થયેલ દુર્લભ એવા ચરણપરિણામનું રક્ષણ કરે છે, અને નહીં પ્રાપ્ત થયેલા ચરણપરિણામને પ્રાપ્ત કરે છે. ત્યારપછી વ્રતસ્થાપનાનું ફળ બતાવતાં કહેલ છે કે સાધુનું વિધિપૂર્વક વ્રતોમાં ઉપસ્થાપન કરવાથી પ્રાયઃ ઉપસ્થાપિત થનાર સાધુમાં બીજું છેદોપસ્થાપ્યચારિત્ર પ્રગટ થાય છે. વળી ચારિત્ર રત્નત્રયીમાં સર્વશ્રેષ્ઠ છે અને આવા ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ આ ૧૧ ઉપાયોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org