________________
વતસ્થાપનાવસ્તુક | સંકલના
પ્રથમ દ્વારમાં બતાવી તે પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરીને સાધુ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાંચ મહાવ્રતો ગ્રહણ કરે તો તે સાધુને અવશ્ય સંયમના કંડકોની વૃદ્ધિ દ્વારા ભાવથી બીજું ચારિત્ર પ્રાપ્ત થાય છે. તેથી પ્રસ્તુત દ્વારમાં યોગ્ય જીવની વ્રતસ્થાપના કરવા વિષયક વિધિનું વર્ણન ગાથા ૬૬૭થી ૬૭૭ સુધી કરેલ છે. (૩) વ્રતાનિ યથા પાયિતવ્યનિ દ્વારઃ
વ્રતો કઈ રીતે પાલન કરવાં જોઈએ? એ પ્રકારના તૃતીય દ્વારમાં પોતાનામાં આરોપિત કરાયેલાં પાંચ મહાવ્રતોનું પાલન યોગ્ય જીવો કઈ રીતે કરે છે ? તેનો ૧૧ પેટા દ્વારોથી બોધ કરાવવામાં આવેલ છે.
દ્વિતીય દ્વારમાં બતાવ્યું તે પ્રકારે પાંચ મહાવ્રતોમાં ઉપસ્થાપિત સાધુ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાંચ મહાવ્રતોનું પાલન કરે, તો તે સાધુને પ્રાપ્ત થયેલ ચારિત્રના પરિણામનું રક્ષણ થાય છે, અને કદાચ ભાવથી ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થયો ન હોય તો પ્રાપ્ત થાય છે. તેથી તે મહાવ્રતોના પાલનની શાસ્ત્રોક્ત વિધિનું જ્ઞાન કરાવવા અર્થે પ્રસ્તુત દ્વારમાં ગ્રંથકારશ્રીએ અનેક દૃષ્ટાંતો દ્વારા વ્રતપાલનના ૧૧ ઉપાયોનું વિસ્તૃત વર્ણન ગાથા ૬૭૮થી ૯૦૭ સુધી કરેલ છે.
તે ૧૧ ઉપાયોનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે :
(૧) “ગુરુ” – સંયમ ગ્રહણ કર્યા પછી ગુણવાન ગીતાર્થ ગુરુના સાંનિધ્યમાં રહેવાથી યોગ્ય શિષ્યને નિત્ય નવું નવું શાસ્ત્રાધ્યયન કરવા મળે છે, અને સંયમના સર્વ આચારો સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ કઈ રીતે બને? તેનો માર્ગાનુસારી બોધ થાય છે. તેથી સાધુએ આગમને પરતંત્ર એવા ગીતાર્થ ગુરુના સાંનિધ્યમાં રહેવું જોઈએ. અગીતાર્થ ગુરુને પરતંત્ર રહેનારા શિષ્યને સંયમનો પરિણામ પ્રાપ્ત થતો નથી; કેમ કે તેવા ગુરુની નિશ્રામાં રહીને તે શિષ્ય પ્રમાદને વશ થઈને સંયમથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે. તેથી તેવા સાધુનો પરમાર્થથી ગુરુકુલવાસ તો નથી, પરંતુ તે સાધુને ગૃહીકુલનો અને ગુરુકુલનો, એમ ઉભય કુલનો પરિત્યાગ થાય છે, જે અનર્થના ફળવાળો છે, ઇત્યાદિ સ્પષ્ટીકરણ ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના ગુરુકુલવાસ' નામના પ્રથમ ઉપાયમાં કરેલ છે.
(૨) “ગચ્છ' – ગુણવાન ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહેલો સુસાધુઓનો પરિવાર ગચ્છ છે, અને તેવા ગુણવાન ગચ્છમાં વસવાથી વિનયને કારણે સુસાધુઓને વિપુલ નિર્જરા થાય છે, તેમ જ પ્રમાદદોષને દૂર કરે તેવું ઉચિત પ્રવૃત્તિનું સ્મરણ થાય છે, અનુચિત પ્રવૃત્તિનું વારણ થાય છે અને અધિક ગુણસ્થાનમાં જવા વિષયક ઉચિત પ્રવૃત્તિનું ચોદન થાય છે, જેના કારણે ગચ્છમાં રહેનારા સાધુઓ દોષોથી સુરક્ષિત રહે છે, ઉચિત પ્રવૃત્તિ કરીને ગુણસ્થાનમાં સ્થિર રહે છે અને ગુણવાન ગીતાર્થ ગુરુની પ્રેરણાના બળથી તેઓના ગુણસ્થાનની સદા વૃદ્ધિ થાય છે.
જે ગચ્છમાં આ પ્રકારનાં સ્મારણા આદિ થતાં ન હોય તે ગચ્છનો વિધિપૂર્વક ત્યાગ કરવો જોઈએ; કેમ કે ગચ્છમાં રહેલા શિષ્ય, ધર્મભાઈ વગેરે જીવને સુગતિમાં લઈ જતા નથી, પરંતુ ગચ્છમાં રહેલાં જ્ઞાનદર્શન-ચારિત્ર જીવને સુગતિમાં લઈ જાય છે. વળી ગચ્છમાં સાધુ ગચ્છની એકલબ્ધિથી વસતા હોય અર્થાત્ સાધુ એકબીજાને પરસ્પર ઉપકારક બને તે રીતે વસતા હોય, તે ગચ્છવાસ છે, પરંતુ જે ગચ્છમાં પરસ્પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org