________________
3
વતસ્થાપનાવસ્તક / પ્રસ્તાવના જ નહીં પરંતુ પ્રવ્રજ્યા અપાવવા સુધીનો અથાગ પુરુષાર્થ કર્યો, અને ઉત્તમ ગુરુની શોધ કરીને પોતાના ભવિષ્યની પણ ચિંતા કર્યા વગર પોતાની બે આંખ સમાન બંને સંતાનોને ગુરુવરના ચરણે સમર્પિત કરીને પોતાના માતૃત્વ'પદને ધન્ય બનાવ્યું, અને અંતે સ્વયં પણ પ્રવ્રજયા અંગીકાર કરીને સદા માટે ગુરુચરણ અંતેવાસી બન્યાં. જગતમાં આવી માતાઓ વિરલ જ હોય છે. આથી તેઓના પણ ઉપકારનો મહારાશિ મારા શિર પર સદા રહેશે.
(૪) અસંગભાવપ્રિય પંડિતવર્ય સુશ્રાવક શ્રી પ્રવીણભાઈ મોતા, જેઓએ મારા અજ્ઞાનભર્યા, અવિવેકભર્યા વર્તનની પણ ઉપેક્ષા કરીને, પોતાનાં સમય-શક્તિનો ભોગ આપીને મને અધ્યાપન દ્વારા સંપન્ન કરી. તેઓના તે ઉપકારને સ્મૃતિપથમાં લાવીને તેઓશ્રીનો હું અત્યંત આભાર માનું છું.
–
શુમં મહતું
–
વિ. સં. ૨૦૬૫, કા. સુદ-૫, જ્ઞાનપંચમી તા. ૩-૧૧-૨૦૦૮, સોમવાર ગીતાર્થગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
પરમ પૂજ્ય, પરમતારક, પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, સ્વ. ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.ના શિષ્યરત્ના પ. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org