Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ વતસ્થાપનાવસ્તક / સંકલના પંચવસ્તુક ગ્રંથરત્ન અંતર્ગત તૃતીય વ્રતસ્થાપનાવસ્તુના પદાર્થોની સંક્ષિપ્ત સંકલતા યોગ્ય જીવ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવ્રયા ગ્રહણ કર્યા પછી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિદિનક્રિયા કરે, તો તેને પ્રવજ્યાગ્રહણકાળમાં પ્રાપ્ત થયેલ સર્વવિરતિ ગુણસ્થાનક ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે, અને કદાચ પ્રવ્રજ્યાગ્રહણકાળમાં યોગ્ય પણ જીવનું તે પ્રકારે સદ્વર્ય ઉલ્લસિત થયું ન હોય તો તેને તે વખતે સર્વવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત ન પણ થાય, તોપણ તે સાધુને પ્રતિદિનક્રિયાના બળથી સમભાવરૂપ સામાયિક ઉલ્લસિત થાય છે, અને તે સાધુની ઉચિત કાળે પાંચ મહાવ્રતોમાં આરોપણરૂપ વ્રતસ્થાપના કરવામાં આવે છે, જે વ્રતસ્થાપના પાંચ પ્રકારના ચારિત્રમાંથી બીજા છેદોપસ્થાપનીય ચારિત્રરૂપ છે. આથી પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં બતાવેલ પાંચ વસ્તુઓમાંથી ગાથા ૨૨૯થી ૬૦૯ સુધી બીજી પ્રતિદિનક્રિયા નામની વસ્તુ બતાવ્યા પછી ગાથા ૬૧૦થી ૯૩૨ સુધી ત્રીજી વ્રતસ્થાપના નામની વસ્તુ બતાવેલ છે. આ વ્રતસ્થાપના નામની વસ્તુનું સ્વરૂપ ગ્રંથકારે મુખ્ય ત્રણ વારોના વિભાગથી વર્ણવેલ છે, તે આ પ્રમાણે : (૧) વ્રત્તાનિ વેગો કાતિવ્યનિ દ્વાર, (૨) યથા યાતિવ્યનિ દ્વારા અને (૩) વથા પાયિતવ્યનિ દ્વાર. (૧) વ્રતનિ વેખ્યો તિવ્યનિ દ્વાર : વ્રતો કોને આપવાં જોઈએ ? એ પ્રકારના પ્રથમ દ્વારમાં, પાંચ મહાવ્રતોનું પાલન કરવા માટે સમર્થ જીવો કોણ છે ? તેનો અનેક પેટા દ્વારોથી વિશદ્ બોધ કરાવવામાં આવેલ છે. જે નવદીક્ષિત સાધુ સંયમના પરિણામવાળા છે તેઓ વ્રતસ્થાપના પૂર્વે ભણવા યોગ્ય ઉચિત સૂત્રો ભણી લે, તે સૂત્રોના અર્થોનો ગુરુ પાસેથી સમ્યગૂ બોધ કરી લે, જેથી તે સાધુ વ્રતની મર્યાદા અનુસાર કધ્યાકધ્યનો યથાર્થ નિર્ણય કરીને કથ્ય વસ્તુનું ગ્રહણ કરવા અને અકથ્ય વસ્તુનો પરિહાર કરવા સમર્થ બને, ત્યારે તે સાધુની પાંચ મહાવ્રતોમાં આરોપણ કરવારૂપ ઉપસ્થાપના કરવામાં આવે છે, જેનાથી તે નવદીક્ષિત સાધુ પ્રથમ સામાયિકચારિત્રના પ્રકર્ષને પામીને બીજા છેદોપસ્થાપ્યચારિત્રની પ્રાપ્તિ કરે છે. પ્રસ્તુત પ્રથમ દ્વારમાં યોગ્ય જીવની વ્રતસ્થાપના કરવા વિષયક ઉત્સર્ગ-અપવાદ શું છે?, નૂતન દીક્ષિત સાધુની વ્રતસ્થાપના કરતાં પૂર્વે કઈ રીતે પરીક્ષા કરવામાં આવે છે?, તે સાધુ કઈ રીતે વ્રતસ્થાપનાને યોગ્ય બને છે? ઇત્યાદિનું વિસ્તારથી વર્ણન ગાથા ૬૧૩થી ૬૬૬ સુધી કરેલ છે. (૨) વ્રતાનિ યથા રાતિવ્યનિ દ્વારઃ વ્રતો કઈ રીતે આપવાં જોઈએ ? એ પ્રકારના દ્વિતીય દ્વારમાં, યોગ્ય પણ જીવોમાં પાંચ મહાવ્રતોનું આરોપણ કરવા વિષયક કઈ વિધિ છે ? તેનો સમ્યગુ બોધ કરાવવામાં આવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 426