________________
વ્રતસ્થાપનાવસ્તુક / સંકલના સાધુઓને ઉપકાર થતો ન હોય તે ગચ્છવાસ નથી, પણ છત્રમઠચ્છતુલ્યવાસ છે. તેવા અછત્રતુલ્ય ગચ્છવાસના બળથી તે ગચ્છમાં વસનારા સાધુઓને જોકે આહાર-વસતિ આદિની ચિંતા રહેતી નથી, પરંતુ તેવા ગચ્છમાં વસવાથી સાધુઓને ગચ્છવાસનું ફળ પ્રાપ્ત થતું નથી. આ સર્વ વર્ણન ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના “ગચ્છ' નામના બીજા ઉપાયમાં કરેલ છે.
(૩) “વસતિ’ – સાધુ મૂલોત્તરગુણથી પરિશુદ્ધ વસતિમાં અને સ્ત્રી આદિથી વર્જિત વસતિમાં નિવાસ કરે છે, જેથી વસતિના નિર્માણમાં કે સમારકામમાં થતા આરંભવિષયક કરણ-કરાવણ-અનુમોદનનું વર્જન થાય અને બ્રહ્મગુપ્તિનું પાલન થાય. તેથી તેવી પરિશુદ્ધ વસતિનો બોધ કરાવવા અર્થે મૂલગુણ અને ઉત્તરગુણથી અશુદ્ધ વસતિનું સ્વરૂપ, નિર્દોષ પણ વસતિમાં પ્રાપ્ત થતા કાલાતિક્રાંતતા આદિ દોષોનું સ્વરૂપ, તેમ જ સ્ત્રી આદિવાળી વસતિમાં રહેવાથી થતા દોષોનું સ્વરૂપ ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં વિસ્તારથી સંયમના વસતિ’ નામના ત્રીજા ઉપાયમાં દર્શાવેલ છે.
(૪) “સંસર્ગ' – સાધુએ સંયમજીવનમાં અકલ્યાણમિત્ર એવા પાસત્યાદિના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ, અન્યથા સુસાધુને પણ પાસસ્થાદિના સંસર્ગથી પાસસ્થાદિના પ્રમાદાદિ દોષો પ્રાપ્ત થાય છે. કદાચ કોઈ સત્ત્વશાળી જીવને પાસત્યાદિના સંસર્ગથી સંસર્ગકૃત દોષોની પ્રાપ્તિ ન પણ થાય, તોપણ, અકલ્યાણમિત્રના સંસર્ગનું વર્જન કરવાની ભગવાનની આજ્ઞાનું પાલન ન થવાથી આજ્ઞાભંગાદિ દોષોની પ્રાપ્તિ થાય છે, તેમ જ તે સાધુને પાપમિત્રોના પાપની, અનુમતિ અવશ્ય થાય છે, ઇત્યાદિ કથન ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં અનેક દૃષ્ટાંતોથી સંયમના “સંસર્ગ' નામના ચોથા ઉપાયમાં કરેલ છે.
(૫) “ભક્ત’ – ભક્ત એટલે આહાર. સાધુ ભિક્ષાટનકાળમાં આહાર ગ્રહણ કરતી વખતે ગોચરીના ૪૨ દોષોનો અને આહાર વાપરતી વખતે માંડલીના ૫ દોષોનો પરિહાર કરે છે, જો તેનો પરિહાર સાધુ ન કરે તો સાધુનું સંયમ નાશ પામે. તેથી ગોચરીવિષયક તે ૪૭ દોષોનો બોધ ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના ભક્ત' નામના પાંચમા ઉપાયમાં કરાવેલ છે.
(૬) “ઉપકરણ' – સાધુએ તેવાં ઉપકરણ વિધિપૂર્વક રાખવાં જોઈએ, જેનાથી પોતાને જ રાગની ઉત્પત્તિ ન થાય, લોકમાં હિંસા ન થાય, અને તે ઉપકરણ પ્રમાણયુક્ત હોય. સાધુ આવા પ્રકારનાં ઉપકરણ રાખે તો તેઓના સંયમના કંડકોની વૃદ્ધિ થાય. સાધુ ઉપકરણ વિધિપૂર્વક ધારણ ન કરે તો શું દોષ પ્રાપ્ત થાય ? સાધુના ઉપકરણની સંખ્યા કેટલી હોય?, દરેક ઉપકરણનું લંબઈ-પહોળાઈથી પ્રમાણ કેટલું હોય? ઇત્યાદિનું વિસ્તૃત જ્ઞાન પ્રસ્તુત દ્વારમાં ગ્રંથકારે સંયમના “ઉપકરણ” નામના છઠ્ઠા ઉપાયમાં કરાવેલ છે.
(૭) “તપ” – સંયમવૃદ્ધિના અર્થી સાધુએ સદા પોતાની શક્તિ અનુસાર સૂત્રોક્ત વિધિ અનુસાર તપોનુષ્ઠાન સેવવું જોઈએ; કેમ કે ચાર જ્ઞાનના ધણી એવા તીર્થકરો પણ પોતાનું બળ-વીર્ય ગોપવ્યા વગર છદ્મસ્થાવસ્થામાં પોતાની શક્તિ અનુસાર તપમાં યત્ન કરે છે, તેથી શેષ સાધુઓએ તો ચપળ આદિ સ્વભાવવાળા મનુષ્યભવને પામીને શક્તિ ગોપવ્યા વગર તપમાં અવશ્ય યત્ન કરવો જોઈએ. વળી તે તપ બાહ્ય-અભ્યતર એમ બે પ્રકારનું છે, અને તે દરેક તપ છ-છ પ્રકારનું છે એમ કુલ બાર પ્રકારે તપ છે. વળી બાહ્ય છ પ્રકારનાં તપ બાહ્ય જ કેમ છે? અને અત્યંતર છ પ્રકારનાં તપ અત્યંતર જ કેમ છે? ઈત્યાદિની વિસ્તૃત ચર્ચા ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના “તપ” નામના સાતમા ઉપાયમાં કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org