________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પુનિત પ્રતાપે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) તરફથી અગાઉ તેર આવૃત્તિ છપાઈ ગઈ છે. પ્રસ્તુત સંસ્કરણ તેની ચૌદમી આવૃત્તિ છે.
પંડિત શ્રી ટોડરમલજીએ પ્રથમ અધિકારના અંતમાં આગમ-અભ્યાસની જે પ્રેરણા આપી છે તેનો ઉલ્લેખ કરીને આ ઉપોદ્યાત પૂર્ણ કરવામાં આવે છે-“ આ જીવનું મુખ્ય કર્તવ્ય તો આગમજ્ઞાન છે. એ થતાં તત્ત્વોને શ્રદ્ધાન થાય છે, તત્ત્વશ્રદ્ધાન થતાં સંયમભાવ થાય છે અને તે આગમજ્ઞાનથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, જેથી સહેજે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મનાં અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન સિવાય આનાથી (આગમ-અભ્યાસથી) ઊંચું ધર્મનું અન્ય કોઈ અંગ નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે. વળી આ ગ્રંથનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી, માટે તેના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તે. એથી તમારું કલ્યાણ
થશે.
વિ. સં. ૨૦૫૭, ફાગણ વદ ૧૦, (બહેનશ્રી ચંપાબેનની-૬૯મી સમ્યકત્વજયંતી)
તા. ૧૯-૩-૨૦૦૧
OSOTOS
80808080
Please inform us of any errors on rajesh@AtmaDharma.com