Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નથી; જ્યાં પ્રજાના રક્ષક જ અપરાધી-નિરપરાધીની તપાસ કર્યા વિના મારી નાખવાનો હુકમ દઈ દીધો, ત્યાં તું અંકુશના પ્રહાર વ્યર્થ કેમ સહન કરી રહ્યો છે? સંકોચ છોડ અને તારું કામ કર. આ વાક્યો સાંભળીને હાથીએ પોતાનું કામ કર્યું. રાજા માધવસિંહ (પ્રથમ ) ને જ્યારે આ “પયંત્ર”ની ખબર પડી ત્યારે તેમને ખૂબ દુઃખ થયું અને પોતાના અધમ કૃત્ય પર તે ઘણા પસ્તાયા. પંડિતજીના જીવનનું મુખ્ય ધ્યેય એક સ્વ-પર કલ્યાણ જ હતું. અંતરંગમાં ક્ષયોપશમવિશેષથી તથા બાહ્યમાં તર્કવિતર્કપૂર્વક અનેક શાસ્ત્રોના અધ્યયનથી તેમનો વીતરાગ-વિજ્ઞાનભાવ એટલો બધો વધી ગયો હતો કે–સાંસારિક કાર્યોથી તેઓ પોતે પ્રાયઃ વિરક્ત જ રહ્યા કરતા હતા; અને ધાર્મિક કાર્યોમાં એટલા બધા તલ્લીન રહ્યા કરતા હતા કે–બાહ્ય જગતની તથા આસ્વાદ્ય પદાર્થોની તેમને કાંઈ પણ સુધ રહેતી નહોતી. આ વિષયમાં એક જનશ્રુતિ એવી પણ છે કે-જે કાળે તેઓ ગ્રંથ રચના કરી રહ્યા હતા તે કાળમાં તેમનાં માતુશ્રીએ ખાદ્ય પદાર્થોમાં છ મહિના સુધી મીઠાલુણ નાખ્યું નહોતું; છ મહિના પછી શાસ્ત્રરચના તરફથી તેમનો ઉપયોગ કંઈક ખસતાં એક દિવસે તેમણે માતુશ્રીને પૂછયું: “માજી ! આજે આપે દાળમાં મીઠાલુણ કેમ નાખ્યું નથી ?' એ સાંભળી માજી બોલ્યા: “ભાઈ ! હું તો આમ છ મહિનાથી મીઠાલુણ નાખતી નથી. આ બધું લખવાનું તાત્પર્ય એટલું જ છે કે તેમના સમયમાં તેઓ એક મહાન ધર્માત્મા, શ્રેષ્ઠ પરોપકારી, નિરભિમાની તથા અદ્વિતીય વિદ્વાન હતા. જૈન સમાજના દુર્ભાગ્યથી જ આવા મહાત્માનો અસમયમાં વિયોગ થયો, પણ તેમણે તો પોતે જીવનપર્યત જૈન સમાજ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે અને તેથી જ સમાજમાં તેમનું સ્થાન અવિસ્મરણીય છે. મુમુક્ષુ આત્માઓ તો આજે પણ તેમનું અને તેમના ગુણોનું સ્મરણ કરી પરમ સંતુષ્ટ થાય છે. પંડિત શ્રી ટોડરમલજી દ્વારા રચિત આ “મોક્ષમાર્ગપ્રકાશક' ગ્રંથ ઢંઢારી તેમ જ હિન્દી ભાષામાં અનેક વાર પ્રસિદ્ધ થઈ ચુકયો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના કરકમળમાં આ ગ્રંથ સર્વપ્રથમ વિ. સં. ૧૯૮૨માં આવ્યો, તેમણે ખૂબ મનનપૂર્વક આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્યું હતું. તેનું અવગાહન કરતી વખતે પૂજ્ય ગુરુદેવની પરિણતિ એટલી બધી તલ્લીન હતી કે-ન ગમે ખાવું, પીવું કે વહોરવા જવું; ન ગમે વાતચીત, સ્થાનકવાસી સાધુપર્યાયમાં તેઓ પુસ્તક સાથે રાખતા નહીં પરંતુ મોક્ષમાર્ગપ્રકાશકનો સાતમો અધિકાર વિશેષ સારો લાગવાથી (ઝીણા અક્ષરે હાથથી લખાવી) પુનઃ પુનઃ સ્વાધ્યાય કરવા માટે સાથે રાખ્યો હતો. પૂજ્ય ગુરુદેવે સ્થાનકવાસી સાધુપર્યાયના ત્યાગરૂપ “પરિવર્તન” વિ. સં. ૧૯૯૧માં કર્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૯૭માં કલોલનિવાસી શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ (મોક્ષમાર્ગપ્રકાશકનો) પ્રકાશિત થયો. તે ગુજરાતી અનુવાદ પૂજ્ય ગુરુદેવના Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 391