________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
અનુયોગોનું પ્રયોજન, સ્વરૂપ, વિવેચન શૈલી દર્શાવીને તેમના સંબંધમાં થનારી દોષકલ્પનાઓનો પ્રતિષેધ કરી, અનુયોગોની સાપેક્ષ કથનશૈલીનો સમુલ્લેખ કર્યો છે; સાથોસાથ આગમાભ્યાસની પ્રેરણા પણ આપી છે.
નવમા અધિકારમાં મોક્ષમાર્ગના સ્વરૂપ-નિરૂપણનો આરંભ કરતાં મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર-એ ત્રણેમાંથી મોક્ષમાર્ગના મૂળકારણ-સ્વરૂપ સમ્યગ્દર્શનનું પણ પૂરું વિવેચન લખાયું નથી. ખેદ છે કે ગ્રંથકર્તા, અકાળે મૃત્યુ થઈ જવાથી, આ અધિકાર તેમ જ ગ્રંથને પૂરો કરી શકયા નહિ; એ આપણું કમનસીબ છે. પરંતુ આ અધિકારમાં જે કાંઈ કથન કર્યું છે તે ઘણું જ સરળ અને સુગમ છે. તેને હૃદયંગમ કરતાં સમ્યગ્દર્શનના વિભિન્ન લક્ષણોનો સમન્વય સહજ થઈ જાય છે અને તેના ભેદોના સ્વરૂપનો પણ સામાન્ય પરિચય પ્રાપ્ત થાય છે.
આ રીતે આ ગ્રંથમાં ચર્ચિત બધાય વિષય અથવા પ્રમેય ગ્રંથકર્તાનું વિશાળ અધ્યયન, અનુપમ પ્રતિભા અને સૈદ્ધાન્તિક અનુભવનું સફળ પરિણામ છે અને તે ગ્રંથકર્તાની જે આંતરિક ભદ્રતા તેની મહત્તાનું ધોતક છે.
આ ગ્રંથની ખાસ વિશેષતા એ છે કે તેમાં ગંભીર તેમ જ દુરૂહ ચર્ચાને અતિ સરળ શબ્દોમાં અનેક દૃષ્ટાંત અને યુક્તિઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને પોતે જ પ્રશ્ન ઉઠાવીને તેનો માર્મિક ઉત્તર પણ દીધો છે, જેથી અધ્યેતાને પછી કોઈ સંદેહનો અવકાશ રહે નહિ. આ ગ્રંથમાં જે કાંઈ વસ્તુવિવેચન છે તે અનેક વિષયો પર પ્રકાશ પાથરનાર, સુસંબદ્ધ, આશ્ચર્યકારક અને જૈનદર્શનનું માર્મિક રહસ્ય સમજવા માટે એક અદ્વિતીય ચાવી સમાન છે, અર્થાત્ આમાં નિગ્રંથ પ્રવચનનાં ઊંડાં માર્મિક રહસ્યો ગ્રંથકારે ઠામઠામ પ્રગટ કર્યા છે.
અન્યમતનિરાકરણ વિષે લખવામાં તેમનો હેતુ કાંઈ પરમત પ્રત્યે દ્વેષપરિણતિ કરાવવાનો નથી, પરંતુ પોતાના અભિપ્રાયમાં તે તે મત સંબંધી જો કાંઈ ધર્મબુદ્ધિરૂપ અભિપ્રાય હોય તો તે અભિપ્રાય છોડાવવાનો છે. તેઓ પોતે જ આ સંબંધમાં આ પ્રમાણે લખે છે: “અહીં નાના પ્રકારના મિથ્યાષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એટલું જ જાણવું કે-એ પ્રકારોને ઓળખી પોતાનામાં કોઈ એવો દોષ હોય તો તેને દૂર કરી સભ્યશ્રદ્ધાનયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ કષાયી ન થવું કારણ કે પોતાનું ભલું-બૂરું તો પોતાના પરિણામોથી થાય છે; જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું પણ ભલું કરે.”
શ્રીમાન પંડિતપ્રવર ટોડરમલજી દિગંબર જૈનધર્મના પ્રભાવક વિશિષ્ટ મહાપુરુષ હતા. તેમણે માત્ર છ મહિનામાં સિદ્ધાંતકૌમુદી જેવા કઠણ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. પોતાની કુશાગ્ર બુદ્ધિના પ્રભાવથી તેમણે પદર્શનના ગ્રંથો, બૌદ્ધ, મુસ્લિમ તેમ જ અન્ય અનેક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com