Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ગોમટસાર વગેરે કરણાનુયોગના ગ્રંથો એવા ગહન છે કે જેમનું પઠન-પાઠન વિશેષ બુદ્ધિ અને ધારણાશક્તિવાળા વિદ્વાનોને પણ કષ્ટસાધ્ય છે. આ સંબંધમાં વિદ્વાન પુરુષોનું અનુભવ સહિત એમ કહેવું છે કે-ગોમ્મસારના પઠનનું કંઈક રહસ્ય તો ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આ જન્મ સર્વ વિયોનો અભ્યાસ છોડી ઇન્દ્રિયનિગ્રહપણે માત્ર એક તેનો જ અભ્યાસ જાળવી રાખે. ગોમ્મસારની જેમ તેના જેવા તેમના અન્ય ટીકાગ્રંથો પણ એવા જ ગહન છે. આ ઉપરથી એ ગ્રંથોના ભાષાટીકાકર પુરુષ કેટલી તીક્ષ્ણ બુદ્ધિના ધારક હતા તે સ્વયમેવ તરી આવે છે. તેમણે પોતાના ટૂંકા જીવનમાં એ મહાન ગ્રંથોની ટીકા લખી છે એટલું જ નહિ પરંતુ એટલા ટૂંકા જીવનમાં સ્વમત-પરમતના સેંકડો ગ્રંથોનાં પઠન-પાઠન સાથે તેમનું મર્મસ્પર્શી ઊંડું મનન પણ કર્યું છે, અને એ વાત તેમના રચેલા આ મોક્ષમાર્ગ-પ્રકાશક' ગ્રંથનું મનન કરવાથી અભ્યાસીને સ્વયં લક્ષમાં આવી જાય તેમ છે. ગોમ્મસાર વગેરે પર તેમણે લખેલા ભાષાટીકાગ્રંથ એટલા ગહન છે કે તેમનો અભ્યાસ માત્ર વિશેષ બુદ્ધિમાન કરી શકે છે; પરંતુ અલ્પ પ્રજ્ઞાવંત જીવો માટે રચેલો તેમનો આ સરળ દેશભાષામય “મોક્ષમાર્ગપ્રકાશક' ગ્રંથ એવો અદભુત છે કે જેની રહસ્યપૂર્ણ ગંભીરતા અને સંકલનાબદ્ધ વિષયરચનાને જોઈ ભલભલા બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આશ્ચર્યચક્તિ થઈ જાય છે. આ ગ્રંથનું નિષ્પક્ષ-ન્યાય દષ્ટિથી ગંભીરપણે અવગાહન કરતાં જણાય છે કે આ કોઈ સાધારણ ગ્રંથ નથી પરંતુ એક અતિ ઉચ્ચ કોટિનો મહત્ત્વપૂર્ણ અનોખો ગ્રંથરાજ છે તેના રચયિતા પણ અનેક આગમોના મર્મજ્ઞ તથા અસાધારણ પ્રતિભાસંપન્ન વિદ્વાન છે. ગ્રંથના વિષયોનું પ્રતિદાન સર્વને હિતકાર છે અને મહાન ગંભીર આશયપૂર્વક થયું છે. આ “મોક્ષમાર્ગપ્રકાશક' ગ્રંથમાં નવ અધિકાર છે તેમાં નવમો અધિકાર અપૂર્ણ છે, શેષ આઠ અધિકાર પોતાના વિષયનિરૂપણમાં પરિપૂર્ણ છે. પહેલા અધિકારમાં મંગલાચરણ કરી તેનું પ્રયોજન બતાવીને પછી ગ્રંથની પ્રમાણિકતાનું દિગ્દર્શન કરાવ્યું છે; ત્યાર પછી શ્રવણ-પઠન કરવાયોગ્ય શાસ્ત્રના વક્તા તેમ જ શ્રોતાના સ્વરૂપનું સપ્રમાણ વિવેચન કરીને “મોક્ષમાર્ગ-પ્રકાશક' ગ્રંથની સાર્થકતા બતાવી છે. બીજા અધિકારમાં સંસાર-અવસ્થાના સ્વરૂપનું સામાન્ય દિગ્દર્શન કરાવ્યું છે તેમાં કર્મબંધન-નિદાન, નૂતન બંધ વિચાર, કર્મ અને જીવનો અનાદિ સંબંધ, અમૂર્તિક આત્મા સાથે મૂર્તિક કર્મોનો સંબંધ, તે કર્મોના “ઘાતિ-અઘાતિ' એવા ભેદ, યોગ અને કષાયથી થનાર યથાયોગ્ય કર્મબંધનો નિર્દેશ, જડ પુદગલ પરમાણુઓનાં યથાયોગ્ય કર્મપ્રકૃતિરૂપ પરિણમનનો ઉલ્લેખ કરીને ભાવોથી પૂર્વબદ્ધ કર્મોની અવસ્થામાં થનારા પરિવર્તનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ કર્મોનાં ફળદાનમાં નિમિત્ત-નૈમિત્તિકસંબંધ અને ભાવકર્મ-દ્રવ્યકર્મનું સ્વરૂપ પણ બતાવ્યું છે. ત્રીજા અધિકારમાં સંસારદુઃખ અને મોક્ષસુખનું નિરૂપણ કરતાં સમસ્ત દુ:ખોના મૂળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 391