________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
મતમતાન્તરોના ગ્રંથોનું અધ્યયન કર્યું હતું, શ્વેતાંબર–સ્થાનક્વાસીનાં સૂત્રો તથા ગ્રંથોનું પણ અવલોકન કર્યું હતું, તથા દિગંબર જૈન ગ્રંથોમાં શ્રી સમયસાર, પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, તત્ત્વાર્થસૂત્ર, અષ્ટપાહુડ, આત્માનુશાસન, પદ્મનન્દિપંચવિંશતિકા, શ્રાવકમુનિધર્મનાં પ્રરૂપક અનેક શાસ્ત્રો તથા થા-પુરાણાદિ ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એ સર્વ શાસ્ત્રોના અભ્યાસથી તેમની બુદ્ધિ ઘણી જ પ્રખર બની હતી. શાસ્ત્રસભા, વ્યાખ્યાનસભા અને વિવાદસભામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ હતાં. આ અસાધારણ પ્રભાવકપણાને લીધે તેઓ તત્કાલીન રાજાને પણ અતિશય પ્રિય થઈ પડયા હતાં. અને એ રાજપ્રિયતા તથા પાંડિત્યપ્રખરતાના કારણે અન્યધર્મીઓ તેમની સાથે મત્સરભાવ કરવા લાગ્યા હતા, કારણ કે તેમની સામે તે અન્યધર્મીઓના મોટા મોટા વિદ્વાનો પણ પરાભવ પામતા હતા. જોકે તેઓ પોતે કોઈ પણ વિધર્મીઓનો અનુપકાર કરતા નહોતા; પરંતુ બને ત્યાં સુધી તેમનો ઉપકાર જ કર્યા કરતા હતા, તોપણ માત્સર્યયુક્ત મનુષ્યોનો મત્સરતાજન્ય કૃત્ય કરવાનો જ સ્વભાવ છે; તેમના મત્સર અને વૈરભાવના કારણે જ પંડિતજીનો અકાળે દેહાન્ત થઈ ગયો હતો.
પંડિત ટોડરમલજીના મૃત્યુ વિષે એક દુઃખદ ઘટનાનો ઉલ્લેખ પં. બખતરામ શાહના ‘બુદ્ધિવિલાસ' ગ્રંથમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યો છે.
66
22
तब ब्राह्मणनु मतौ यह क्यिो, शिव उठानको टौना दियो । तामैं सबै श्रावगी कैद, करिके दन्ड किये नृप फैद । । गुरु तेरह - पंथिनुको भ्रमी, टोडरमल्ल नाम साहिमी । ताहि भूप मार्यो पल माहि, गाड्यो मद्धि गन्दगी ताहि ।। આમાં સ્પષ્ટ કહ્યું છે કે સં. ૧૮૧૮ પછી જયપુરમાં જ્યારે જૈનધર્મનો પુનઃ વિશેષ ઉદ્યોત થવા લાગ્યો, ત્યારે જૈનધર્મ પ્રતિ વિદ્વેષ રાખનાર બ્રાહ્મણો તે સહી શકયા નહિ અને તેથી તેમણે એક ગુપ્ત ‘ષમંત્ર’ રચ્યું. તેમણે શિવપિંડી ઉખાડીને જૈનો ઉ૫૨ ‘ઉખાડી નાખવાનો આરોપ લગાવ્યો અને રાજા માધવસિંહને, જૈનો વિરુદ્ધ ભડકાવીને, ક્રોધિત કર્યા. રાજાએ સત્યાસત્યની કાંઈ પણ તપાસ કર્યા વિના ક્રોધવશ બધા જૈનોને રાત્રે કેદ કરી લીધા અને તેમના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત ટોડરમલજીને પકડી મારી નાખવાનો હુકમ દઈ દીધો. તદનુસાર હાથીના પગ તળે કચરાવીને મરાવી નાખ્યા અને તેમના શબને શહેરની ગંદકીમાં દટાવી દીધપું.
આ વાત પ્રચલિત છે કે જ્યારે પંડિતજીને ાથીના પગ તળે નાખવામાં આવ્યા અને અંકુશના-પ્રહારપૂર્વક હાથીને, તેમના શરીરને કચરી નાખવાં, પ્રેરિત કરવામાં આવ્યો ત્યારે હાથી એકદમ ચિલાઈ ને થંભી ગયો. એ રીતે બે વાર તે અંકુશના પ્રહાર ખાઈ ચુકયો. પરંતુ પંડિતજી ઉપર પોતાના પગનો પ્રહાર કર્યો નહીં. તેના ઉપર અંકુશનો ત્રીજો પ્રહાર પડવાની તૈયારી હતી, ત્યાં પંડિતજીએ હાથીની દશા જોઈ ને કહ્યું કે-હૈ ગજેન્દ્ર! તારો કાંઈ અપરાધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com