Book Title: Moksh marg prakashak Author(s): Todarmal Pandit Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates કારણભૂત મિથ્યાત્વના પ્રભાવનું કથન કરવામાં આવ્યું છે, વિષયોની અભિલાષાજનક મોહથી ઉત્પન્ન થતા દુઃખને તથા મોહી જીવના દુઃખનિવૃત્તિના ઉપાયને નિઃસાર બતાવીને દુઃખનિવૃત્તિનો સાચો ઉપાય બતાવ્યો છે, દર્શનમોહ તથા ચારિત્રમોહના ઉદયથી થતા દુ:ખનો અને તેની નિવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એકેન્દ્રિયાદિક જીવોનાં દુઃખનું વર્ણન કરીને નરકાદિ ચારેય ગતિઓનાં ઘોર કષ્ટ અને તેમને દૂર કરવાના સામાન્ય-વિશેષ ઉપાયોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. ચોથા અધિકારમાં મિથ્યાદર્શનશાનચારિત્રના સ્વરૂપનું વિશેષ નિરૂપણ કરતાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો તથા તેમનાં આશ્રયે થનારી રાગદ્વેષની પ્રવૃત્તિનું સ્વરૂપ બતાવ્યું છે. પાંચમા અધિકારમાં આગમ અને યુક્તિના આધારે વિવિધ મતોની સમીક્ષા કરીને ગૃહીત મિથ્યાત્વનું ઘણું જ માર્મિક વિવેચન કર્યું છે; સાથોસાથ અન્ય મતના પ્રાચીન ગ્રંથોનાં ઉદાહરણો દ્વારા જૈનધર્મની પ્રાચીનતા તેમ જ મહત્તા પુષ્ટ કરી છે; શ્વેતાંબર સંપ્રદાય સંમત અનેક કલ્પનાઓ તેમ જ માન્યતાઓની સમીક્ષા કરવામાં આવી છે; “અછરાં 'નું નિરાકરણ કરતાં કેવળીભગવાનને આહાર-વિહારની પ્રતિષેધ તથા મુનિને વસ્ત્રાપાત્રાદિ ઉપકરણો રાખવાનો નિષેધ કર્યો છે, સાથે સાથે ટૂંઢકમત (સ્થાનકવાસી)ની આલોચના કરતાં મુહુપત્તીનો નિષેધ અને પ્રતિમાધારી શ્રાવક નહિ હોવાની માન્યતાનું તથા મૂર્તિપૂજાના પ્રતિષેધનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા અધિકારમાં ગૃહીત મિથ્યાત્વનાં નિમિત્ત કુગુરુ, કુદેવ અને કુધર્મનું સ્વરૂપ બતાવીને તેમની સેવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે; તદુપરાંત અનેક યુક્તિઓ દ્વારા ગ્રહ, સૂર્ય, ચંદ્ર, ગાય અને સર્પાદિકની પૂજાનું પણ નિરાકરણ કર્યું છે. સાતમાં અધિકારમાં જૈન મિથ્યાષ્ટિનું સાંગોપાંગ વિવેચન કર્યું છે. તેમાં સર્વથા એકાંત નિશ્ચયાવલંબી જૈનાભાસ તેમ જ સર્વથા એકાંત વ્યવહારાવલંબી જૈનાભાસનું યુક્તિપૂર્ણ કથન કરવામાં આવ્યું છે, જે વાંચતાં જ જૈનદષ્ટિનું જે સત્ય સ્વરૂપ તે સામે તરી આવે છે, અને વિપરીત કલ્પના-વસ્તુસ્થિતિને અથવા નિશ્ચયવ્યવહાર નિયોની દષ્ટિને નહિ સમજવાથી થઈ હતી તે-નિર્મુળ થઈ જાય છે. આ મહત્ત્વપૂર્ણ પ્રકરણમાં પંડિતજીએ જૈનોના અત્યંતર મિથ્યાત્વના નિરસનું ઘણું રોચક અને સૈદ્ધાંતિક વિવેચન કર્યું છે તથા ઉભય નયોની સાપેક્ષ દષ્ટિ સ્પષ્ટ કરીને દેવશાસ્ત્રગુરુ સંબંધી ભક્તિની અન્યથા પ્રવૃત્તિનું નિરાકરણ કર્યું છે. અંતમાં સમ્યકત્વસમ્મુખમિથ્યાષ્ટિનું સ્વરૂપ તથા ક્ષયોપશમ, વિશુદ્ધ, દેશના, પ્રાયોગ્ય અને કરણ-એ પાંચ લબ્ધિઓનો નિર્દેશ કરીને આ અધિકાર પૂરો કરવામાં આવ્યો છે. આઠમા અધિકારમાં પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ- એ ચાર Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 391