________________
જ બધો સમાવેશ કર્યો છે. અર્થાત પ્રાચીન વિચારોના વિશેષ પરિશીલનથી અલંકારાદિકનો ઉત્તરોત્તર અધિક વિકાસ થયો એમ માની શકાય. યદ્યપિ પ્રાચીન ગ્રન્થમાં આપેલા વિષયોની પર્યાપ્તગ્રાહિતા ( All embroing nature ) ને લીધે અર્વાચીન પરિગણિત પ્રકારે પણ તેમાં સમાવેશ થઈ શકે છે. અર્થાત પ્રાચીનની કઈ પ્રકારે અવાચીનના કરતાં ન્યૂનતા નથી માનવાની તથાપિ પૃથક નામ આપ્યાં એટલે પૃથક લક્ષણ લખવાં પડ્યાં. કિન્તુ મૂલ વિચાર કરતાં પ્રાચીનક્ત અલંકારોમાં અભિનવ માનેલા અલંકારોને અંતર્ભાવ થઈ રહે છે. આજ અભિપ્રાયથી–
उपमाऽतिशयोक्तिश्च प्रधानालङ्कृतिद्वयम् । तन्मूला एव सर्वेऽन्ये कोऽलङ्कारोऽनयाविना ।।
ઉપમા તથા અતિશયોક્તિ આ બે અલંકારો પ્રધાન છે. ઘણે ભાગે તભૂલકજ બીજા અલંકારે છે. કારણકે એ એના વિના કે અલંકાર છે? આવી રીતે પ્રાચીનોએ અલંકારનાં બે હોટાં મથાળામાં અલંકારોની વહેંચણી કરી છે. જેવા કે કેટલાએક તુલ્યોગિતા, પ્રતિવસ્તપમાં ઈત્યાદિક ઉપમામૂલક અને કેટલાએક વિભાવના, અપ્રસ્તુત પ્રશંસા વગેરે અતિશયોક્તિભૂલક અલંકારો માનેલા છે. જો કે વિભક્તિ ( કાતિ ) વગેરે બે ચાર અલંકારો. ઉપરનાં બેમાંના એક હેડમાં સમાવેશ ન થઈ શકે તેવા પણ છે. તે પણ ઘણે ભાગે ઉપરનાં બે મથકમાં ઘણાખરા અંતર્ગત થઈ શકે છે. પછી વાગ્વિલાસની અનંતતાને લીધે અર્વાચીન કવિઓની વિચારની વિવિધતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ અભિનવ કલ્પનાઓનાં જુદાં જુદાં અર્થાનુકૂલ નામ અપાતાં ગયાં અને તેનાં લક્ષણો પણ બંધાતાં ગયાં. હજી પણ કલ્પનાને માટે મેદાન મોકળું જ છે. પણ તે કલ્પના શાસ્ત્રાનુસારિણી હોવી જોઈએ.
ગુજરાતી ભાષામાં સાહિત્યશાસ્ત્રના લક્ષણગ્રન્થની અછત સર્વવિદિત છે, જેને લીધે ગુજરાતી ભાષાના કવિઓ “મારે જીવ ચડ્યો ચકડોળે' જેવી કવિતાઓ તો પુષ્કળ લખી રહ્યા છે અને લક્ષણ પ્રમાણાદિકના અજ્ઞાનને લીધે સહદયજનોને ચમત્કારજનક થાય તેવી કવિતાઓ બહુજ વિરલ લખાય છે. આ ખામી આ કાવ્યશાસ્ત્રના નિર્માણથી કેટલેક અંશે દૂર થશે, એમ ભવિષ્યત કાળમાં આશા રાખી શકાય છે.
ગુજરાતી ભાષામાં લખાએલાં સારાં કાવ્યને વાંચીને તેમના ચમત્કારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com