________________
જ અયોગ્ય નથી. માન્ય તિલક મહાશયે “ઓરિયન ' નામના નિબંધમાં વિપુવસંપાત મૃગશીર્ષમાં હતો ત્યારે વેદ લખાયાનું માની આઠ હજાર વર્ષ ઉપર વેદકાલ નિર્ણય લખ્યો છે પણ એવી જ રીતે કેટલીવાર વિષુવસંપાતનાં આવર્તન થયાં હશે એ ખ્યાલ કરાય તે વેદની અનાદિતાસિદ્ધિમાં શંકા ન કરાય.
આદિ કાવ્ય વાલ્મીકિ રામાયણ રસ, અલંકાર, ગુણ, રીતિ, વગેરે કાવ્યાંગથી પૂર્ણ હાઈ સાહિત્યને અપૂર્વ આદર્શ થવા યોગ્ય છે. અને અપૂર્વ આદર્શરૂપ જ છે. કાવ્યનું પરિશીલન કરતાં વર્ષમાન રસાસ્વાદનથી તત્તદસાકારે વાંચનારના હૃદયની કૃતિ થાય એજ તે કવિનું રસવર્ણના સામર્થ્ય કહેવાય છે. રસ જે કે સ્થાયિ ભાવ સ્વરૂપજ ગણાય છે પણ તેના આલંબન ઉદીપન આદિ વિભાવની વિચિત્રતાને લીધે તે તે રસના આસ્વાદન પ્રકાર તથા તજન્ય હૃદયકુતિ પણ વિવિધ રૂપની હોઈ શકે છે. આ વિવિધતાને અવલંબી એકજ રસ પર અનેક કવિઓની વર્ણનશૈલીઓ લેકને રસાસ્વાદન કરાવવામાં સાફલ્ય સંપાદન કરી શકે છે.
એક એવા સામાન્ય માન્ય સિદ્ધાન્ત છે કે પ્રથમ લક્ષ્ય વસ્તુની હયાતી અને પછી લક્ષણ વિક્રિયાની વિવૃત્તિ; એટલે રામાયણાદિ કાવ્યના અસ્તિત્વ પછી સાહિત્યશાસ્ત્ર રચાયાં એમ માનવું કેટલેક અંશે સહેતુક છે. યદ્યપિ અગ્નિપુરાણ વગેરેમાં રસ અલંકાર વગેરેની ચર્ચા છે તેથી પુરાણકાલમાં સાહિત્યશાસ્ત્રની સત્તા પ્રતીત થાય છે. તથાપિ સાહિત્યશાસ્ત્ર સંજ્ઞાને લાયક ગ્રન્થને ખાસ ઉત્પત્તિકાલ નિર્ણત કરવાને કંઈ વિશેષ ઉડાણમાં જવાની જરૂર જણાય છે.
સાહિત્યશાસ્ત્રના હાલમાં જે ગ્રન્થો ઉપલબ્ધ છે તેમાં દરેક સેલીબદ્ધ 'વિચાર દર્શાવનાર કાવ્યપ્રકાશ ગ્રન્થ છે. પણ પ્રાચીનતામાં દડી કવિને કાવ્યાદર્શ ગ્રન્થ પહેલું સ્થાન રોકનાર છે. તેના વિચારો પ્રાય: અનુચ્છિષ્ટ હેવાથી તેને સાહિત્યશાસ્ત્રને સ્થાપક અથવા ઉપરુંભક કહી શકાય છે. કારણકે સાહિત્યના ઘણું વિષયોમાં દડિ કવિની ૩ (Originality) પ્રતીત થાય છે.
ચન્દ્રાલેક નામક લક્ષણોદરણાત્મક મૂલ કારિકાની કુવલયાનંદ નામની સોદાહરણ વૃત્તિ લખનાર પરમપૂજ્ય અપથ્ય દીક્ષિતેં એકસો (યો સંવત્ ઈત્યાદિ અધિક ગણ્યા છે તો પણ ત્યરતિમer” એ ઉપસંહારને અનુરોધ એક ) અલંકાર માન્યા તેના કરતાં પ્રાચીન કાવ્યપ્રકાશકારે ૬૯ અલંકાર ગયા છે અને તદપેક્ષા પ્રાચીનતર ગણાતા દંડિકવિએ માત્ર ૩૪ અલંકારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com