________________
:
*
ન
:
આ પ્રસ્તાવના :
છે
યદ્યપિ “કાવ્યશાસ્ત્ર' એ શબ્દ અભિનવ જેવા લાગે છે કારણ કે સંસ્કૃત ભાષાના પ્રાચીન વિદ્વાનોએ આ વિષયને સાહિત્યશાસ્ત્ર કહી ઓળખાવ્યો છે તથાપિ આજકાલ સાહિત્ય શબ્દાર્થની મર્યાદા ઘણી જ વધારી મૂકવામાં આવી છે. અને કેવલ ગુજરાતી ભાષા જાણનારને સાહિત્ય શબ્દ વાલ્મય માત્રને બોધક થઈ પડે એવા ભયથી પ્રકૃત ગ્રન્થના લખનાર કવિએ આ પુસ્તકની “કાવ્યશાસ્ત્ર' એ સંજ્ઞા પસંદ કરી છે તે ઉચિત છે. પ્રાચિન સાહિત્યાચાર્યોમાંના કલિકાલ સર્વજ્ઞ કહ્યું હેમચન્દ્રસૂરિએ સ્વકૃત સાહિત્ય નિબંધનું “કાવ્યાનુશાસન’ એવું નામ રાખ્યું છે તે અનુસાર આ ગ્રન્થની “કાવ્યશાસ્ત્ર’ એ સંજ્ઞા બરાબર બંધબેસતી છે. વ્યાકરણ મહાભાગ્યકાર પતંજલિમુનિ “શ્રય શબાન
નમ્’ આવા આરંભના પ્રતિજ્ઞા વાક્યમાં શબ્દાનુશાસન’ શબ્દથી શબ્દશાસ્ત્રનો નિર્દેશ કરે છે, તેમ આ પણ કાવ્યાનુશાસન શાસ્ત્રને “કાવ્યશાસ્ત્ર’ એ ઉચિતાર્થ બોધક છે. જાગ્યે શાસ્તતિ કાવ્યશાસ્ત્રમ્ અર્થાત કાવ્યશબ્દાર્થની મર્યાદામાં આવી જતું કાવ્યલતાણ તદંગ, તત્રકાર, તદ્દગુણદોષ, તદલંકારાદિક તમામ અર્થ નું શિક્ષણ આપનાર નિબંધને “કાવ્યશાસ્ત્ર’ એ નામ આપવું એ સર્વથા યોગ્ય છે.
સાહિત્યશાસ્ત્રના ઈતિહાસનો વિચાર કરીએ તો વેદમાં ઉપમા આદિક અલંકારો ઉપલબ્ધ થાય છે તેથી સૃષ્ટિ સાથેજ એ અનાદિ વિદ્યા સમજાય છે. આદિ કાવ્ય રામાયણમાં અલંકાર તથા ગુણુ વગેરેનાં ઉદાહરણ પુષ્કળ ઉપલબ્ધ થાય છે એટલે રામાયણ સમયે એ વિદ્યાનાં લક્ષણની અસ્તિતા ઉદ્દભવી હોય એમ અનુમાન કરી શકાય. રામાયણના કાળને વિચાર કરતાં વીશમાં ત્રેતાયુગમાં રામાવતાર થવાનું પદ્મ પુરાણમાં લખે છે એ હિસાબે હાલ અદયાવિશ કલિયુગ ચાલે છે એટલે આશરે એક કરોડ છઉતેર લાખ વર્ષ થવા
જય છે. યદ્યપિ અર્વાચીન પુરા તત્ત્વવેત્તા ( Modern antiquarian ) રામાયણ માટે ગમે તે કલ્પના કરે પણ પુરાણ લેખને આધારે ઉપરને અંદાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com