________________
બારીકમાં બારીક કશિયો—પરમાણુ ૨૭
આ ઉપરથી તમે શું સમજી શક્યા ?
હું તો કાંઈ ન સમજી શક્યો. આપે કહ્યું તે પ્રમાણે માત્ર કરે ગયો.
જુઓ ત્યારે, હું સમજાવું છું.
તમે રંગની કણીના બે ભાગ નહોતા કરી શકતા, તે જ કણીના ઝીણામાં ઝીણા બારીક ભાગ થઈ મગ જેવડા પાણીના ટીપામાં ફેલાઈ ગયા. કહો તો પાણીનું ટીપું રંગની કણી કરતાં કેટલા ગણું મોટું હતું ?
સાહેબ ! લગભગ પચીસ કે ત્રીસ ગણું મોટું હતું.
તમે સહેજે જ સમજી શક્યા હશો કે, તે રંગની કણીના તો હવે પચીસ કે ત્રીસ ટુકડા થઈ આખા પાણીના ટીપામાં ફ્લાઈ ગયા છે.
જ્યારે તમે ત્રીજું ટીપું નાંખ્યું, ત્યારે તેમાં પણ રંગ ફેલાઈ ગયો. તેથી એકના બમણા ભાગ થઈ ગયા એટલે પેલી કણીના પચાસ કે સાઠ ભાગ પડી ગયા.
ત્રીજું ટીપું મૂક્યું ત્યારે બબ્બે ભાગ પડી ગયા.
એવી રીતે બારીક ભાગો થવાથી, રંગના દરેક કણિયા જેમ બારીક થયા, તેમ વધારે પાણીમાં ફેલાઈ શક્યા, અને રંગ પહેલાં ઘેરો જણાતો હતો, તે હવે આછો જણાવા લાગ્યો.
“એક બારીકમાં બારીક રંગની કણીના ઘણા ભાગ થઈ શક્યા' એમ આપણે આ ઉપરથી સાબિત કરી શક્યા. .
જો તમને આ પાણી સૂક્ષ્મદર્શકયંત્રથી બતાવવામાં આવે, તો તમે આ પાણીની કટોરીને રંગના ભરેલા મોટા કુંડ જેવડી જોઈ શકો. અને બારીકમાં બારીક દરેક રંગની કણીના જેટલા ભાગ કરવા ધારો, તેટલા તમારી બુદ્ધિથી કરી શકો.
હવે વિચાર કરો કે, પહેલી તમે લીધેલી પેલી રંગની કણી ઝીણામાં ઝીણી કેટલી કણીઓની બનેલી હશે ?
સાહેબ ! કાંઈ ગણતરી કરી શકાતી નથી.