________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૧ ૯. ૧૦. ૧૧. ૧૨. વર્ણનામકર્મ, ગંધનામકર્મ, રસનામકર્મ, સ્પર્શનામકર્મ: આ ચારેય કર્મો અને તેના ભેદોનું વર્ણન સાથે જ કરીશું.
શરીરનામકર્મથી શરીરની વર્ગણા મળી. શરીરપર્યાપ્તિથી તેમની રચના કરી. બંધન અને સંઘાતનથી તેનાં બંધન, સંઘાતન થયાં. નિર્માણ નામકર્મે શરીરના અવયવોનાં સ્થાનો નક્કી કરી આપ્યાં, ત્યાં અંગોપાંગનામકર્મ અવયવો રચ્યા. સંસ્થાનનામકર્મે તેની યથાયોગ્ય આકૃતિ અને સંવનનનામકર્મે શરીરમાં અને અવયવોમાં યથાયોગ્ય મજબૂતી મૂકી. તથા પ્રત્યેક નામકર્મે એક જ જીવને એક જ શરીરમાં રહેવાનો અધિકાર આપ્યો વગેરે વગેરે રીતે શરીર અને આત્માના સંબંધથી જીવતું જાગતું પ્રાણી તો દુનિયામાં અસ્તિત્વ ધરાવતું થયું. પરંતુ દરેક શરીરનાં રંગ, સ્વાદ, સ્પર્શ, ગંધ વગેરે નક્કી કરનાર કર્મો તો જોઈએ જ ને ? યદ્યપિ, શરીર પુદ્ગલ પરમાણુઓની વર્ગણાઓનું બને છે. એ વાત તો આગળ સમજાવી છે. પરમાણુમાં જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણો હોય છે. જે વખતે જેવા સંજોગો તે વખતે તેવું રૂપાંતર થયા કરે છે. દાખલા તરીકે બાવળના લાકડાનો કકડો લાલ રંગનો છે. એટલે કે તે પરમાણુઓના જથ્થામાં લાલ રંગ પ્રગટ થયો છે. હવે તેને અગ્નિમાં સળગાવો, એટલે તેનો કાળો કોલસો બની જશે. અર્થાત્ એ જ લાકડાનો કકડો લાલ મટીને કાળો થઈ ગયો. સંજોગને લીધે તેનો રંગ બદલાઈ ગયો: તેવા ઘણા દાખલા આપી શકાય. આ રીતે પરમાણમાં વર્ણાદિ ગુણો હોય છે. પરંતુ સંજોગોવશાત્ તેમાં ફેરફાર થયા કરે છે.
હવે જીવનું શરીર પણ પરમાણુઓનું જ બને છે. એટલે તેમાં પણ સ્વાભાવિક રીતે જ વર્ણાદિ પ્રગટ થશે જ. તો પછી તેના પ્રેરક કર્મો માનવાની જરૂર શી? એ જાતની શંકા અહીં થયા વિના રહેતી નથી.
તેનું સમાધાન એ છે કે, યદ્યપિ પરમાણુઓમાં અને વર્ગણાઓમાં સ્વાભાવિક રીતે જ વર્ણાદિ હોય છે, પરંતુ જ્યારે જીવ તેનું શરીર બનાવે છે, ત્યારે માત્ર શરીર જ બનાવે છે, પરંતુ શરીરમાં વર્ણાદિ દેખાય છે, તે દેખાવા ન જોઈએ. કારણ કે શરીરનામકર્મ તો શરીર જ આપી શકે. આ