________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૧
૧૨૬. ૭૮. ૧. પરાઘાતનામકર્મ-બીજાના શરીરને આઘાત પહોંચાડી શકે, પછી ભલેને કદાચ સામો માણસ બળવાન હોય, પરંતુ શરીરરચનામાં એવો જ એક પરિણામ પ્રગટ થાય કે જેથી કરીને તે બીજાના શરીરને આઘાત પહોંચાડી શકે, તે આ કર્મને લીધે. પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે ઓછાવત્તા પ્રમાણમાં આ પરિણામ પ્રગટ થાય છે.
જ
૧૨૭. ૭૯. ૧. ઉપઘાતનામકર્મ–આ કર્મ લગભગ ઉપરના કર્મ કરતાં કંઈક વિપરીત અસર ઉત્પન્ન કરે છે. બીજાના શરીરથી પોતાનું શરીર ઉપઘાત પામે એવો તેમાં પરિણામ ઉત્પન્ન થાય છે. તથા રોગાદિકથી અને વધારાના કેટલાક અવયવોથી જેવાં કે-રસોળી, પડજીભી, છઠ્ઠી આંગળી, ત્રણ પગ, પશુને પાંચ પગ, બે માથાં વગેરે રીતે શરીરમાં હરકત રહ્યા કરે. આવા વિચિત્ર જાતનો શરીરમાં ઉપઘાતજનક પ્રયોગપરિણામ આ કર્મને લીધે ઉત્પન્ન થાય છે.
૧૨૮. ૮૦. ૧. આતાપનામકર્મ–આતાપ નામનો પરિણામ પુદ્ગલોમાં પ્રગટ થાય છે અને તે જીવવિશેષના શરીરમાં પ્રયોગથી ઉત્પન્ન થાય છે. આ પરિણામ માત્ર અમુક જીવોના શરીરમાં જ ઉત્પન્ન થાય છે. એમ શાસ્ત્રોમાં બતાવ્યું છે અને તે બીજા કોઈ જીવોના શ૨ી૨માં નહીં, માત્ર સૂર્યનું બિંબ જે આપણે જોઈએ છીએ, તે એક જાતની પાર્થિવ રચના છે. જેમ સોનું, લોઢું વગેરે, અને તે સૂર્યના પાર્થિવબિંબમાં સૂર્ય નામની દેવજાતિ રહે છે. પરંતુ એ પાર્થિવબિંબમાં પૃથ્વીકાય જીવો ઉત્પન્ન થાય છે. અર્થાત્ એ બિંબ અસંખ્ય પાર્થિવ જીવોનાં શરીરોના સમૂહરૂપ હોય છે. એ શરીરોમાં આતાપ પરિણામ ઉત્પન્ન થાય છે. તે આ કર્મને લીધે. તેમાં ખૂબી એ છે કે, એ શરીરને જો આપણે સ્પર્શ કરીએ તો તે આપણને ગરમ ન લાગે. પરંતુ તેમાંથી બહાર પડતાં કિરણો દૂર દૂર ગરમ લાગે અને બીજી વસ્તુને પણ ગરમ કરી દે.
જો કે અગ્નિમાં આ સ્થિતિ આપણે જોઈએ છીએ. પણ તેમાં આતાપ પરિણામ નથી માનેલો. પરંતુ તે રક્તનામકર્મ અને ઉષ્ણસ્પર્શ નામકર્મની અસરનું પરિણામ છે. એટલે કે અગ્નિને અડકીએ તો તે ગરમ લાગશે, અને બહાર દૂર દૂર તે સ્પર્શની અસર જ્યાં સુધી ફ્લાય ત્યાં સુધી